________________
૧. સ્તુતિનો સંકલ્પ
ભક્તામર સ્તોત્ર જૈન પરંપરામાં સર્વમાન્ય સ્તોત્ર છે. શ્વેતામ્બર અને દિગમ્બર – બંને પરંપરાઓ તેનું પઠન અત્યંત શ્રદ્ધાપૂર્વક કરે છે. જીવનમાં અનેક કપરા સંજોગો આવે છે, પરંતુ જ્યાં અધ્યાત્મ હોય છે ત્યાં કોઈ કપરા સંજોગો આવી શકતા નથી. જ્યારે આપણે આત્માની બહાર નીકળીએ છીએ, આત્માની અનુભૂતિથી દૂર થઈએ છીએ, ત્યારે બધા વિપરીત સંજોગો ઉત્પન્ન થાય છે. એક ઉક્તિ બનાવી શકાય કે જ્યારે આપણે અધ્યાત્મમાં રહીએ છીએ ત્યારે સંજોગોના શિકાર બનતા નથી અને જ્યારે શરીરમાં આવીએ છીએ ત્યારે સંજોગોના શિકાર બની જઈએ છીએ.
ન
માણસ હંમેશાં વિપરીત સંજોગોથી બચવાના ઉપાય શોધતો રહે છે. એ ઇચ્છે છે કે, સંજોગો તેને હેરાન ન કરે. આપણી દુનિયામાં અનેક અવરોધો, વિઘ્નો, અપાયો અને સમસ્યાઓ છે. સમસ્યાઓનો પ્રતિકાર કરવા માટે જરૂર છે મનોબળની. મનોબળશૂન્ય વ્યક્તિ સંજોગોનો પ્રતિકાર કરી નથી શકતી. તે હીન ભાવનામાં ચાલી જાય છે. એવું કોઈ વ્યક્તિત્વ નથી કે જેની સામે મુશ્કેલી અને સમસ્યાઓ ન આવે. જો ના આવે તો માનવું જોઈએ કે એનું હોવું અથવા ન હોવું બંને સમાન છે. મહાન વ્યક્તિ એ છે કે જે સંજોગો સામે ઝઝૂમે છે, એનો સામનો કરે છે. એ મનોબળ દ્વારા એવા સંજોગોમાંથી પાર ઊતરી જાય છે, સંકટની વૈતરણીને તરી જાય છે. એની સામે પાર જઈને તે ઉલ્લાસ, શાંતિ અને સુખનો શ્વાસ લે છે. સંકટની વૈતરણીને તરવા માટે એક નાવ જોઈએ, કોઈક આધાર જોઈએ, જેના દ્વારા સામે પાર જઈ શકાય. આચાર્યોએ આધાર માટે સ્તોત્રને આલમ્બન બનાવ્યું છે. જૈન પરંપરા, બૌદ્ધ પરંપરા, વૈદિક પરંપરા અને ઈસ્લામ પરંપરા - તમામ પરંપરાઓમાં અનેક સ્તોત્રોની રચના થઈ છે. અનેક મંત્રો રચાયા છે. તેમના આધારે અનેક સમસ્યાઓને પાર કરી, વિઘ્નો અને
ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ – ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org