Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
६०
એ
યોગશાસ્ત્ર-૧૦/૧૫ (ધ્યા. શ. ગાથા-૫૨ ટિપ્પન)
લોકસ્વરૂપ ભાવના તથા સંસ્થાનવિચયધર્મધ્યાન, આ બેમાં ફરક બતાવતાં જણાવ્યું છે કે, લોકસ્વરૂપભાવના એ ચિંતા સ્વરૂપ છે, જ્યારે સંસ્થાનવિચયધર્મધ્યાન નિશ્ચલમતિરૂપ ધ્યાનસ્વરૂપ છે.
-
-
સ્થાનાંગ સૂત્ર ટીકા-સૂ. ૨૪૭ ધ્યાન. શ. ગાથા-૬૨ ટિપ્પન
ધર્મધ્યાનના ચાર ધ્યાતવ્યને જણાવવા વપરાતા વિચય તથા વિજય આ બંને શબ્દો સમાનાર્થી છે. ગુણસ્થાનકક્રમારોહ-ગાથા-૩૫ (ધ્યાન. શ. ગાથા-૬૨ ટિપ્પન)
ધર્મધ્યાનના ધ્યાતવ્ય ત્રણ પ્રકારે છે.
ધર્મધ્યાન બે પ્રકારનું છે - બાહ્ય તથા આધ્યાત્મિક. સૂત્રાર્થનું પર્યાલોચન કરવું, દઢ વ્રતપણું, શીલગુણાનુરાગ, કાયા તથા વચનના વ્યાપારો આજ્ઞા મુજબ પ્રવર્તાવવા વગેરે સ્વરૂપ બાહ્ય ધર્મધ્યાન છે. તથા સ્વ સંવેદનથી ગ્રાહ્ય અને અન્યો વડે અનુમાન ક૨વા યોગ્ય ધ્યાન આધ્યાત્મિક ધર્મધ્યાન છે. જે આજ્ઞાવિચય વગેરે સ્વરૂપ ચાર પ્રકારનું છે અથવા દશ પ્રકારનું છે.
૧-મૈત્રી આદિ ચાર ભાવના, ૨-આજ્ઞાવિચય વગેરે ચાર ભેદો, ૩-પિંડસ્થ વગેરે ચાર અવસ્થાનું ભાવન. સંમતિપ્રકરણ, કાંડ-૩, ગાથા-૬૩ (ધ્યા. શ. ગાથા. ૬૨, ટિપ્પન)
ધ્યાનશતક-ગાથા-૬૩ ટિપ્પન ધર્મધ્યાનના ધ્યાતાનું સ્વરૂપ
કામ અને ભોગોને વિશે વિરાગ ભાવ ધરનાર શરીરની સ્પૃહાનો પણ ત્યાગ કરનાર સ્થિર થયેલા ચિત્તવાળો
શ્રેષ્ઠ એવી સંયમની ધુરાનો પ્રાણનાશ થાય તો પણ ત્યાગ નહિ કરનાર
આત્મવત્ અન્ય જીવોને જોનાર
પોતાના સ્વરૂપની બહાર નહિ જનાર
ઠંડી, ગ૨મી વગેરેથી અકળામણને નહિ પામનાર
યોગરૂપી અમૃતના ૨સાયનને પીવાથી લાલસાવાળો
રાગ વગેરે ભાવોને નહિ સ્પર્શનાર
ક્રોધ વગેરે કષાયોથી અદૂષિત આત્મરમણતામાં મનવાળો સર્વકાર્યોમાં નિર્લેપ
Jain Education International 2010_02
ध्यानशतकम् zara
-
-
સંવેગરૂપી સરોવરમાં ડૂબેલો સર્વત્ર સમભાવને ધારણ કરનાર
રાજા કે રંક પ્રત્યે એક સમાન કલ્યાણની કામનાવાળો અપરિમિત કરૂણાનું પાત્ર
સંસારના સુખથી દૂર રહેનાર મેરૂપર્વતની જેમ નિષ્ણકંપ
ચંદ્રની જેમ આનંદ આપનાર
પવનની જેમ સંગ રહિત
સુંદર બુદ્ધિવાળો
મન અને ઈન્દ્રિયોના જયથી નિર્વિકાર બુદ્ધિવાળો
શાંત
દાંત
સ્થિતપ્રજ્ઞ
For Private & Personal Use Only
www.jainelibrary.org