Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ध्यानशतकम्
zazazazazataža
zatatatata
વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાએ સ્વોપજ્ઞ ‘નવતત્વસંગ્રહ' ગ્રંથમાં સ્વરચિત સવઈઆ ઈકતિસા છંદમાં ધ્યાનશતક ગ્રંથના પદાર્થોને સંગૃહીત કર્યા છે. આ સિવાય પણ અનેક ગ્રંથોમાં ધ્યાનશતકગ્રંથના પદાર્થોને પોત-પોતાની ભાષામાં ઢાળવામાં આવ્યા છે. જે પ્રસ્તુત પ્રકાશનના બંને ભાગને જોતાં ખ્યાલ આવશે.
२२
આર્તધ્યાન વગેરે ચારે ધ્યાનોનું વર્ણન જોવા જઈએ તો સૌ પ્રથમ આગમોમાં સ્થાનાંગસૂત્ર, ભગવતીસૂત્ર, ઔપપાતિકસૂત્ર, આવશ્યકસૂત્ર, પયજ્ઞા, બૃહત્કલ્પસૂત્ર વગેરેમાં જોવા મળે છે. ત્યાર બાદ આગમોની નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિ, ટીકા વગેરેમાં વિશેષે જોવા મળે છે. એ ઉપરાંત તત્ત્વાર્થસૂત્ર, તત્વાર્થભાષ્ય, તત્વાર્થસૂત્રની અનેક ટીકાઓમાં, પ્રશમરતિ, અધ્યાત્મસાર, સંવેગરંગશાળા, પ્રવચનસારોદ્વાર, યોગબિંદુ, સંમતિતર્કની વાદમહાર્ણવટીકા, સંબોધપ્રકરણ, ગુણસ્થાનમારોહ, શ્રાદ્ધદિનનૃત્ય, યોગશાસ્ત્ર, લોકપ્રકાશ જેવા અઢળક ગ્રંથોમાં ચારે ધ્યાનનું વિસ્તારથી-સંક્ષેપથી વર્ણન જોવા મળે છે.
આ ગ્રંથના સંપાદન કાળમાં અમારા ખ્યાલમાં આવ્યા તેટલા ગ્રંથોની નામાવલી અમે પ્રસ્તાવનામાં મૂકેલ છે. આ ઉપરાંત બીજા અનેક દૃષ્ટિકોણથી ગ્રંથની તથા ગ્રંથના પદાર્થની વ્યાપકતા અને ગહનતા સ્પષ્ટ થાય અને એની વિશેષતા ખ્યાલમાં આવે તે રીતે ગ્રંથની પૂર્વભૂમિકામાં પ્રસ્તાવના વગેરે રૂપે તે તે લખાણ ગ્રહણ કરેલ છે.
ખરેખર, જોવા જઈએ તો આજથી કેટલાક વર્ષ પૂર્વે જ્યારે આ મહાન ગ્રંથ ઉપર પ્રવચનો કરવાના થયાં તે વખતે જ આ ગ્રંથનું પુનઃ સંપાદન કરવાની ભાવના થઈ હતી પણ એથી વધુ અન્ય કાંઈ વિશેષ કાર્ય કરવાની ત્યારે ગણતરી ન હતી. ત્યાર બાદ લગભગ ત્રણ વર્ષે અમદાવાદમાં ચાતુર્માસ ક૨વાનું થયું તે વખતે સંયોગો સાનુકૂળ જણાતાં આ કાર્ય શરૂ કર્યું. ત્યારે તેવું વિચાર્યું હતું કે આર્તધ્યાન વગેરે ચારે ધ્યાનનું વર્ણન જે જે વિશિષ્ટગ્રંથોમાં આવતું હોય તે તે ગ્રંથોની રજૂઆતો ટિપ્પણ રૂપે ગ્રંથમાં સમાવવી અને તે ઉદ્દેશથી કાર્ય ચાલુ કર્યું. આગળ જતાં વિચાર ઉદ્ભવ્યો કે સંપાદનની સાથોસાથ હસ્તલિખિત પ્રતોને આધારે જો સમગ્ર ગ્રંથ શુદ્ધ થઈ જતો હોય તો સાધક વર્ગને વધુ ઉપયોગી બનશે. તે વખતે ત્રણ પ્રકાશકો તરફથી છપાયેલ ધ્યાનશતક ગ્રંથની આવૃત્તિઓ હાથમાં આવી. (૧) ઋષભદેવ કેશીમલ સંસ્થા તરફથી છપાયેલ આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીય ટીકા અંતર્ગત ધ્યાનશતક ટીકા, (૨) વિનયભક્તિસુંદ૨ચ૨ણ ગ્રંથમાળા તરફથી પ્રકાશિત ધ્યાનશતક ગ્રંથ, (૩) પં. બાલચન્દ્રશાસ્ત્રી સંપાદિત ધ્યાનશતક ગ્રંથ, ત્રણે ગ્રંથો જોતાં ખ્યાલ આવ્યો કે આ ગ્રંથનું હસ્તલિખિત પ્રતોને આધારે શુદ્ધિકરણ કરવું જરૂરી છે. તેથી તે માટે પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, ખંભાત-અમરશાળા જૈન જ્ઞાનભંડાર, કોબા શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, L.D. Institute of Indology અમદાવાદ, ભાંડારકર Ori. Re. Insti. પૂના, ડહેલાનો ઉપાશ્રય અમદાવાદ વગેરે અનેક હસ્તલિખિત ભંડારોમાંથી પ્રતો મેળવવાનું શરૂ કર્યું. તે માટે તે તે ભંડા૨ોનો, વિદ્વાન આચાર્ય શ્રી વિજય મુનિચંદ્રસૂરિજી મ.નો, વિદ્વાનમુનિ શ્રી વૈરાગ્યરતિ વિજયજીનો, વિદુષી સા. ચંદનબાળાશ્રીજીનો, અને કેટલાક શ્રુતપ્રેમી શ્રાવકોનો સારો સહયોગ સાંપડ્યો. જેના કારણે અત્યંત સરળતાથી તે તે હસ્તપ્રતો મળી. તે દરેક પ્રતોનો પરિચય અમે ભૂમિકામાં આપેલ છે. આ બધી પ્રતોને આધારે ચીવટપૂર્વક ગ્રંથને શક્ય તેટલો શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો અને જે જે પાઠોના અન્ય પાઠાંતરો જણાયાં. તેને ટિપ્પણ સ્વરૂપે પ્રસ્તુત પ્રકાશનના પ્રથમ ભાગના અંતે પરિશિષ્ટરૂપે આપેલ છે. આ વિભાગનું સૂક્ષ્મક્ષિકાથી નિરીક્ષણ કરવાથી
Jain Education International. 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org