Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૦૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
७५
સ્પર્શેન્દ્રિય વિજયઃ
कायस्स फासं गहणं वयंति, तं रागहे तु मणुण्णमाहु । ૭૪
तं दोसहेउ अमणुण्णमाहु, समो य जो तेसु स वीयरागो ॥ ભાવાર્થ - કાયાનો વિષય સ્પર્શ છે, તે સ્પર્શ મનોજ્ઞ હોય તો રાગનું કારણ અને અમનોજ્ઞ હોય તો દ્વેષનું કારણ બને છે. જે આ બન્ને પ્રકારના સ્પર્શમાં સમભાવ ધારણ કરે તે વીતરાગી છે. । फासस्स कायं गहणं वयंति, कायस्स फासं गहणं वयंति ।
रागस्स हेउ समणुण्णमाहु, दोसस्स हेउ अमणुण्णमाहु ॥ ભાવાર્થ - કાયા(સ્પર્શેન્દ્રિય) સ્પર્શને ગ્રહણ કરનાર(ગ્રાહક) છે. સ્પર્શ કાયાનો ગ્રાહ્ય વિષય છે. તેમાં મનોજ્ઞ સ્પર્શ રાગનો હેતુ છે અને અમનોજ્ઞ સ્પર્શ દ્વેષનો હેતુ છે.
फासेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं । ७६
| रागउरे सीय जलावसण्णे, गाहग्गहीए महिसे व रणे ॥ શબ્દાર્થ == જેમm = અરણ્યમાં, વનમાં સ્થિત સીયનના વસઇને તળાવના ઠંડા જળના સ્પર્શમાં રાIકરે = રાગાતુર બનેલો મહિલે = પાડો દહીં = મગર દ્વારા પકડવામાં આવતાં વિનાશ(મૃત્યુ) પામે છે તેમનો જે મનુષ્ય પાસેતુ= અનેક પ્રકારના સ્પર્શમાંતિબંતીવ્રઉદ્ધિક આસક્તિ ૩ રાખે છે તે = તે અનિયં= અકાળમાં જ વિસં = વિનાશ, મૃત્યુને પવ= પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- જેમ જંગલમાં જળાશયના શીતળ જળના સ્પર્શમાં આસક્ત રાગાતુર પાડો, મગરમચ્છ દ્વારા પકડાઈને મૃત્યુ પામે છે, તેમ મનોજ્ઞ સ્પર્શમાં તીવ્ર આસક્ત જીવ અકાળે વિનાશ પામે છે.
जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेइ दुक्खं । ७७
दुद्दत दोसेण सएण जंतू, ण किंचि फास अवरज्झइ से ॥ ભાવાર્થ - જે (અમનોજ્ઞ) સ્પર્શમાં તીવ્ર દ્વેષ કરે છે, તે જીવ તત્સણ પોતાના જ તીવ્ર દ્વેષથી દુઃખ પામે છે. તેમાં સ્પર્શનો કોઈ દોષ નથી. - एगंतरत्ते रुइरंसि फासे, अतालिसे से कुणइ पओसं ।
दुक्खस्स संपील मुवेइ बाले, ण लिप्पइ तेण मुणी विरागो ॥ ભાવાર્થ - જે મનોજ્ઞ સ્પર્શમાં અત્યંત આસક્ત થાય છે તથા અમનોજ્ઞ સ્પર્શ પ્રતિ પ્રદ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખરૂપ પીડાને પામે છે. વિરાગી મુનિ તેમાં લિપ્ત થતા નથી.
फासाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ णेगरूवे । १ चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तद्वगुरू किलिडे ॥ ભાવાર્થ:- મનોજ્ઞ સ્પર્શની ઇચ્છાને આધીન થયેલ જીવ અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે અને પોતાના સ્વાર્થમાં જ તલ્લીન, ક્લિષ્ટ પરિણામી તે અજ્ઞાની, અન્ય જીવોને વિવિધ પ્રકારે પરિતાપ આપે છે અને પીડિત કરે છે.