Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
५४
જુઓ પત્તનસ્થ-પ્રાચ્ય જૈન ભાંડાગારીય ગ્રંથસૂચી (ગા.ઓ.સિ. પૃ. ૩૩૫)
વિ.સં. ૧૧૭૪માં મુનિચંદ્રસૂરિએ હરિભદ્રસૂરિના ઉપદેશપદ ગ્રંથની વૃત્તિ રચતાં તેમની પ્રશંસા ઉચ્ચારી છે. વિ.સં. ૧૧૭૪માં વાદી દેવસૂરિએ સ્યાદ્વાદ રત્નાકરના પ્રારંભમાં શ્રી સિદ્ધસેન સાથે શ્રી હરિભદ્રસૂરિ સંસ્મરણ કર્યું છે
-
“श्री सिद्धसेन - हरिभद्र-मुखाः प्रसिद्धास्ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः । येषां विमृश्य सततं विविधान् प्रबन्धान्, शास्त्रं चिकीर्षति तनुप्रतिभोऽपि मादृक् ।। '
''
ध्यानशतकम्
azaraza
ભાવાર્થ : સિદ્ધસેન હરિભદ્રસૂરિ વગેરે તે પ્રસિદ્ધ સૂરિઓ મારા પર પ્રસાદ કરનારા થાઓ, જેમના વિવિધ પ્રબંધોને નિરંતર વિચારીને મારા જેવો અલ્પ પ્રતિભાવાળો પણ શાસ્ત્ર કરવાને ઈચ્છે છે.
વિક્રમની ૧૨મી-૧૩મી સદીમાં થયેલા સુપ્રસિદ્ધ શ્રી હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનમાં ‘સમસ્ત ફલાંત ઈતિવૃત્ત વર્ણનવાળી સમરાદિત્ય જેવી સકલકથા હોય છે.’ તેવો ઉલ્લેખ કર્યો છે.
વિ.સં. ૧૧૯૯માં મહારાજા કુમા૨પાળના રાજ્ય-પ્રારંભમાં કવિ લક્ષ્મણગણિએ દસ હજાર શ્લોક પ્રમાણ પ્રાકૃત શ્રી સુપાર્શ્વનાથ-ચરિતના પ્રારંભમાં જણાવ્યું છે કે -
‘માં સિરિજ્ઞરિમદ્રસ્સ, સૂરિનો નસ્લ મુવળ-રંગમિ ।
વાળી વિસટ્ટ-રસ-ભાવ-મંથરા નથ્ય! મુછ્યું ”
ભાવાર્થ : શ્રી હરિભદ્રસૂરિનું ભદ્ર થાઓ, કે જેની વિકસ્વર ૨સ અને ભાવથી મંથર (સુંદર ગતિવાળી) વાણી (નટી) ભુવનરૂપી રંગ (નાટ્યાલય)માં ચિર કાળથી નૃત્ય કરે છે.
વિ.સં. ૧૧૩૨થી સં. ૧૨૧૧ પર્યંત વિદ્યમાન શ્રી જિનદત્તસૂરિએ પ્રા. ગણધર-સાર્ધ શતકમાં ગાથા પર થી ૫૯માં તેમનાં સંબંધમાં જણાવ્યું છે કે
તત્ત્વરુચિ જે, યાકિની મહત્તરાના વચન-શ્રવણથી પરમ નિર્વેદ પામ્યા. અહંકારવાળા ભવકારાગારમાંથી નીકળી ગયા અને સુગુરુ સમીપ પહોંચ્યા, ગુરુએ કહેલા સૂત્રના ઉપદેશથી સર્વવિરતિ સ્વીકારી, તેમાં રતિ ક૨ના૨ થયા. ગુરુ પારતંત્ર્યથી સારી રીતે જિનમતના જાણકાર થતાં જેમણે ગણિપદ પ્રાપ્ત કર્યું હતું, મદરહિત થઈ જેમણે સ્વ-૫૨-હિત કરવાના મન વડે પ્રક૨ણો કર્યાં. ૧૪૦૦ ચૌદસો પ્રકરણ-કિરણો દ્વારા દોષોને અટકાવનાર હરિભદ્રાચાર્ય જેવા ભદ્રાચાર્ય ઉદય પામતા માર્ગદર્શનથી સુદૃષ્ટિને ભદ્ર થાય છે. સમાન નામથી ભ્રાંતિમાં પડેલા કેટલાક, જેમના પ્રત્યે અસત્યો બોલે છે કે તે (હરિભદ્રસૂરિ) ચૈત્યવાસીથી દીક્ષિત અને શિક્ષિત હતા, પરંતુ તે મત ગીતોનું (જ્ઞાનીઓનું) નથી. જે (કુત્સિત સિદ્ધાંત)ને હણનાર જિનભટના શિષ્ય જિનદત્ત પ્રભુએ કહેલ સૂત્ર-તત્ત્વાર્થ રૂપી રત્નને શિર પર ધારણ કરનાર શેષની જેમ ધરેલ તીર્થને ધરનાર,
Jain Education International. 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org