Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
દર ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પરિશિષ્ટ-૪ :
'શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની જૈનેતર ગ્રંથો સાથે તુલના
ભગવાન મહાવીરના સમયમાં ભારતમાં મુખ્યત્વે વૈદિક, જૈન અને બૌદ્ધ, આ ત્રણ ધર્મો પ્રચલિત હતા. તે સમયે વૈદિક ધર્મની બ્રાહ્મણ પરંપરા અને જૈનધર્મ તથા બૌદ્ધ ધર્મની શ્રમણ પરંપરા વિકસિત હતી. શ્રમણ પરંપરાના શ્રમણ ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધ સમકાલીન હતા. તેમના ધર્મગ્રંથોમાં અનેક પ્રકારે સમાનતા પ્રતીત થાય છે. બૌદ્ધ ધર્મગ્રંથો પાલી ભાષામાં અને જૈન ધર્મગ્રંથો અર્ધમાગધી ભાષામાં રચાયેલા છે. આ બંને ભાષામાં પ્રાયઃ શબ્દપ્રયોગો પણ સમાન છે.
જૈન ધર્મગ્રંથોમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું સ્થાન મૂળસૂત્ર રૂપે અનોખું છે. તેમાં સાધકોને ઉપયોગી યમ-નિયમોનું મુખ્યત્વે નિરૂપણ છે તેમજ સાધકોની સાધનાના પ્રેરણાત્મક હિતશિક્ષા સૂત્રો છે. તેથી ય આગળ વધીને માનવ મૂલ્યો, આત્મ ઉત્થાનના ઉપાયો અને જન-જનને સ્પર્શતા સનાતન અને સૈકાલિક સત્યોની રજૂઆત છે. દીર્ઘ દષ્ટિ અને ઊંડાણથી વિચારતા સ્પષ્ટ થાય છે કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના કેટલાક ભાવો સર્વપ્રકારના સાધકો માટે હિતસંદેશ રૂપ છે, તેમજ તેમાં બિન સાંપ્રદાયિક એવા ઘણા વિષયો છે જે વૈદિક ધર્મના મહાભારત-શાંતિપર્વ, ભાગવત, પુરાણ, મનુસ્મૃતિ જેવા ધર્મગ્રંથોમાં અને બૌદ્ધ ધર્મના ધમ્મપદ, દીનિકાય, થેરગાથા, સુત્તનિપાત જેવા ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે. આ બંને ધર્મોના ગ્રંથો, શ્લોકો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બહુ સામ્યતા ધરાવે છે.
પ્રસ્તુત પરિશિષ્ટમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયનોની કેટલીક ગાથાઓ સાથે સામ્યતા ધરાવતા વૈદિક ગ્રંથો અને બૌદ્ધ ગ્રંથોના શ્લોકોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અધ્યયન–૧ વિનયશ્રુતઃ
नापुट्ठो वागरे किंचि, पुट्ठो वा नालियं वए । .
જો અવં સુષ્યજ્ઞા, ધાબળા, પિયબ II-ઉત્તરાધ્યયન ૧/૧૪ ભાવાર્થ – વિનીત શિષ્ય ગુરુને પૂછળ્યા વિના બોલે નહીં, પૂછે ત્યારે અસત્ય બોલે નહીં. ક્રોધનો ઉદય થાય, તો તેને નિષ્ફળ કરે. ગુરુના પ્રિય કે અપ્રિય વચનોને સમભાવથી સ્વીકારે.
नापृष्टः कस्यचिद् ब्रूयात्, नाप्यन्यायेन पृच्छतः । જ્ઞાનવાનો નેધાવી, નવ સમુપારિત્ II- શાંતિપર્વ ૨૮૭૩૫
अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो ।
અMા સંતો જુદી હો, અલ્સિ નો પર– ૨ - ઉત્તરાધ્યયન ૧/૧૫ ભાવાર્થ – પોતાના આત્માનું દમન કરવું જોઈએ, કારણ કે આત્મા દુર્દમ્ય છે. આત્માનું દમન કરનાર આ લોક અને પરલોકમાં સુખી થાય છે.
अत्तानजे तथा कयिरा, यथञ्चमनुसासति (?) । સુનનો વર વચ્ચેથ, સત્તા દિવિર ગુનો – ધમ્મપદ ૧૨/૩