Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ગ્રંથપરિચય
२७
ગ્રંથપરિચય. ધ્યાનયોગ સાધનાનું વર્ણન કરતાં આ મહત્ત્વપૂર્ણ ગ્રંથની પ્રથમ ગાથામાં જ પ્રભુવીરને નમસ્કાર કરી ધ્યાનાધ્યયન કહેવાની ગ્રંથકારશ્રી પ્રતિજ્ઞા કરે છે. ગાથા-૨માં ધ્યાન અને અધ્યાનનું સ્વરૂપ વર્ણવી ૩જી ગાથામાં ધ્યાનના કાળ અને સ્વામીનું સામાન્યથી નિરૂપણ કરે છે. ગાથા-૪માં ધ્યાન પૂર્ણ થતાં શું ? તેનું વર્ણન કરી ગાથા-પમાં સંક્ષેપમાં ચારે ધ્યાનની વ્યાખ્યા કરી ફળ બતાવવામાં આવ્યું છે.
ગાથા ૬ થી ૯માં આર્તધ્યાનના ચારે પાયાનું વર્ણન, આર્તધ્યાનનું સ્વરૂપ ગાથા ૧૦માં, અને ગાથા ૧૧૧૨માં સાધુ સંબંધી આર્તધ્યાનની વિચારણા કરી ગાથા ૧૮ સુધીમાં આર્તધ્યાનીની વેશ્યા-લિંગ-સ્વામીનું નિરૂપણ કરાયું છે.
ગાથા-૧૯ થી રરમાં રૌદ્રધ્યાનના ચાર પાયાનું વર્ણન, ગાથા-૨૩માં સ્વામી, ગાથા-૨૪માં રૌદ્રધ્યાનનું સ્વરૂપ, ગાથા-૨પમાં વેશ્યા તથા ગાથા-૨૬-૨૭માં લિંગોનું વર્ણન કરવામાં આવ્યું છે.
ધર્મધ્યાનનું નિરૂપણ કરતાં ગાથા-૨૮-૨૯માં ધર્મધ્યાન સંબંધી ૧૨ દ્વારોના નામો જણાવ્યા છે. ગાથા૩૦ થી ૩૪માં પ્રથમ ભાવનાદ્વાર, ગાથા-૩૫ થી ૩૭માં દેશદ્વાર, ગાથા-૩૮માં કાળદ્વાર, ગાથા-૩૯માં આસનદ્વાર, ગાથા-૪૦-૪૧માં ક્રમ દ્વાર, ગાથા-૪૫ થી ૪૯માં ધ્યાતવ્યદ્વારમાં પ્રથમ આજ્ઞાવિચમ ધર્મધ્યાન, ગાથા-૫૦માં અપાયરિચય, ગાથા-૫૧માં વિપાકવિચય, ગાથા-પર થી ફ૨માં સંસ્થાનવિચય ધર્મધ્યાનનું સ્વરૂપ, ગાથા-૯૩માં ધ્યાતાનું સ્વરૂપ, ગાથા-૯૪માં ધ્યાતાના પ્રસંગથી શુક્લધ્યાનના ધ્યાતાનું સ્વરૂપ, ગાથા-૬પમાં અનુપ્રેક્ષાદ્વાર, ગાથા-૬૬માં લેશ્યાદ્વાર અને ગાથા-૯૭-૬૮માં લિંગદ્વારનું સ્વરૂપ વર્ણવાયું છે.
શુક્લધ્યાનને વર્ણવતાં પ્રથમ ચાર દ્વાર ધર્મધ્યાનની જેમ સમાન હોવાથી ગાથા-૬૯માં પાંચમાં આલંબનહારનું વર્ણન, ગાથા-૭૦ થી ૭૬માં ક્રમ દ્વારનું દૃષ્ટાંતપૂર્વક વિશિષ્ટ વર્ણન, ગાથા-૭૭-૭૮માં ધ્યાતવ્યદ્વાર પૈકી પૃથકત્વવિતર્કસવિચાર સ્વરૂપ પ્રથમ પાયો, ગાથા-૭૯-૮૦માં એકત્વવિતર્કઅવિચાર, ગાથા-૮૧માં સૂક્ષ્મક્રિયાઅનિવર્તિ, ગાથા-૮૨માં વ્યચ્છિન્નક્રિયાઅપ્રતિપાતિ નામના ચોથા પાયાનું વર્ણન, ગાથા-૮૩માં ચારે પાયામાં યોગ સંખ્યા, ગાથા-૮૪માં સયોગિને ધ્યાનની સિદ્ધિ, ગાથા-૮૫-૮૬માં અયોગિને ધ્યાનની સિદ્ધિ, ગાથા-૮૭-૮૮માં અનુપ્રેક્ષાત્કાર, ગાથા-૮૯માં લેશ્યાદ્વાર, ગાથા-૯૦ થી ૯૨માં લિંગદ્વાર, ગાથા-૯૩ થી તથા ૯૪માં ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું ફળ જણાવ્યું છે.
ત્યાર બાદ ગાથા ૯૫ થી ૧૦૨માં દૃષ્ટાંતો વડે ધ્યાનથી કર્મનાશ અને મોક્ષની સિદ્ધિ કરવામાં આવી છે. ગાથા ૧૦૩-૧૦૪માં ધ્યાનના ઈહલૌકિક ફળને વર્ણવી છેલ્લે ગાથા ૧૦પમાં સાધુનો સર્વ આચાર કઈ રીતે ધ્યાનરૂપ બને છે. તે વાતની સ્પષ્ટતા કરવાપૂર્વક પ્રસ્તુત ગ્રંથની પૂર્ણતા કરવામાં આવી છે. કેટલીક પ્રતોમાં મળેલ ગાથા-૧૦૬માં ગ્રંથકર્તાના નામનો ઉલ્લેખ છે. પણ આ ગાથા પ્રક્ષિપ્ત મનાય છે.
આ રીતે, ગ્રંથનો વિષય સંક્ષેપમાં વર્ણવી આ જ વિષયને થોડા વિસ્તારથી પણ સરળતાથી સમજાય તે માટે CHARTS રૂપે જણાવવામાં આવે છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org