Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સમ્યક પશw
[ ૧૭ ]
જ્યારે મનનું ધૈર્ય અને પરીષહો સહન કરવાની શક્તિ વિકસિત થઈ જાય છે ત્યારે સાધક ઉપધિનો પરિત્યાગ કરે છે, તે સાધક ઉપધિવિના દુઃખી થતો નથી પરંતુ ઉપધિ સંબંધી થતી શારીરિક અને માનસિક વ્યથાઓથી મુક્ત થઈ જાય છે. આહાર પચ્ચકખાણ:३७ आहार-पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ?
आहारपच्चक्खाणेणं जीवियासंसप्पओगं वोच्छिदइ । जीवियासंसप्पओगं वोच्छिदित्ता जीवे आहारमंतरेण ण संकिलिस्सइ ॥ શબ્દાર્થ - મહાપંશ્વEM = આહારના પ્રત્યાખ્યાન કરવાથી વિદ્યાસંપૂન = જીવવાની લાલસા વચ્છ = છૂટી જાય છે છત્ત = છૂટી જવાથી = જીવ આહારમંતરેખ = આહાર વિના રિલિફ = સંક્લેશ પ્રાપ્ત કરતો નથી, દુઃખી થતો નથી. ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! આહારના પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– આહારના પ્રત્યાખ્યાન કરવાથી જીવવાની લાલસા છૂટી જાય છે. જીવવાની લાલસા છૂટી જવાથી આહારના અભાવમાં તે દુઃખી થતો નથી. વિવેચન :
આહાર ત્યાગ થોડા સમય માટે અથવા જીવનભર માટે થઈ શકે છે અથવા દોષયુક્ત અનેષણીય, અકલ્પનીય, આહારનો પણ ત્યાગ કરવામાં આવે છે.
મનુષ્ય જીવન આહારને આધીન છે, આહારના પ્રત્યાખ્યાન કરવાથી જીવનની લાલસા છૂટી જાય તે સ્વાભાવિક છે. જીવનની લાલસા છૂટી જાય પછી આહારના અભાવમાં કે તપશ્ચર્યા કરવામાં કોઈ પ્રકારનું શારીરિક માનસિક દુઃખ થતું નથી. અનેષણીય આહારના પ્રત્યાખ્યાન કરવાથી જ્યારે કોઈ પરીષહ આવે છે ત્યારે સાધક દઢતાપૂર્વક જીવનની આશા છોડી સર્વ સંકલ્પ-વિકલ્પોથી મુક્ત થઈ તેનો સામનો કરે છે. સ્વેચ્છાએ, વૈરાગ્યભાવે આહારનો ત્યાગ કરતાં તે સંબંધી ઉત્પન્ન થતી કોઈ પણ પ્રકારની વેદનાને સાધક દુઃખરૂપે અનુભવતો નથી, માટે તે દુઃખી થતો નથી પરંતુ આત્મ આનંદમાં જ લીન બને છે કષાય પચ્ચકખાણ:|३८ कसाय-पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ? ___कसायपच्चक्खाणेणं वीयरागभावं जणयइ । वीयरागभाव-पडिवण्णे वि य णं जीवे समसुहदुक्खे भवइ । શબ્દાર્થ:- સાચ-પૂવવ = કષાયના પ્રત્યાખ્યાન કરવાથી, કષાયનો ત્યાગ કરવાથી વીયRIભાવે = વીતરાગભાવ પ્રગટે છે ઊંયરામાવ પડવા = વીતરાગભાવને પ્રાપ્ત થયેલો જીવ લલુદયુ = સુખ અને દુઃખમાં સમભાવ રાખનાર ભવ થાય છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કષાયના પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું લાભ થાય છે?