Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
સંપાદકીય
२३
ખ્યાલ આવશે કે આવશ્યક નિર્યુક્તિ-હારિભદ્રીયટીકા-અંતર્ગત ધ્યાનશતકગ્રંથમાં કેટકેટલા શુદ્ધ પાઠો સાંપડ્યા છે, જેના દ્વારા પદાર્થોનું સારૂ સ્પષ્ટીકરણ થવા પામ્યું છે.
જેમ જેમ હસ્તલિખિત પ્રતો મળતી ગઈ તેમ તેમ શુદ્ધિકરણનું કાર્ય ચાલતું રહ્યું અને સાથોસાથ તુલનાત્મક ટિપ્પણનું નોંધણીકાર્ય પણ ચાલતું રહ્યું. તે કાર્ય કરતી વખતે એવો વિચાર જન્મ્યો કે જો શ્વેતાંબર માન્ય સર્વ ગ્રંથો પૈકી જે જે ગ્રંથોમાં આર્તધ્યાન વગેરે ચારે ધ્યાનનું વર્ણન આવે છે તે દરેક ગ્રંથોમાંથી ચારે ધ્યાનનો પદાર્થ અત્રે ગ્રહણ કરવામાં આવે તો ચાર ધ્યાનના સ્વરૂપ વર્ણન માટે આ ગ્રંથ એક મહત્ત્વનો આધાર સ્ત્રોત બની જાય. ત્યાર બાદ તે વિચારને સાકાર કરવાનું કાર્ય પણ ચાલુ કર્યું.
ધ્યાનશતક ગ્રંથ આવશ્યક નિર્યુક્તિ પરની શ્રી હારિભદ્રીય ટીકામાં હોઈ આવશ્યક નિર્યુકિત ઉપર જેટલી ટીકાઓ મળે છે તે દરેક ટીકામાં પણ ધ્યાનશતક ગ્રંથની ટીકા સંગ્રહીત કરાયેલી છે. તેથી તે ટીકાઓનો પણ અત્રે સમાવેશ કરાયો. સાથો સાથ આવશ્યક નિર્યુક્તિ ઉપરનું જે જે સાહિત્ય હજુ સુધી અપ્રગટ હતું. તેની પણ હસ્તલિખિત પ્રતો મેળવી સંપાદનનું કાર્ય કર્યું, જેમાં આવશ્યક નિર્યુક્તિની-તિલકાચાર્યકૃત લઘુટીકા, આવશ્યક નિર્યુક્તિની ધીરસુંદરગણિકૃત અવસૂરિ, આવશ્યક નિર્યુક્તિની હારિભદ્રીય ટીકા-વિષમપદ પર્યાય વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જેમાં મુખ્યત્વે ધ્યાનશતકના અને ધ્યાનને લગતા પદાર્થોનો જ સમાવેશ કરાયો છે તેવા - ધ્યાનશતકનો અજ્ઞાતકૃત અર્થલેશ, ત્રિષષ્ટિધ્યાનકથાનકકુલક, ધ્યાનસ્વરૂપપ્રબંધ વગેરે સંસ્કૃત-પ્રાકૃતગુજરાતી ગ્રંથોનું પણ હસ્તલિખિત પ્રતોને આધારે સંશોધન કરાયું.
ત્યાર બાદ શ્વેતાંબર આમ્નાયની જેમ દિગંબર સંપ્રદાય માન્ય ચારે ધ્યાનનું વિવરણ પણ અત્રે સંગ્રહીત કરવાનું નક્કી કર્યું, પણ તેમ કરતાં ગ્રંથનું કદ ઘણું વધી જાય તેવું જણાતાં ભિક્ષુ ક્ષુલ્લકવર્ણી સંપાદિત જૈનેન્દ્ર સિદ્ધાંતકોશને આધારે દિગંબર માન્ય ધ્યાનનું વર્ણન પરિશિષ્ટોમાં લીધું છે. તેમાં જે પદાર્થો લીધા છે. તે પૈકી કેટલાક પદાર્થો જેવા કે સ્ત્રીઓને શુક્લધ્યાન ન સંભવે વગેરે આગમ માન્ય નથી. આ રીતે શ્વેતાંબર આમ્નાય તથા દિગંબર સંપ્રદાય માન્ય આર્તધ્યાન આદિ ચારે ધ્યાનનું વર્ણન ભિન્ન ભિન્ન ગ્રંથોને આધારે ગ્રહણ કરાયું છે.
આ ઉપરાંત ધ્યાનશતક ગ્રંથટીકાની શૈલી, સંપૂર્ણ ગ્રંથનો વિષય Charts રૂપે, જે જે ગ્રંથોમાં વિશેષ પદાર્થો જણાયાં તેની નોંધ, વિભિન્ન ગ્રંથોને આધારે આર્તધ્યાન-રૌદ્રધ્યાનના ચાર-ચાર પાયાના વિભિન્ન નામો, ગ્રંથકર્તા અંગે સ્પષ્ટતા, ગ્રંથ પ્રમાણ અંગે સ્પષ્ટતા, ધ્યાનશતક ગ્રંથની અન્ય ગ્રંથો સાથેની તુલના વગેરે પણ આ ગ્રંથમાં જોવા મળશે.
પ્રસ્તુત ગ્રંથ બે ખંડમાં વહેંચવામાં આવ્યો છે. જે પૈકી પ્રથમ ખંડમાં મૂળ સટીક ગ્રંથ, હસ્તલિખિત પ્રતોને આધારે પાઠાંતરો તથા ગ્રંથનો પદાર્થ વધુ સ્પષ્ટ થાય તે માટે જરૂરી ટિપ્પણોનો સમાવેશ કરાયો છે. ટિપ્પણ તથા પરિશિષ્ટોમાં શ્વેતામ્બર માન્ય છે જે ગ્રંથોમાં ધ્યાનનો વિષય ગ્રહણ કર્યો હોય તેવું જણાયું તે ગ્રંથોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. ટિપ્પનમાં ચૂર્ણિ, વિષમપદ વ્યાખ્યા, અવચૂરિ વગેરેમાં ગ્રહણ કરેલ વિશેષ પદાર્થ પણ ગ્રહણ કરેલ છે. જે જે પદાર્થમાં દિગંબર માન્યતા ભિન્ન પડે છે તે તે સ્થાને દિગંબર માન્ય ગ્રંથોનો પણ સમાવેશ કર્યો છે. અમુક સ્થાનોમાં શુભાર્ણવ, તત્ત્વાનુશાસન વગેરે દિગંબર ગ્રંથોમાં વિશેષ પદાર્થ જણાતાં તે ગ્રંથોનો પણ ટિપ્પનમાં સમાવેશ કરેલ છે. ટીકામાં જે જે ગ્રંથોની ગાથાની સાક્ષી આપી હોય તેનો
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org