Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
પ્રસ્તુતગ્રંથ વિશેષપદાર્થો
ગૃહસ્થોને પોતાના બનાવવામાં રક્ત અને અશુભ આહાર, અશુદ્ધ વસતિ વગેરેનું સેવન કરનારા પાસત્થાઓનું ધ્યાન આર્ત તથા રૌદ્ર સ્વરૂપ હોવાથી નિચ્ચે દુર્ગતિનું કારણ થાય છે.
પાંચે ઈન્દ્રિયોના મનગમતા વિષયોને ભોગવનારાઓને શુભધ્યાન સંભવતું જ નથી. આથી વિષયોથી વિરક્ત આત્માઓને જ શુભધ્યાન સંભવે છે.
અધ્યાતમમતપરીક્ષા, ગાથા-૮૫ (ધ્યા. શ. ગાથા-૧૩, ટિપ્પન). પ્રશસ્ત ચિત્તવૃત્તિ વડે ભોજન વગેરે કરતાં સાધુઓને આર્તધ્યાન ન હોવાથી આહારસંજ્ઞા નથી. જ્યારે રાગાદિને પરવશ થયેલા સાધુઓને જ આર્તધ્યાનની જેમ આહારસંજ્ઞાની સત્તા હોય છે.
ગુણરસ્થાનકક્રમારોહ, ગાથા-૨૮ (ધ્યા. શ., ગાથા-૧૮, ટિપન). પ્રમત્ત ગુણસ્થાનકે હાસ્ય વગેરે છ નોકષાય હોવાને કારણે આર્તધ્યાનની મુખ્યતા હોય છે અને ઉપલક્ષણથી રૌદ્રધ્યાનની પણ મુખ્યતા હોય છે.
પંચવસ્તુ, ગાથા-૧૫૦૬ (ધ્યા. શ. ગાથા-૨૩, ટિપ્પન) જિનકલ્પના સ્વીકાર સ્વરૂપ કુશળયોગ પ્રાપ્ત થવા છતાં પણ તીવ્ર કર્મના ઉદયથી આર્ત તથા રૌદ્રનો ભાવ ઉત્પન્ન થઈ શકે છે. પણ તે આર્તરોદ્રનો ભાવ સ્વલ્પ હોવાથી પ્રાયઃ કરીને નિરનુબંધ હોય છે.
(ધ્યાનશતક ગાથા-૨૬ ટિપ્પન) રૌદ્રધ્યાનના ત્રીજા લિંગ તરીકે ધ્યાનશતકમાં નાનાવિધ દોષ ગ્રહણ કરેલ છે, જ્યારે સ્થાનાંગસૂત્ર તથા આવશ્યકચૂર્ણિમાં અજ્ઞાનદોષ ગ્રહણ કરેલ છે તથા દશવૈકાલિકચૂર્ણિમાં અજ્ઞાતદોષ ગ્રહણ કરેલ છે. (પરિશિષ્ટ-૩)
આચારાંગસૂત્ર-ચૂલિકા-3 (ધ્યા. શ. ગા-૩૪ ટિપ્પન). ધર્મધ્યાનની ભાવના સ્વરૂપે જ્ઞાન-દર્શન-ચારિત્ર-વૈરાગ્ય ભાવના ઉપરાંત અપ્રમાદભાવના-એકાગ્રભાવના અને તપભાવના પણ દર્શાવેલ છે.
ધ્યાનશતક ગાથા-૩૫ ટીકા ધ્યાનના દેશદ્વારની વિચારણા કરતાં જણાવ્યું કે, સાધુનું સ્થાન સામાન્યથી યુવતિ, પશુ, નપુંસક વગેરેથી રહિત હોય. આ ગાથાની ટીકામાં પશુ તરીકે તિર્યંચ સ્ત્રી ગ્રહણ કરવી એવી સ્પષ્ટતા કરી છે.
ધ્યાનશતક-ગાથા-૪૨ ટિપ્પન ધ્યાનશતક ગ્રંથમાં ધર્મધ્યાનના આલંબન સ્વરૂપે વાચના, પૃચ્છના, પરાવર્તન અને અનુપ્રેક્ષાનું ગ્રહણ કરેલ છે. ધર્મકથા ગ્રહણ કરવી નહિ તે અંગે સ્પષ્ટતા કરી નથી. જ્યારે આવશ્યકચૂર્ણિમાં જણાવ્યું છે કે ધર્મધ્યાનનો સમાવેશ પરાવર્તનમાં થતો હોવાથી તેને ભિન્ન ગ્રહણ કરેલ નથી તથા ધ્યાનશતકની અર્થલેશ અવચૂરિમાં જણાવ્યું કે, ગાથાના “તું” શબ્દથી ધર્મકથા ગ્રહણ કરવી. (પરિશિષ્ટ-૩) તથા ધ્યાનદીપિકા ગ્રંથમાં પાંચ પ્રકારના સ્વાધ્યાયને આલંબન સ્વરૂપે ગ્રહણ કરેલ છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org