Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
२४
રે રે
ત્યાં ટિપ્પણમાં તથા પરિશિષ્ટમાં સમાવેશ કર્યો છે. ધ્યાનના સ્વામી કોણ ? આ પદાર્થ સ્પષ્ટ કરવા જરૂરી ગ્રંથોનો સમાવેશ કરવાપૂર્વક શ્વેતાંબર આમ્નાય માન્ય ધ્યાનના સ્વામીની સ્પષ્ટતા કરવામાં આવી છે.
ध्यानशतकम्
બીજા ખંડમાં અનેક પરિશિષ્ટો ગ્રહણ કરવામાં આવ્યાં છે, જે અનુક્રમણિકા જોતાં ખ્યાલ આવશે. તે પૈકી વિશેષતા જોવા જઈએ તો...
પરિશિષ્ટ-૧માં પૂ.આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ધ્યાનશતકટીકામાં આવતા જે જે પદાર્થો જોવા માટે પોતાની આવશ્યક નિર્યુક્તિ ઉપરની ટીકા જોવાનો નિર્દેશ કરેલ છે, તે પદાર્થો જેવા કે સમ્યક્ત્વના અતિચારો, લોકનું સ્વરૂપ તથા પાંચક્રિયાનું સ્વરૂપ ગ્રહણ કરેલ છે. તો આ જ પરિશિષ્ટમાં રૌદ્રધ્યાન માટે સૂચવેલ કાલસોકરિકનું કથાનક યોગશાસ્ત્ર પ્ર-૨, ગા. ૩૦, ના આધારે ગ્રહણ કરેલ છે.
પરિશિષ્ટ-૨માં ધ્યાનશતક ઉપરની પાંચ ટીકા વગેરેનો સમાવેશ કરેલ છે. જેમાં C સંજ્ઞક ધ્યાનશતક અર્થલેશ હજુ સુધી અપ્રગટ છે, તે ઉપરાંત આગમિકગચ્છીય આચાર્ય શ્રી તિલકસૂરિજી મ૦ કૃત આવશ્યક લઘુટીકા જે પણ અપ્રગટ છે. (જેનું કાર્ય મુનિરાજશ્રી પુણ્યકીર્તિવિજયજી ગણિવર્ય દ્વારા ચાલુ છે અને પહેલો ભાગ સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઈ ગયેલ છે.) તેનો પણ સમાવેશ કરેલ છે. એ ઉપરાંત પૂ. ધીરસુંદરગણિકૃત અવસૂરિનો પણ સમાવેશ કર્યો છે. આ અવસૂરિનો પ્રથમ ભાગ છપાયેલ મળ્યો પણ બીજો ભાગ તપાસ કરવા છતાં કોઈ ભંડારમાંથી મળ્યો નહિ. તેથી આ. શ્રી કૈલાશસાગરસૂરિ જ્ઞાનભંડાર કોબાની (પ્રત નં. ૩૪૮૭) હસ્તલિખિત પ્રત મેળવી તેના આધારે તૈયાર કરેલ પાઠ લીધેલ છે. જ્યાં જ્યાં પ્રતમાં પંક્તિઓ રહી ગઈ જણાઈ તે હારિભદ્રીય ટીકાના આધારે પૂર્ણ કરેલ છે. જેને ચોરસ કૌંસમાં ૨જુ કરેલ છે. આ પ્રત લગભગ હારિભદ્રીય ટીકાનો સંક્ષેપ હોય તેવું જણાય છે.
પરિશિષ્ટ-પમાં આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીય ટીકા ઉપરના વિષમપદપર્યાયનો સમાવેશ કરેલ છે. જે અદ્યાપિ અપ્રગટ છે. જેની એક પ્રત પાટણ-ભંડારમાંથી તથા બીજી પ્રત કોબા ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. તે ઉપરાંત આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ. પાસેથી આગમસંશોધક પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે તૈયા૨ કરેલ પ્રેસકોપી મળેલ છે, જે પાટણ ભંડારમાંથી મળેલ ત્રણ હસ્તલિખિત પ્રતોને આધારે તૈયાર કરેલી હતી. પાટણ તથા કોબા બંન્નેમાં વિષમપદો ભિન્ન ભિન્ન મળતાં અમે બંને પ્રતોનો સમાવેશ કરેલ છે. પાટણથી મળેલ હસ્તલિખિત પ્રતો પૈકી એક પ્રત સં. ૧૬૫૩ વર્ષે, જેઠ સુદ-૧૨ બુધવારે લખાયેલ છે તો બીજી પ્રત સં. ૧૬૪૪ વર્ષે પોષ સુદ-૧૫ બુધવારે લખાયેલ છે. પાટણની ત્રીજી પ્રતમાં તેમજ કોબાથી મળેલ પ્રતમાં લેખન સંવત વગેરેનો ઉલ્લેખ જોવા મળેલ નથી.
પરિશિષ્ટ-૭માં સંબોધપ્રકરણ તથા અધ્યાત્મસાર ગ્રંથ ગ્રહણ કરેલ છે. સંબોધ પ્રકરણમાં કુલ ૧૦૯ ગાથા ગ્રહણ કરેલ છે. જે વધારાની ચાર ગાયા છે. તે પૈકી ત્રણ ગાથા ધ્યાનશતકની ટીકામાં આવે છે. તથા ચોથી ગાથા ધર્મધ્યાનના ચાર ભેદને સૂચવનારી છે. જે ધ્યાનશતકની પ્રાપ્ત થયેલ કેટલીક હસ્તલિખિત પ્રતોમાં મૂળ ગાથા તરીકે જોવા મળે છે. વિશેષ નોંધવા લાયક બાબતરૂપે અધ્યાત્મસાર ગ્રંથમાં પણ ધર્મધ્યાનના ચાર ધ્યાતવ્ય પૈકી સંસ્થાનવિચય ધર્મધ્યાનને સવિશેષપણે જણાવવામાં આવેલ છે.
પરિશિષ્ટ-૮માં દર્શનરત્નરત્નાકર ગ્રંથનો ધ્યાનવિભાગ સમાવેશ કરેલ છે. જેમાં ગદ્ય ભાષામાં જાણે ધ્યાનશતક ગ્રંથ જ ક્રમસર ગ્રહણ કર્યો હોય તેવું જણાય છે. તેમાં અમુક પંક્તિઓ ન જણાતાં તે માટે હસ્તલિખિત પ્રતોનો આધાર લેતાં તે અપ્રગટ પંક્તિઓ મળી ગઈ છે. તે માટે આ. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org