Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा २
ગાથા તેના સંબંધમાં છે. (૨) આ ગાથામાં જે વિશેષણે છે તે સ્પષ્ટપણે જીવ દ્રવ્યના છે. (૩) આ શાસ્ત્રમાં અત્યંત મુખ્યપણે જીવદ્રવ્યનું વર્ણન છે. સર્વ દ્રવ્યોના વર્ણનમાં જીવનું વર્ણન મુખ્યપણે હેય છે. (ઉપાદેયરૂપ હોવાથી)
પ્રશ્ન ૩ઃ જે જીવે છે તે જીવ છે. એને અર્થ શું?
ઉત્તર : આ ગાથામાં જીવને માટે વાપરેલા બધા વિશેષણોને સમજવા માટે અશુદ્ધનય અને શુદ્ધનય બંને દ્રષ્ટિથી પરીક્ષા કરવી જોઈએ. જીવ શુદ્ધનયથી તે શુદ્ધ ચૈતન્ય પ્રાણથી જ જીવે છે, કારણ કે તે શુદ્ધ–ચૈતન્ય અનાદિ-અનંત અહેતુક અને સ્વ–પર-પ્રકાશક સ્વભાવી છે. પરંતુ અશુદ્ધનયથી અનાદિ કર્મબન્ધન નિમિત્તથી અશુદ્ધ પ્રાણ (ઇન્દ્રિય, બળ, આયુ, ઉવાસ)થી જીવે છે.
પ્રશ્ન ૪ ઃ આ વિશેષણ આપવાથી શું સાર્થક થયું?
ઉત્તર : જીવની સત્તા સ્વીકારવા ઉપર તો ધર્મ અવલંબે છે. કેટલાક (જી)ને એવો અભિપ્રાય છે કે જીવ જેવું કાંઈ જ નથી, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ વગેરેના સંગથી થત ચમત્કાર છે, તે આવા જીવો ચિતન્ય (સ્વરૂપ આત્મા)માં કેવી રીતે સ્થિર થશે? તેઓ તે, મૃત્યુ સમયે ગમે તેવા (અપધ્યાનના) ભાવપૂર્વક, સ્વરૂપથી ભ્રષ્ટ થઈ સંસાર દુઃખ જ વધારશે. આ કારણથી, આસ્તિક્તાની સિદ્ધિ માટે, આ વિશેષણ વાપર્યું.
પ્રશ્ન ૫ : જીવનું સ્વરૂપ જેવું બે નથી વર્ણવ્યું તેવું બંને પ્રકારે જીવમાં એક સાથે જ ઘટે છે કે ક્રમથી
ઉત્તર : તે બંને સ્વરૂપ એક સાથે જ ઘટે છે. ધ્રુવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org