Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સમુદ્રપાલીય
[ ૩]
માર્ગથી મોટા-મોટા વહાણો દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે માલની લેવડ-દેવડ કરતો હતો. એક સમયે તે જળમાર્ગથી મુસાફરી કરતાં-કરતાં તે સમયના વ્યાપાર માટે પ્રસિદ્ધ એવા પિહુંડ નગરમાં આવી પહોંચ્યો અને ત્યાં તેણે પોતાનો વ્યાપાર જમાવ્યો. સમુદ્રપાલનો જન્મઃ
पिहुंडे ववहरंतस्स, वाणिओ देइ धूयरं ।
तं ससत्तं पइगिज्झ, सदेसमह पत्थिओ ॥ શબ્દાર્થ-વિહુકે પિહુડનગરમાં વવદરત= વેપાર કરતાં પાલિતને વળ= કોઈવેપારીએ ધૂયર = પોતાની કન્યા રે = આપી(પરણાવી) દ = કેટલાક સમય પછી તં સત્ત = પોતાની તે ગર્ભવતી સ્ત્રીને પ = સાથે લઈને સન્ન = પોતાના દેશ તરફ પબ્લ્યુિ = જવા માટે નીકળ્યો. ભાવાર્થ:- તે પિહુડનગરમાં વેપાર કરતો હતો ત્યારે કોઈ એક વેપારીએ પોતાની દીકરી તેને પરણાવી. થોડા દિવસ પછી ગર્ભવતી પત્નીને લઈને તે પોતાના દેશમાં જવા માટે નીકળ્યો. | મા પાસિયસ પરળ, સમુદ્દષ્પિ પસંવ
अह दारए तहिं जाए, समुद्दपालि त्ति णामए ॥ શબ્દાર્થ – અર= સમુદ્રમાં યાત્રા કરતાં વળી = પત્નીએ પવિફ = પ્રસવ કર્યો, જન્મ આપ્યોતહિં સમુદ્રમાં વાર = બાળકનો નાશ = જન્મ થયો અ૬ = તેથી ગામનું તેનું નામ સમુનિ ત્તિ = સમુદ્રપાલ રાખ્યું ભાવાર્થ :- સમુદ્રની યાત્રા દરમ્યાન પાલિત શ્રાવકની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. સમુદ્ર યાત્રામાં જન્મ થવાથી તેનું નામ “સમુદ્રપાલ” રાખ્યું. વિવેચન - વાળિો ઃ “ય - વણિકે પોતાની કન્યા તેને દીધી. પિહુંડ નગરમાં ન્યાય નીતિપૂર્વક વ્યાપાર કરતા પાલિત શ્રાવકના ગુણોથી આકર્ષિત થયેલા ત્યાંના નિવાસી કોઈ એક વણિકે પોતાની કન્યાનો વિવાહ પાલિતની સાથે કરાવ્યો. સમુદ્રપાલનો ઉછેર તથા પાણિગ્રહણ:
खेमेण आगए चंपं, सावए वाणिए घरं ।
संवड्डइ घरे तस्स, दारए से सुहोइए ॥ શબ્દાર્થ – હેમેન = ક્ષેમકુશળ રીતે પ = પોતાના ઘરે સુણોરૂપ = સુખોચિત તસ = તે શ્રાવકના ઘરે ઘરમાં સંવાડ = મોટો થવા લાગ્યો. ભાવાર્થ - તે શ્રાવક ક્ષેમકુશળ રીતે પોતાના ઘરે ચંપાનગરીમાં આવી ગયો અને તે બાળક(સમુદ્રપાલ) સુખપૂર્વક મોટો થવા લાગ્યો.
बावत्तरी कलाओ य, सिक्खिए णीइकोविए । जोवण्णेण य संपण्णे, सुरूवे पियदसणे ॥