________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
૧૩ કાંઈ પ્રાપ્ત હતું. અહીં આવ્યા પહેલાં તેમની ત્રણ નવલકથાઓ પ્રગટ થઈ ચૂકી ને તેમને યશ પણ ઠીક ફેલાયો હતો. બહેરામપુરમાં બદલી થવા પહેલાં છ માસની રજા લઈને એકવાર દેશની મુસાફરી કરવા નીકળ્યા હતા. બનારસમાં જઈને લગભગ દોઢ માસ રહ્યા હતા. ત્યાં કોઈ બીજું કામ ન હતું. ફક્ત પિતાનાં છપાતાં પુસ્તકોનાં પ્રફ જોતા હતા. તે પછી પાછી બંકિમબાબુ બહેરામપુર ગયા હતા. ત્યાં બહુ દિવસ સુધી રહ્યા. ત્યાં એક બે ઘટનાઓથી બંકિમબાબુને જે કેટલુંક કષ્ટ ઉઠાવવું પડયું હતું; તેમાંની એક ઘટના કર્નલ ડેફિનવાળી આગળ લખવામાં આવી છે. બીજી ઘટના નીચે પ્રમાણે હતી.
એ પ્રસંગે બંકિમની માતા સ્વર્ગવાસી થયાં હોવાથી તેઓ ખૂલે પગે અને ખુલે શરીરે માત્ર બેસજ નાખીને બે એક દિવસ કચેરીમાં ગયા અને તે પછી રજા લઈને ઘેર ગયા. તે વખતે ઇ. આઈ. આરની લુપ લાઈન ખુલી ચૂકી હતી; પણ આજમગંજ યા લાલ ગેલાની લાઇન નહોતી થઈ. આથી બંકિમને નલહાટી સ્ટેશને જઈને ગાડીએ બેસવું પડયું. આ પ્રસંગે તેમને એક મુશ્કેલી સામે થવું પડ્યું. બંકિમે ગાડીમાં પેસતાંજ જોયું કે બે અંગ્રેજ દારૂ પીતા હતા. પાછા ઉતરીને બીજે બેસવાનો વખત ન હતા, અને વળી બીજા વગને બીજે ડબ્બા પણ ન હતો. આથી લાચાર થઈને તેઓ તેજ ડબ્બામાં બેસી રહ્યા.
સાહેબોએ જોયું કે એક ખુલા પગવાળો અને ખુલ્લા શરીરવાળો બંગાળી ગાડીમાં ચઢી બેઠો છે ! તેઓ સમજ્યા કે આ દેશી માણસ ભૂલથી આ ડબ્બામાં ચઢી બેઠો હશે. તેઓ “ઉતર, ઉતર કહીને બૂમ મારવા લાગ્યા.
આગગાડી તે વખતે પૂર જોશમાં ચાલતી હતી. બંકિમે જાણ્યું કે સાહેબ બેઅદબ છે. તેમની સાથે એક નોકર હતો, તે પણ ત્રીજા વર્ગના ડબ્બામાં હતું. બે દારૂના નિશામાં ચકચૂર અગ્રેજોના મુકાબલામાં ક્ષીણુકાય, દુર્બળ બંકિમચંદ્ર એકલાજ હતા; છતાં તેઓ બિલકુલ દબાયા નહિ. દબાવું એ તો તેમના સ્વભાવથીજ વિરુદ્ધ હતું, સ્પષ્ટ અને સુંદર અંગ્રેજીમાં બંકિમે અંગ્રેજોને કહ્યું-“ચાલતી ગાડીએ કેવી રીતે ઉતરાય, તે તો તમેજ પહેલા ઉતરીને બતાવો.” સાહેબોએ જોયું કે આ દેશી તા. બહુ અંગ્રેજી જાણે છે. બંકિમ તેમના તરફ કટાક્ષપૂર્ણ આંખે જોઇને તીવ્ર ભાષામાં તેમની ઝાટકણી કાઢવા લાગ્યા, ત્યારેજ એ સાહેબ લેક ચૂપ થયા. એટલામાં આગલું સ્ટેશન આવી પહોંચતાં બંકિમબાબુ પ્રથમ વર્ગના ડબ્બામાં જઈને બેઠા. ત્યારથી તેઓ બીજા વર્ગમાં મુસાફરી નહતા કરતા. તેઓ કહેતા કે “બીજા વર્ગમાં હલકી કેટિના અંગ્રેજે મુસાફરી કરે છે. માટે આપણું લેકાએ પિતાની મર્યાદા અને પ્રતિષ્ઠા જાળવવા માટે પ્રથમ વર્ગમાં અથવા તે ઈન્ટર વર્ગમાં મુસાફરી કરવી જોઈએ.” - ઈ. ૧૮૭૨ ના વૈશાખ મહીનામાં બંકિમે “બંગદર્શન’ માસિકપત્ર કાઢયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com