Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 514
________________ [ ૪૦ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ પરિશિષ્ટ-૩ઃ 'પાંચ સમિતિ - ત્રણ ગુપ્તિ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર અધ્ય.-૨૪મા પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિનું વર્ણન છે. પ્રચલિત થોકડાઅને શ્રમણ પ્રતિક્રમણમાં તેનું વર્ણન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કર્યું છે. તે આ પ્રમાણે છે – સમિતિ- તેના પાંચ પ્રકાર છે– (૧) ઈર્ષા સમિતિ- રસ્તે ચાલવાની વિધિ (૨) ભાષા સમિતિ-બોલવાની વિધિ (૩) એષણા સમિતિ- ગોચરીની વિધિ (૪) નિક્ષેપણા સમિતિ- વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો લેવા-મુકવાની વિધિ અને (૫) ઉચ્ચાર પાસવણ ખેલ જલ સિંઘાણ પારિઠ્ઠાવણિયા સમિતિ- વડીનીત, લઘુનીત, બળખા, લીંટ આદિ પરઠવાની વિધિ. ગુપ્તિ- ગોપવવું. તેના ત્રણ પ્રકાર છે. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. હવે તેનો વિસ્તાર કહે છે– (૧) ઈસમિતિ- દ્રવ્યથી- છકાય જીવોની યતના કરતાં ચાલે. ક્ષેત્રથી- ધુંસર પ્રમાણ– સાડા ત્રણ હાથ ભૂમિ આગળ જોઈને ચાલે. કાલથી- દિવસે જોઈને ચાલે, રાત્રે પોંજીને ચાલે. ભાવથી- રસ્તે ચાલતા દશ બોલ વર્જીને ચાલે, વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા આદિ ન કરે તેમ જ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્ધાદિ પાંચ વિષયમાં ધ્યાન ન આપે. (૨) ભાષા સમિતિ દ્રવ્યથી- કર્કશકારી, કઠોરકારી, છેદકારી, ભેદકારી, મર્મકારી, મુષાકારી, સાવધકારી અને નિશ્ચયકારી, તે આઠ પ્રકારની ભાષા ન બોલે. ક્ષેત્રથી- રસ્તે ચાલતા ન બોલે. કાલથીએક પ્રહર રાત્રિ વ્યતીત થઈ જાય પછી મોટેથી, ઊંચા અવાજે ન બોલે. ભાવથી- રાગ-દ્વેષયુક્ત ભાષા ન બોલે. (૩) એષણા સમિતિ દ્રવ્યથી– સોળ ઉદ્દગમના, સોળ ઉત્પાદનના, દશ એષણાના તે બેતાળીશ. (૪૨) દોષ, પાંચ માંડલાના દોષ સહિત સૂડતાલીશ(૪૭) દોષ તથા છ—(૯૬) દોષ ટાળીને નિર્દોષ આહાર, પાણી, વસ્ત્ર, પાત્રાદિ ગ્રહણ કરે અને ભોગવે. ક્ષેત્રથી– આહાર–પાણી બે ગાઉ ઉપરાંત લઈ જઈને ન ભોગવે. કાલથી- પહેલા પ્રહરના લાવેલા આહાર–પાણી ચોથા પ્રહરમાં ન ભોગવે. ભાવથીપાંચ માંડલાના દોષ ટાળીને અનાસક્તભાવે આહાર–પાણી ભોગવે. માંડલાના પાંચ દોષ– (૧) અંગાર દોષ- દાતાની અથવા આહારની પ્રશંસા કરીને આહાર કરે (૨) ધૂમ દોષ- દાતાની અથવા આહારની નિંદા કરીને આહાર કરે (૩) સંયોજના દોષ- આહારને સ્વાદિષ્ટ બનાવવા એક વસ્તુમાં બીજી વસ્તુ ભેળવીને આહાર કરે (૪) અપ્રમાણ દોષ-શાસ્ત્રોક્ત મર્યાદાથી (૩ર કવલ આદિથી) અધિક આહાર કરે (૫) અકારણ દોષ- સાધુ છ કારણે આહાર કરે અને છ કારણે આહારનો ત્યાગ કરે તેવું કથન આગમમાં છે. તે આ પ્રમાણે છે– છ કારણ વિના પણ આહાર કરે. આહાર ગ્રહણ કરવાના છ કારણ– (૧) ક્ષુધા વેદનીયને શાંત કરવા (૨) વૈયાવચ્ચ કરવા (૩) ઇર્ષા સમિતિનું શોધન કરવા (૪) સંયમનું પાલન કરવા (૫) શરીર ટકાવવા (૬) ધર્મનું ચિંતન કરવા. આ છ કારણ વિના આહાર કરે તે અકારણ દોષ. આહાર ત્યાગના છ કારણ– (૧) રોગ ઉત્પન્ન થાય (૨) દેવાદિનો ઉપસર્ગ આવે (૩) બ્રહ્મચર્યની

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532