Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
१२८
ध्यानशतकम्,
છે. આવા પ્રકારના નયવચનરૂપી દંડથી પણ જો નાસ્તિક, આત્માને ન માને તો તે ઉપેક્ષા કરવા યોગ્ય છે. ૬)
___ यत्र नार्कविधुतारकदीप-ज्योतिषां प्रसरतां नावकाशः ।
ध्यानभिन्नतमसां मुदितात्मज्योतिषां तदपि भाति रहस्यम् ।।७।। જ્યાં સૂર્ય-ચંદ્ર-તારા કે દીપકોની જ્યોતિ પહોંચી શકતી નથી ત્યાં પણ ધ્યાનથી અજ્ઞાનરૂપી અંધકારને ભેદી આત્મજ્યોતિને પામનાર મહાત્માઓ રહસ્યને પામે છે. (૭)
योजयत्यमितकालवियुक्तां, प्रेयसीं शमरतिं त्वरितं यत् ।
ध्यानमित्रमिदमेव मतं नः, किं परै जगति कृत्रिममित्रः ।।८।। જગતને વિશે નકલી એવા મિત્રો વડે શું ? અમારે તો આ જગતમાં ધ્યાન જ એક મિત્ર સમાન છે કે, જે ધ્યાન અનંતકાળથી વિયોગ પામેલી પ્રશમરતિ નામની પત્નીને જલ્દીથી મેળવી આપે છે. (૮)
वारितस्मरबलातपचारे, शीलशीतलसुगन्धिनिवेशे ।
उच्छ्रिते प्रशमतल्पनिविष्टो, ध्यानधाग्नि लभते सुखमात्मा ।।९।। કામના બળરૂપી તાપના પ્રવેશને અટકાવનાર, શીલની શીતલ સુગંધ જ્યાં પ્રવેશેલી છે તથા વિશાળ ધ્યાનરૂપી મહેલમાં પ્રશમરૂપી પલંગ ઉપર આત્મા સુખને પામે છે. (૯)
शीलविष्टरदमोदकपाद्यप्रातिभाय॑समतामधुपर्के: ।
ध्यानधानि भवति स्फुटमात्माहूतपूतपरमाऽतिथिपूजा ।।१०।। શીલરૂપી સિંહાસન, ઈન્દ્રિયના દમન રૂપી પગ ધોવા માટે પાણી, પ્રાભિજ્ઞાન રૂપી અર્થ અને સમતા રૂપી મધુપર્ક વડે ધ્યાનરૂપી મહેલમાં પ્રત્યક્ષ રીતે આત્માની શ્રેષ્ઠ અતિથિપૂજા થાય છે. (૧૦)
आत्मनो हि परमाऽऽत्मनि योऽभूद्, भेदबुद्धिकृत एव भेदः ।
ध्यानसन्धिकृदमुं व्यपनीय, द्रागभेदमनयोर्वितनोति ।।११।। આત્માનો પરમાત્મા વિશે જે ભેદબુદ્ધિથી કરાયેલો વિવાદ ઉત્પન્ન થયો છે, આ ધ્યાન નામના દૂતે તે વિવાદને દૂર કરીને જલ્દીથી આત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ કર્યો છે અર્થાત્ ધ્યાનથી આત્મા એ જ પરમાત્મા સ્વરૂપ છે તેવું જણાય છે. (૧૧)
क्वाऽमृतं विषभृते फणिलोके, क्व क्षयिण्यपि विधौ त्रिदिवे वा ।
क्वाऽप्सरोरतिमतां त्रिदशानाम्, ध्यान एव तदिदं बुधपेयम् ।।१२।। વિષથી ભરપૂર એવા નાગલોકમાં અમૃત ક્યાંથી હોય ? ક્રમશઃ નાશ પામતાં એવા ચંદ્રમાં અમૃત ક્યાંથી હોય? અપ્સરાઓમાં રાગી એવા દેવોને દેવલોકમાં અમૃત ક્યાંથી હોય ? ખરેખર, પંડિતજનો વડે પીવા યોગ્ય અમૃત ધ્યાનમાં જ છે. (૧૨)
गोस्तनीषु न सितासु सुधायां नाऽपि वनिताधरबिम्बे । तं रसं कमपि वेत्ति मनस्वी, ध्यानसम्भवधृतौ प्रथते यः ।।१३।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org