________________
( ૭ ) ધર્મ.
ધર્મ (Religion) એટલે શું? કોઈ પણ વિષયસંબંધી વાહ ચલાવતાં પહેલાં, તે વિષય તેમજ તે વાદના સંબંધમાં જે જે પરિભાષા (Terms) વાપરવામાં આવે તેના અર્થ બંને પક્ષે સ્વીકારવાઈએ. આ તે અવશ્ય છે. ત્યારે હવે ધર્મ એટલે શું ? ધર્મ શબ્દની વ્યુત્પત્તિ તપાસતાં, તેનો મૂળ અર્થ, જે કોઈનું ધારણ–ઉધાર કરે તે પડતાં ને ટેકો આપે છે. ધર્મને માટે ઈગરેજીમાં Religion શબ્દ છે, તે લાતીન Religio, Religere, એટલે બાંધવું, એકઠું કરવું, વિચારવું, મનન કરવું, ઈત્યાદી ઉપરથી નિકળે છે. ધર્મ (Religion)ના એ મૂળ અર્થ થયા. પણ એ અર્થને આજે એ શબ્દની વ્યાખ્યા સાથે ભળીનાખવા એ તો કાળદોષ કહે. વાય. કોઈપણ શબ્દ ઘણીવાર પોતાને મળઅર્થે ૨હેતા નથી. જેમ મનુષ્યમંડળમાં સુધારા વધારા (પછી કહે કુધારા બિગાડા) નો સ્વાભાવિક પ્રવાહ છે, તેમજ શબ્દમંડળમાં પણ જાણવું. તે પણ ધર્મ એટલે પહેલાં ધરનાર, અને પછી પડતાંને હાથ આપનાર એ બેવચ્ચે કાંઈ અગમ્ય ભેદ નથી. એથી પણ વધારે સમજી શકાય તે ભેદ Religionના હાલના અર્થમાં અને Religere=વિચારવું, એમાં છે. ધારવું,વિચારવું, મનન કરવું, અને માનવું, એ સઘળા એકજ માનસિક ક્રિયાના જુદા જુદા પ્રવાહ છે. ધારવું એ એક નાનક ખુણામાં વહેલું નાળું હતું. વિચારવું એ એક ઉધરતી નદી થઈ. મનન કરવું અને માનવું એ બંને નદીના વધતા જતા વિસ્તાર; તેઓએ આગળવધતાં સાગર અને મહાસાગરનાં રૂપ લીધાં. પણ એ મહાસાગરનું મૂળ જુવો તો પેલું નાનકડું ખુણે હતું નાળું. આ ક્રિયાને વિદ્વાનો પ્રસારણ (Development) કે પ્રકાશન (Evolution) કહે છે. એને પરિણામ એવું બહુ-અર્થી નામ આપે છે. ધર્મ શબ્દના મૂળઅર્થ તરફ નજર કર્યા પછી, હવે ધર્મ એ હાલ શું દર્શાવે છે તેનો વિચાર કરવો યોગ્ય છે. ધર્મ જેવા અગાધ ભેદના ભંડારવિષે સઘળા મનુષ્ય એકજ વિચાર કરે, એ તો બને જ નહિ. તે પણ જેઓ પિતાની બુદ્ધિ અને વિદત્તાએ આપણાં માનને યોગ્ય થયા છે તેમાંના થોડાક એવિષે શું ધારે છે તે જણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com