Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
२६
ध्यानशतकम्
મેળવીને મોકલવા માટે જે રીતે હૃદયની ઉર્મીથી મદદ કરી છે તે અત્યંત અનુમોદનીય છે.
આ ઉપરાંત આ સંશોધન-સંપાદન કરતી વખતે નામી-અનામી અનેક મહાત્માઓ શાસ્ત્રવ્યાસંગી ગૃહસ્થ શ્રાવકો આદિ સહાયક બન્યા છે. મારા શિષ્ય મંડળ અને વિશેષરૂપે મુનિરાજશ્રી મંગલયશ વિજયજીએ આ માટેનો જે સઘન અને સુંદર પરિશ્રમ કર્યો છે. તે સહુ જ્ઞાનાવરણીયાદિ કર્મનિર્જરાના સોભાગી બન્યા છે, તેની હું સવિશેષ અનુમોદના કરું છું.
મને પણ આ ગ્રંથના અધ્યયન, અધ્યાપન, પ્રવચન કરણ, સંશોધન અને સંપાદનની પુણ્યપળોમાં અપાર પ્રસન્નતાની જે અનુભૂતિઓ થઈ છે, તેને શબ્દદેહ આપવો અસંભવ છે. આ પ્રસંગે ધ્યાન દ્વારા મોક્ષ' સૂત્રના મહાઉદ્ગાતા શ્રી તીર્થંકરદેવો, શ્રી ગણધરદેવો, ચૌદ આદિ પૂર્વધરો, વિશિષ્ટ શ્રુતધર સૂરિ-વાચક-મુનિવરો, ધ્યાનશતકના રચયિતા પૂ.આ.શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી મહારાજા, ટીકાકાર મહર્ષિ સૂરિપુરંદર પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, અધ્યાત્મસારમાં ધ્યાનને સવિશેષ સ્થાન-માન આપતા મારા પરોક્ષ ગુરુદેવ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ પૂ.મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર આદિ મહાપુરુષોને સ્મરણપથમાં સંસ્થાપિત કોટિ કોટિ વંદન કરું છું. તો વળી મને સર્બોધ ચક્ષુનું દાન કરી અનાદિનું અંધત્વ દૂર કરનાર દીક્ષાયુગપ્રવર્તક, પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાળતપાગચ્છાધિપતિ પૂજ્યપાદ ભાવાચાર્યભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અનુગ્રહ ધારા નિરંતર વરસી રહી છે. આવો અનુભવ મેં સતત કર્યો છે અને કરી રહ્યો છું. તેઓશ્રીમદ્રની પરમ કૃપાથી આ મહત્કાર્ય અલ્પાવધિમાં પૂર્ણ થયું છે.
મારા પરમતારક ગુરુદેવ શ્રી વર્ધમાનતપોનિધિ, પ્રવરતપસ્વી, સતત સ્વાધ્યાયમગ્ન, આશ્રિતજન કલ્યાણકાંક્ષી, સૌને સુવિશુદ્ધ સંયમી બનાવી શિવસુખના સ્વામી બનાવું એવી ભવ્ય ભાવનામાં દિન-રાત તલ્લીન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના પ્રત્યક્ષ સાંનિધ્યમાં આ સંશોધન-સંપાદન થયું છે. એનો પણ એક અદકેરો આનંદ છે.
સૌ કોઈ ધ્યાનનો દિવ્ય પ્રકાશ પામે, ધ્યાનના નામ માત્રને જોઈ જ્યાં ત્યાં જઈ ધ્યાનાભાસના રવાડે ચડી આત્માની વિડંબના નોંતરતાં અટકે, પરમાત્માના શાસનનું સુવિશુદ્ધ “ધ્યાન” પોતપોતાની ભૂમિકા અને અધિકાર મુજબ આરાધે અને એના દ્વારા વિપુલ ઝડપી કર્મનિર્જરા સાધી એના યોગે ઉપર ઉપરની ધ્યાન ભૂમિકાઓના અધિકારી બની, તે તે ધ્યાનોને આત્મસ્થ બનાવી એના સંપૂર્ણ ફળરૂપે ક્ષપકશ્રેણી-ઘાતિકર્મનો નાશ-કેવલજ્ઞાનાદિની પ્રાપ્તિ અને અઘાતિ કર્મનો ક્ષય સાધી સંપૂર્ણ, શાશ્વત, સ્વાધીન મુક્તિ સુખના ભોક્તા બને એ જ શુભાભિલાષા. વિ.સં. ૨૦૬૫,
જૈન શાસન શિરતાજ , દીક્ષાયુગપ્રવર્તક, સુવિશાળ તપાગચ્છાધિરાજ ભાદરવા વદ-૧૪
પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પૂ.આ.શ્રી વિજય
શિષ્યરત્ન વિશસ્થાનકતપપ્રભાવક, વર્ધમાનાદિ અનેક તપોના સિદ્ધિસૂરીશ્વરજી
નિધાન, જપયોગ - સ્વાધ્યાયયોગમગ્ન પૂજ્યપાદ આચાર્યદેવ (બાપજી) મહારાજાની ૫૦મી સ્વર્ગારોહણ તિથિ.
શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજનો વિનય શેઠ શ્રી મોતિશા લાલબાગ
આચાર્ય વિજય કીર્તિયશસૂરિ. ભૂલેશ્વર, મુંબઈ
Jain Education International 2010 02
For Private & Personal Use Only
www.jainelibrary.org