________________
પણ ના પાડી શકતા નથી. એમના વચનામૃતને કાંઈક મસાદ આર્ય પ્રજાને પ્રાપ્ત થાય એ મારો મૂળ હેતુ. આ વિષયમાં કર્તાની બુદ્ધિતા તેજસ્વી જેવી છે : ભાષાન્તર કર્તાની શકિત ઝાંખા દિવાસમાન છે. વાણીના વિસ્તારમાં કરૂં તે વિશાળ સાગરસરખા છે: ભાષાન્તરક એક નાના ફૂપજેવા છે. માસ મઅલરના વિચાર અને તેની વાણીને ગુજરાતીમાં ઉતારવાં એ તે મહાસાગરના અપાર વિસ્તારને એક સાંકડી ખાડીમાં વહી જવા સરખું છે. આ કામ એક પ્રકારનું મિથ્યાભિમાન છે--અને જે તે પ્રજાને કશા ઉપગમાં 4 આવે તો મારા સાહસ માટે મને શાસન થયું કહેવાશે. આ પ્રયત્ન મારે મન જાણે એક - ષિરાય પોતાના વિચાર એક બાળકને મેહે પ્રકટ કરતા હોય એવો છે.
ગમે તેમ હ–આ યાનથી મેં તે કાંઈ પૂણ્યપ્રાપ્તિ કરી હોય એમ મને અભિમાન આવે છે. આ લધુ ગ્રંથ, અને એની પાછળ જે સંસ્કૃત, મરેઠી, હિંદી અને તામીલ ભાષાન્તરો મારા હસ્તક બહાર પડશે, એ મારે મન એક પ્રકારનું સર્મપણ છે. મનુષ્ય માત્રને કાંઈ લોભ તે છે જ; મારા લાભ માત્ર આ એક છે. જે આ ભાષાતરથી કઈ ચિત્તભ્રમ આજનને સંસારના સંતાપવએ કાંઈક શાંતિ મળશે તેના પ્રતાપી પૂવજના પકમનું તેને કાંઈ સ્મરણ થશે અને આ બાહ્ય, વિશ્વાત્માનું અવલોકન કરતાં તેના અંતરાત્માને તે સમજી શકશે–છે, પરમાત્મા જે સર્વોત્તમ સત છે, જે અનાદિ, અનંત, અમર છે, જેની આંખના પલકારામાં આ વિશ્વને સઘળે વિસ્તાર કથાપી રહ્યા છે–તે પરમાનંદ પરમાત્માને પિછાનવાનું જે આ અ૮૫ યત્નથી મારા કેઇ આર્યબંને સાધન મળશે અને તમારા મૂળ હેતુ પ્રમાણે) જે અનુપમ આજરમને મનુષ્ય ઈતિહાસના ચમકારામાંના મુખ્ય બે, આર્યધર્મ અને આર્યભાષા, એ બંનેને પોતાનું આખું આયુષ અર્પણ કર્યું છે, તે મહાપ્રતાપી મુનિ માઇસ મઅલરના અનુભવનો કાંઈક સ્પર્શ મારા સ્વદેશી ભાઈઓને થશેતે મારા પવિત્ર આશયને હું પહેઓ એમ માનીશ.
બેહેરામજી મેરવાનજી મલબારી, તા. ૩૧ મી વસેમ્બર ૧૮૮૧. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com