Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ગ્રન્થવિષય
જેમાં આપત્તિઓ એ જળચર જીવો સમાન છે, જેમાં મોહ એ આવર્ત સમાન છે, જે અજ્ઞાનરૂપી પવનથી પ્રેરિત સંયોગ-વિયોગ સ્વરૂપ તરંગોવાળો છે, જે અનાદિ અનંત છે તથા
જે અશુભ છે. (ગા. પક-પ૭) (૭) સંસાર સાગરને તરવા સમર્થ નિષ્પાપ એવા ચારિત્રરૂપ જહાજને વિચારે કે,
સમ્યગ્દર્શન જેમાં સુંદર બંધન સમાન છે, જ્ઞાનસ્વરૂપ જેમાં ખલાસી (સુકાની) છે, સંવર વડે જેના છિદ્રો પૂરાયેલા છે, તપરૂપ પવન વડે જેનો વેગ શીઘ કરાયો છે, વૈરાગ્યરૂપ માર્ગમાં જે રહેલું છે, દુર્ગાનરૂપ મોજાઓથી જે અક્ષોભ્ય છે, અમૂલ્ય એવા શીલાંગ રત્નોથી છે ભરપૂર છે અને
મુનિ રૂપી વેપારીઓ, જેમાં બેઠેલા છે. (ગા. ૫૮-૫૯-૬૦) (૮) ત્રણ રનના વિનિયોગ સ્વરૂપ (દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ રત્નના વિનિયોગથી
મુક્તિસુખ ઉત્પન્ન થતું હોવાથી), એકાંતિક, નિરાબાધ, સ્વાભાવિક, નિરૂપમ, અક્ષય
એવું સુખ જ્યાં છે એવા મોક્ષનગરને વિચારે. (ગા. ૯૧) (૯) જીવ વગેરે પદાર્થોના વિસ્તારથી યુક્ત અને સર્વનયના સમૂહ સ્વરૂપ સર્વ સિદ્ધાંતના
અર્થને વિચારે. (ગા. ૧૨)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org