Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
५८
ध्यानशतकम् રે
રે દ્રવ્યધ્યાન = આર્તરીદ્રધ્યાન, ભાવપ્પાન=ધર્મધ્યાન, તથા શુક્લધ્યાનના પ્રથમભેદને પરમધ્યાન કહેવામાં આવ્યું છે.
ધ્યાનવિચાર (ધ્યા. શા. ગાથા-૨ ટિપ્પન)
ચિંતાના – ચિંતનના સાત પ્રકાર છે. ૧ - તત્ત્વનું તથા પરમતત્ત્વનું ચિંતન, ૨ - મિથ્યાત્વ, સાસ્વાદન વગેરેના વિપર્યસ્ત વગેરે સ્વરૂપનું ચિંતન, ૩ - ૩૯૩ પાખંડિના સ્વરૂપનું ચિંતન, ૪ – પાસFા વગેરેના સ્વરૂપનું ચિંતન, ૫ - નરક વગેરે અવિરત સમ્યગ્દષ્ટિના સ્વરૂપનું ચિંતન, ૭ - દેશવિરતિ સમ્યગ્દષ્ટિના સ્વરૂપનું ચિંતન, ૭ – પ્રમત્તથી લઈ સિદ્ધ ભગવંતોના સ્વરૂપનું ચિંતન.
તત્વાર્થસૂત્ર-૯)૨૭ (ધ્યા. શ. ગાથા-૩ ટિપ્પન) વજુઋષભનારાચ વગેરે પ્રથમ ચાર ઉત્તમ સંઘયણવાળાને ધ્યાન પ્રગટ થઈ શકે છે.
યોગશાસ્ત્ર-૪/૧૧૫ (ધ્યા. શ. ગાથા-૪ ટિન) અયોગિકેવલિ ભગવંતોને યોગનિરોધસ્વરૂપ ધ્યાન હોય છે.
બૃહત્કલ્પસૂત્ર, ગાથા-૧૪૬ર (ધ્યા. શ. ગાથા-૫ ટિપ્પન). દૃઢ અધ્યવસાય સ્વરૂપ ચિત્તને ધ્યાન કહેવામાં આવે છે. તે ત્રણ પ્રકારનું છે. માનસિક, વાચિક અને કાયિક. આ ત્રણે પ્રકારનું ચિત્ત પણ ત્રણ પ્રકારનું છે. - તીવ્ર, મૃદુ અને મધ્ય. જેમ સિંહની ગતિ મંદ (વિલંબિત), પ્લત (અતિમંદ પણ નહિ અને અતિત્વરિત પણ નહિ) અને તૃત (અતિશીધ્રવેગવાળી) આ રીતે ત્રણ પ્રકારની હોય છે. તેમ દઢ અધ્યવસાય સ્વરૂપ ધ્યાન પણ મૃદુ, મધ્ય અને તીવ્ર સ્વરૂપ ત્રણ પ્રકારનું છે.
અધ્યાત્મમતપરીક્ષા, ગાથા-૬ (ધ્યા. શ. ગાથા-૮, ટિપ્પન) મમત્વનો પરિણામ એ અજ્ઞાન સ્વરૂપ નથી પણ આર્તધ્યાન સ્વરૂપ છે. આ વાતનું સુંદર નિરૂપણ કરેલ છે.
ગુરુતત્ત્વવિનિશ્વય, ઉલ્લાસ-૧, ગાથા-૬૧ થી ૬૪ (ધ્યા. શ. ગા. ૮ ટિપ્પન) મનભાવતા ભોજનોને આરોંગનારા અને ચારિત્રનો અભ્યાસ નહિ કરનારાઓનું ધ્યાન અશુભ જ હોય છે.
ગામ, ક્ષેત્ર, ઘર, ગાય, નોકરો વગેરેનો પરિગ્રહ રાખનારાઓને શુભધ્યાન સંભવી શકતું જ નથી.
Jain Education International 2010 02
For Private & Personal Use Only
www.jainelibrary.org