Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૦૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શકતા નથી. અસંખ્યાત જીવોના સમુદાયરૂપ પૃથ્વી પિંડને છપસ્થો જોઈ શકે છે. પાંચે ય સ્થાવરજીવો બાદર પણ હોય છે અને સર્વ પ્રકારના ત્રસ જીવો બાદર જ હોય છે. પર્યાપ્ત :- આહારાદિ માટે પુગલોને ગ્રહણ કરવાની તથા તેને શરીર આદિ રૂપે પરિણમાવવાની આત્માની શક્તિ વિશેષને પર્યાપ્તિ કહે છે. આ શક્તિ પુગલોના ઉપચયથી થાય છે. તેના છ ભેદ છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મનઃપર્યાપ્તિ.
જુદા-જુદા જીવોમાં જુદી-જુદી સંખ્યામાં પર્યાપ્તિ હોય છે. જે જીવમાં જેટલી પર્યાપ્તિનો સંભવ છે, તેટલી પર્યાપ્તિ જ્યારે તે જીવ પૂર્ણ કરે, ત્યારે તેને પર્યાપ્ત કહેવાય છે. એકેન્દ્રિય જીવોમાં સ્વયોગ્ય આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ તે ચાર પર્યાપ્તિઓ હોય છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં ભાષા પર્યાપ્તિ સહિત પાંચ પર્યાપ્તિ હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં મનઃપર્યાપ્તિ સહિત છએ પર્યાપ્તિ હોય છે. અપર્યાપ્ત - જન્મ સમયે જ્યાં સુધી તે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે, ત્યાં સુધી તે અપર્યાપ્ત કહેવાય છે. કોઈ પણ જીવ ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પહેલાં મરતા નથી. કારણ કે આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી જ જીવ પરભવનું આયુષ્ય બાંધે છે અને આયુષ્ય બાંધ્યા પછી જ જીવ મૃત્યુ પામે છે.
સુક્ષ્મ પૃથ્વીકાયના કોઈ ભેદ થતાં નથી. તે સર્વ જીવોના શરીર સૂક્ષ્મ અને એક સમાન હોય છે. બાદર પૃથ્વીકાયના બે ભેદ છે- કોમળ પૃથ્વી અને કઠોર પૃથ્વી. કોમળ પૃથ્વી દળેલા લોટ જેવી સુંવાળી(નરમ) પૃથ્વીને કોમળ પૃથ્વી કહે છે. તેના સાત ભેદ છે– (૧) કાળી (૨) નીલી (૩) લાલ (૪) પીળી (૫) સફેદ (૬) પાંડુરંગની– ફિકાશ પડતી સફેદ વર્ણની અને (૭) પનક-મૃતિકા- નદી આદિમાં પૂર આવ્યા પછી રહેલી ચીકણી માટી. કઠોર પૃથ્વી– તેના ૩૬ પ્રકાર ગાથાર્થથી સ્પષ્ટ છે. જે પદાર્થો કોઈ પણ ખાણમાંથી નીકળે, તે પૃથ્વીના જ ભેદ છે.
પૃથ્વીકાયનો પ્રવાહની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તો તે અનાદિ અનંત છે. કારણ કે એવો એક પણ સમય નથી કે જ્યારે પૃથ્વીકાય ન હોય, તેથી તે અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ દરેક પૃથ્વીજીવ સાદિ-સાત છે અર્થાત સ્થિતિની અપેક્ષાએ દરેક જીવની આદિ પણ હોય છે અને અંત પણ હોય છે. સાદિ સાંત પથ્વીકાયની સ્થિતિ :- સ્થિતિના બે પ્રકાર છે– ભવસ્થિતિ અને કાયસ્થિતિ. ભવસ્થિતિકોઈ પણ જીવની એક ભવની કાલમર્યાદાને ભવસ્થિતિ કહે છે. પૃથ્વીકાયની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. કાયસ્થિતિ- એક જ કામમાં જન્મ-મરણની પરંપરામાં વ્યતીત થતા કાલને કાયસ્થિતિ કહે છે. જેમ કે પૃથ્વીકાયનો જીવ મરીને પુનઃ પુનઃ પૃથ્વીકાયમાં જ જન્મ-મરણ કરતાં જેટલો સમય પસાર કરે, તેને પૃથ્વીકાયની કાયસ્થિતિ કહે છે. તે જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની છે. કોઈ પણ પૃથ્વીકાયિક જીવ વધુમાં વધુ અસંખ્યાતકાલ પર્યત પૃથ્વીકાયિક પણે જન્મ-મરણ કરી શકે છે. ત્યાર પછી તે અવશ્ય અન્ય કામમાં જન્મ ધારણ કરે છે.
થ્વીકાયન અંતર– કોઈ પણ એક જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને, અન્ય કાયમાં જન્મ-મરણ કરે, આ રીતે અન્યત્ર પરિભ્રમણ કરતાં કરતાં પુનઃ તે જ કાયમાં જન્મ ધારણ કરે, તેની વચ્ચેની કાલમર્યાદાને