Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મોક્ષમાર્ગ ગતિ
૧૪૯
૨૮
સમ્યગદર્શનને પુષ્ટ કરનાર તત્ત્વો:। परमत्थसंथवो वा, सुदिट्ठपरमत्थ सेवणा वा वि ।
वावण्ण कुदसण वज्जणा, य सम्मत्त सद्दहणा ॥ શબ્દાર્થ:- પરમFથવો = પરમ અર્થનો સંસ્તવ-પરિચય, જીવાદિ તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેનું મનન કરવું હૃપમન્થવ = સુદષ્ટ પરમાર્થ સેવન. જેમણે પરમ અને સારી રીતે જાણ્યો છે તેવા આચાર્ય આદિની સેવા કરવી વાવ = સમ્યકત્વથી પતિત થયેલા, વ્યાપન્ન ગુરુવંસ = કુદર્શની, મિથ્યાદર્શની, વાણT = ત્યાગ કરવો સમર સદા = સમ્યત્વની શ્રદ્ધાન છે. ભાવાર્થ:- આત્મા, જીવાદિ તત્ત્વો અને જિન પ્રવચન રૂપ પરમ અર્થનો સારી રીતે પરિચય કરવો; પરમ અર્થને પ્રાપ્ત કર્યો છે, તેવા આચાર્ય આદિની સેવા કરવી; સમ્યકત્વથી પતિત થયેલાની અને મિથ્યાદર્શનીની સંગતિનો ત્યાગ કરવો, તે સમ્યકત્વની શ્રદ્ધાન છે. વિવેચન :
છદ્મસ્થાવસ્થામાં સમ્યગુદર્શનના પરિણામ પરિપક્વ બનતા રહે છે તેમજ ફરીથી પરિવર્તિત પણ થતાં રહે છે. તે માટે સૂત્રકારે સાધકોને હિત શિક્ષા આપી છે. પુરણલ્પ સંઘવો - પરમાર્થ સંસ્તવ. પરમ અર્થ એટલે આત્મા, જીવાદિ નવ તત્ત્વ, જિન પ્રવચન, મોક્ષમાર્ગ. સંસ્તવ એટલે પરિચય કરવો, સ્તુતિ કરવી. તેથી પરમાર્થ સંસ્તવનો અર્થ– આત્મ સ્વરૂપનો, જીવાદિ નવ તત્ત્વોનો અને જિનપ્રવચનનો તેમજ મોક્ષમાર્ગરૂપ સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રનો પરિચય કરવો. તેના સ્વરૂપનું વારંવાર ચિંતન કરવું. સૂક્ષ્મ અર્થને જાણવાની તીવ્ર ઇચ્છાપૂર્વક પુરુષાર્થ કરવો, આ રીતે પુરુષાર્થ કરતાં-કરતાં પરમાર્થનો પરિચય થાય છે. તેમજ જિન પ્રવચન આદિની સ્તુતિ, ભક્તિ કરવી; તે પણ પરમાર્થ સંસ્તવ છે. સલિપરઅલ્ય સેવા:– જેણે પરમાર્થને સારી રીતે જાણ્યો છે તેવા આચાર્યાદિની સેવા કરવી એટલે તેના સાંનિધ્યમાં વધુમાં વધુ સમય રહેવું, તેનાથી શ્રદ્ધાના પરિણામો દઢ થાય છે. વાવUM-૦રંવાળા:-વિનષ્ટ ન ાં તે સ્થાપત્રવર્ચના: | જે સમ્યગ્દર્શનથી પતિત થઈ ગયા છે તે. ગુરુત્સિતવર્ણન વેષાં તે ગુરુવના જેનું દર્શન કુત્સિત એટલે મિથ્યા છે તે. આ બંને પ્રકારના જીવોના સંગનો ત્યાગ કરવો. મિથ્યાત્વીના સંગથી શ્રદ્ધા ચલવિચલ થવાની સંભાવના રહે છે. તેથી સમ્યગુદર્શનની સુરક્ષા માટે તેનો સંગ ન કરવો. પ્રાપ્ત થયેલા સમ્યગુદર્શનને ટકાવવા, શ્રદ્ધાને દઢ, નિર્મલ અને પવિત્ર બનાવવા માટે આ ત્રણ(ચાર) ઉપાય છે. વાવUM- સમ્યક્ત ભ્રષ્ટ અને વનમિથ્યાદર્શની, આ બંનેને જુદા-જુદા ગણવાથી ચાર બોલ થાય છે અને તેને સંયુક્ત ગણતાં ત્રણ બોલ થાય છે. સમ્યગદર્શનની મહતા -
णत्थि चरित्तं सम्मत्तविहूणं, सणे उ भइयव्वं ।
सम्मत्तचरित्ताइ जुगवं, पुव्वं वा सम्मत्त ॥ શબ્દાર્થ – સમૂત્તવિહૂM = સમ્યકત્વ વિના રત્ત = ચારિત્ર સ્થિ = હોતું નથી વંસને =