Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
જાથા ૨
ઉત્તર : ઔદયિક અજ્ઞાન તે જ્ઞાનનો અભાવને કહે છે.. જ્ઞાનને સર્વથા અભાવ તે કદાપિ થઈ શક્તા નથી, વધતા કે ઓછા અંશે તે જ્ઞાન રહે જ છે. ત્યાં જેટલા અંશે જ્ઞાન છે તે તે ક્ષાયોપથમિક છે, ત્યાં ઉપયોગ હેત, પરંતુ જેટલા અંશ પ્રગટ નથી તે અજ્ઞાન ઔદયિક છે તે ત્યાં ઉપયોગ કેવી રીતે હોય ? માટે અશુદ્ધનિશ્ચયનયથી ક્ષાયોપશમિક જ્ઞાનદર્શનેપયોગ વાળે જીવ છે.
પ્રશ્ન ૧૦ : શુદ્ધનિશ્ચયનયથી કેવા ઉપગવાળે જીવ છે?
ઉત્તર : શુદ્ધનિશ્ચયનયથી નિર્મળ સ્વભાવપર્યાયરૂપ કેવળ જ્ઞાન કેવળદર્શનમય ઉપગવાળે જીવ છે.
પ્રશ્ન ૧૧ : પરમશુદ્ધનિશ્ચયનયથી કેઈપણ ઉપગવાળે જીવને કેમ ન દર્શાવ્યો ?
ઉત્તર : ઉપયોગ ચૈતન્યસ્વભાવની અવસ્થા છે. પરમશુદ્ધ નિશ્ચયનય ધ્રુવ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ રાખે છે, તેથી પર્યાય તેને. વિષય જ નથી. આ કારણથી ઉપયોગમય (શબ્દ) શુદ્ધનિશ્ચયનય અને અશુદ્ધ નિશ્ચયનયથી જ કહેવામાં આવ્યું છે.
પ્રશ્ન ૧૨ ઃ જીવનું અમૂર્તત્વ કેટલી દ્રષ્ટિથી સમજી શકાય ?
ઉત્તર ત્રણ દ્રષ્ટિથી (૧) વ્યવહારનયથી (૨) અશુદ્ધનિશ્ચયનયથી (૩) શુદ્ધનિયનથી.
પ્રશ્ન ૧૩ : વ્યવહારનયથી જીવ કેવો છે?
ઉત્તર : વ્યવહારનયથી જીવ સૃતિક કર્મોને આધીન વર્તતે હોવાને લીધે, સ્પર્શાસ-ગંધ-વર્ણવાળા કર્મ-કર્મથી ઘેરાયેલ છે અને તેથી મૂતિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org