Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૧૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ભાવાર્થ:- વાયુકાયના જીવો સ્વકાય છોડીને પરકાયમાં જાય, પછી ભ્રમણ કરતાં ફરીથી વાયુકાયમાં ઉત્પન્ન થાય, ત્યારે તેનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળનું થાય છે.
- एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ। १२६
संठाणादेसओ वावि, विहाणाई सहस्सओ ॥ ભાવાર્થ - વાયુકાયના જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં વાયુકાયિક જીવોના ભેદ-પ્રભેદ, તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતરનું નિરૂપણ છે.
વાયુ જ જેનું શરીર છે તેને વાયુકાયિક કહે છે. તેના સૂક્ષ્મ-બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા તેમ ચાર ભેદ થાય છે. વાયુકાયના બાદર જીવો પણ અત્યંત અલ્પ અવગાહનાવાળા હોય છે. પૃથ્વી, પાણી કે અગ્નિના જીવોથી વાયુકાયિક જીવોની અવગાહના અલ્પ હોય છે. વાયુના એકવાર ફરવામાં અસંખ્યાતા જીવોનું હનન થાય છે. તેના ભેદ, સ્થિતિ આદિ ભાવાર્થથી સ્પષ્ટ છે. ત્રસ પ્રાણી :- उराला य तसा जे उ, चउहा ते पकित्तिया ।
बेइंदिया तेइंदिया, चउरो पंचिंदिया चेव ॥ શબ્દાર્થ:- ૩૨/HT = ઉદાર, પૂલ, બાદરતી ત્રસ જીવો તે તે વડી= ચાર પ્રકારના પવિત્તિયા = કહ્યા છે વેરિયા = બેઇન્દ્રિય તેરિયા = તે ઇન્દ્રિય, વકરો = ચૌરેન્દ્રિય પરિયા = પંચેન્દ્રિય.
ભાવાર્થઃ - સ્થૂલ ત્રસ જીવોના ચાર ભેદ કહ્યા છે– બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સ્થૂલ ત્રસ જીવોના મુખ્ય ભેદોનું નિરૂપણ છે.
જે જીવોને ત્રસનામકર્મનો ઉદય હોય, જેની હલનચલનની ક્રિયા ચર્મ ચક્ષુથી જોઈ શકાય, તે જીવોને ઉદારત્રસ કહે છે. તે જ વાસ્તવિક રૂપે ત્રસ છે. તેના ચાર ભેદ છે- બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય.
ઇન્દ્રિયની અપેક્ષાએ જીવોનું જે વિભાજન થાય છે તેમાં દ્રવ્યન્દ્રિયની પ્રધાનતા છે. ઇન્દ્રિયના બે પ્રકાર છે– દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય કાન, નાક વગેરેની બાહ્ય રચનારૂપ છે; તે નામ કર્મના ઉદયરૂપ છે અને ભાવેન્દ્રિય જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ છે.
જે જીવોને જેટલી દ્રવ્યેન્દ્રિય પ્રગટ છે તેટલી ઇન્દ્રિયોની અપેક્ષાથી તેની સંજ્ઞા-નામનું નિર્માણ થાય છે. જેમ કે જેને સ્પર્શ અને રસના, તે બે ઇન્દ્રિયો છે, તે બેઇન્દ્રિય કહેવાય છે, જેને સ્પર્શ, રસના અને ઘાણ(નાક), તે ત્રણ ઇન્દ્રિયો છે, તે તે ઇન્દ્રિય કહેવાય છે; જે જીવોને સ્પર્શ, રસના, ઘાણ અને ચક્ષુ, તે ચાર ઇન્દ્રિયો હોય તે જીવો ચૌરેન્દ્રિય કહેવાય છે; તથા સ્પર્શ, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર(કાન), તે પાંચ ઇન્દ્રિયો હોય તેને પંચેન્દ્રિય કહેવાય છે.