Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૩૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
૩૩-૩૩ ત્રાયન્ટિંશક દેવ હોય છે. તે દેવો તેત્રીસની સંખ્યામાં હોવાથી ત્રાયસ્ત્રિશક દેવ કહેવાય છે. (૪) પરિષદ:- તે ઇન્દ્રના મિત્ર સમાન, ઇન્દ્રની સભાના સભાસદ હોય છે. આ પરિષદો ત્રણ પ્રકારની હોય છે– (૧) આત્યંતર (૨) મધ્યમ (૩) બાહ્ય. (૫) આત્મરક્ષક - આ દેવ હાથમાં શસ્ત્ર લઈને ઇન્દ્રની પાછળ ઊભા રહે છે. જોકે ઇન્દ્રને કોઈ તકલીફ કે અનિષ્ટ થવાની સંભાવના નથી તો પણ આત્મરક્ષક દેવ પોતાનું કર્તવ્ય પાલન કરવા માટે ઊભા રહે છે. () લોકપાલ - સીમાનું રક્ષણ કરનારા દેવ લોકપાલ કહેવાય છે. (૭) અનીક - અનીકનો અર્થ છે સેના. આ શબ્દથી સેનાપતિ અને સેના બન્ને પ્રકારના દેવો સમજવા જોઈએ. (૮) પ્રકીર્ણ - નગર નિવાસીની જેમ સામાન્ય દેવ. (૯) આભિયોગિક :સેવા કરનારા સેવક, આદેશ અનુસાર કાર્ય કરનારા ખાસ કર્મચારી દેવ. (૧૦) કિલ્પિષીઃ-હલકીકોટીના દેવ. તેના નિવાસરૂપ વિમાન, સર્વ દેવોથી બહારના વિભાગમાં જુદા હોય છે.
ભવનપતિ અને વૈમાનિક દેવોમાં આ દશ ભેદ હોય છે. વાણવ્યંતર અને જ્યોતિષી દેવામાં ત્રાયન્નિશ તથા લોકપાલ એ બે ભેદ હોતા નથી. બાકીના આઠ ભેદ હોય છે.
કલ્પોપપનક દેવોના બાર ભેદ છે. યથા– સૌધર્મ, ઈશાન આદિ બાર દેવલોક. તે તે દેવલોકના દેવો તે-તે કલ્પના નામે ઓળખાય છે. કલ્પાતીત– જે દેવોમાં સ્વામી-સેવક, નાના-મોટાની મર્યાદા હોતી નથી. સર્વ દેવો એક સમાન કક્ષાના જ હોય છે. સર્વદેવો પોતાને અહમિન્દ્ર માને છે, તે દેવોને કલ્પાતીત દેવ કહે છે. તેના બે ભેદ છે– રૈવેયક અને અનુત્તર વિમાન વાસી. રૈવેયક દેવો – જે લોકપુરુષની આકૃતિમાં ગ્રીવા સ્થાને હોય છે તે દેવલોકોનું નામ રૈવેયક વિમાન છે. તેમાં રહેનારા દેવ રૈવેયક દેવ કહેવાય છે. તેના નવ પ્રકાર ગાથાર્થથી સ્પષ્ટ છે. અનુત્તર વિમાનવાસી દેવો – જેનાથી ઉત્તર એટલે અધિક સ્થિતિ, પ્રભાવ, સુખ, ધુતિ અને લેશ્યાદિ અન્ય દેવોમાં નથી તેને અનુત્તર વિમાનવાસી દેવો કહે છે.
અનત્તર વિમાનના વૈમાનિક દેવો પ્રાયઃ શાતાદનીય કર્મના ઉદયે વિશેષ શાતાનો અનુભવ કરે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના સર્વ દેવો એક મનુષ્યનો ભવ કરી મોક્ષે જાય છે. બાર દેવલોક, નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાન; આ સર્વ સ્થાનોમાં અસંખ્ય અસંખ્ય દેવોના નિવાસ છે. એક સર્વાર્થ સિદ્ધ વિમાનમાં સંખ્યાતા દેવોનો નિવાસ હોય છે. ભવસ્થિતિઃ - સર્વદેવોની ભવસ્થિતિ ભાવાર્થમાં સ્પષ્ટ છે. ભવનપતિદેવોમાં ઉત્કૃષ્ટસ્થિતિ ઉત્તરદિશાના અધિપતિ બલીન્દ્રની અપેક્ષાએ છે અને જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ સર્વ સામાન્ય દેવોની અપેક્ષાએ છે. જ્યોતિષી દેવોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ચન્દ્રદેવની અપેક્ષાએ અને જઘન્ય સ્થિતિ તારાદેવની અપેક્ષાએ છે. પ્રથમ દેવલોકથી બારમા દેવલોક સુધીના દેવોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તે-તે સ્થાનના ઇન્દ્ર, સામાનિક આદિ દેવોની અપેક્ષાએ હોય છે. કાયસ્થિતિ- દેવો મરીને દેવ થતા નથી તેથી તેઓની કાયસ્થિતિ થતી નથી. માટે સૂત્રકારે તેઓની ભવસ્થિતિને જ કાયસ્થિતિ રૂપે દર્શાવી છે અર્થાતુ દેવોની સ્થિતિ જેટલી જ કાયસ્થિતિ હોય છે. દેવોનું અંતર- આ ગાથાઓમાં સર્વ પ્રથમ ચારે જાતિના દેવોનું સમુચ્ચય અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું કહ્યું છે. ત્યાર પછી વિશેષ અંતર પણ દર્શાવ્યું છે. તેથી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી