Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
પ્રસ્તુતગ્રંથ વિશેષપદાર્થો
६३
વિચારસાર, ગાથા-ઉપ/૬૬ (પરિશિષ્ટ-૧૫ બી) અનંતાનુબંધિ-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનવરણ કષાયના ઉદયના અભાવમાં જ આજ્ઞાવિચયધર્મધ્યાન આવતું હોવાથી ચોથા ગુણસ્થાનકે સંભવી શકતું નથી.
પ્રથમ પાંચ ગુણસ્થાનકમાં આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન હોય છે. વળી, તત્ત્વાર્થસૂત્રમાં ધર્મધ્યાન અપ્રમત્ત મુનિઓને જણાવેલ છે, તે ધર્મધ્યાન સ્વીકારનારની અપેક્ષાએ અર્થાત્ અપ્રમત્તગુણસ્થાનકે ધર્મધ્યાન આવ્યા બાદ પડતાં પ્રમત્તગુણસ્થાનકે પણ કેટલોક કાળ ધર્મધ્યાન હોય છે.
મુનીઓને નિયાણું સંભવતું ન હોવાથી છટ્ટે ગુણસ્થાનકે આર્તધ્યાનના ત્રણ ભેદ તથા ધર્મધ્યાનના ચાર ભેદ સંભવે છે. તથા સાતમે ગુણસ્થાનકે ધર્મધ્યાનના જ ચાર ભેદો હોય છે.
આઠમા ગુણસ્થાનકે ધર્મધ્યાનના ચાર ભેદો તથા શુક્લધ્યાનનો એક ભેદ હોય છે. નવમા ગુણસ્થાનકથી તેરમે સુધી શુક્લધ્યાનનો એક ભેદ હોય છે. તથા યોગકેવલિગુણસ્થાનકે શુક્લધ્યાનના છેલ્લા બે ભેદ હોય છે.
ज्ञानवैराग्यसंपन्नः संवृतात्मा स्थिराशयः । मुमुक्षुरुद्यमी शान्तो ध्याने धीरः प्रशस्यते ।।
જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન, અશુભ પ્રવૃત્તિથી આત્માને રોકનાર, સ્થિર આશયવાળો, મોક્ષની ઇચ્છાવાળો, પ્રયત્નશીલ, શાંત અને ધીર એવો સાધક ધ્યાનમાં પ્રશંસા કરાય છે અર્થાત્ આવો સાધક ધ્યાનને યોગ્ય છે.
प्रभञ्जनास्फालितमेघवृन्दं, यथा द्रवेच्छीघ्रतरं घनिष्टम् । व्रजेत्तु कर्मावरणं जनस्य, ध्यानानिलेनैव तथात्मनो वै ।।
જે રીતે પવનના અથડાવાથી અત્યંત ઘન વાદળોનો સમૂહ જલ્દીથી દૂર થાય છે, તે રીતે ધ્યાનરૂપી પવન વડે જ જીવનું કર્મ પી આવરણ દૂર થાય છે.
मनोऽप्रवृत्तिमात्रेण, ध्यानं नैकिन्द्रियादिषु । धर्म्य-शुक्लमनःस्थैर्यभाजस्तु ध्यायिनः स्तुमः ।।
- અધ્યાત્મને, . ૨૪ મનની અપ્રવૃત્તિમાત્રથી ધ્યાન કહેવાતું નથી. કારણ કે તે તો એકેન્દ્રિય વગેરેમાં પણ હોઈ શકે. માટે અમે ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં મનની સ્થિરતાને ભજનારા ધ્યતાઓની સ્તુતિ કરીએ છીએ.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org