Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
= નવ વર્ષ ઓછી પુષ્યછોડી = એક ક્રોડપૂર્વની દો = હોય છે એમ પળી = જાણવું જોઈએ. ભાવાર્થ - કેવળી ભગવાનની શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક કોડ પૂર્વ વર્ષમાં નવ વર્ષ ઓછી છે. - एसा तिरियणराणं, लेसाण ठिई उ वणिया होइ ।
तेण परं वोच्छामि, लेसाण ठिई उ देवाणं ॥ ભાવાર્થ - મનુષ્યો અને તિર્યંચોની લેશ્યાઓની સ્થિતિનું આ વર્ણન પૂર્ણ થયું. ત્યાર પછી દેવોની લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં મનુષ્ય અને તિર્યંચગતિના જીવોની લેશ્યાઓની સ્થિતિનું નિરૂપણ છે.
કેવળી ભગવાનને છોડીને શેષ મનુષ્ય અને તિર્યંચમાં લેશ્યાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્તની જ હોય છે. અંતર્મુહુર્તમાં જ તેના ભાવોમાં પરિવર્તન થઈ જાય છે. ભાવ વેશ્યા અનુસાર તેની દ્રવ્યલેશ્યા પણ પરિવર્તન પામે છે.
તેમાં પૃથ્વી, પાણી, વનસ્પતિમાં પ્રથમ ચાર લેશ્યા; તેઉકાય, વાયુકાય, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યમાં પ્રથમ ત્રણ લેશ્યા; સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યમાં છ લેશ્યા હોય છે.
કેવળી ભગવાનને સદા શુક્લલેશ્યાનો જ સભાવ હોય છે. તેઓની શુક્લલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રોડપૂર્વ વર્ષમાં નવ વર્ષ ઓછી કહી છે. કારણ કે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા કોઈ નવ વર્ષની ઉંમરના મનુષ્યને કેવળજ્ઞાન થાય, તેમની અપેક્ષાએ એક કોડ પૂર્વમાં નવ વર્ષ ન્યૂન સ્થિતિ શુક્લલેશ્યાની સંભવે છે. દેવોની લેશ્યા સ્થિતિ:૪૮ । दसवास सहस्साई, किण्हाए ठिई जहणिया होइ ।
पलियमसंखिज्जइमो, उक्कोसा होइ किण्हाए । શબ્દાર્થ - કૃષ્ણલેશ્યાની હવાલદા દશ હજાર વર્ષની મહિનો = પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ભાવાર્થ - દિવોની] કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. to जा किण्हाए ठिई खलु, उक्कोसा सा उ समयमब्भहिया ।
जहण्णेणं णीलाए, पलियमसंखं च उक्कोसा ॥ શબ્દાર્થ – સમયમંદિયા = એક સમય અધિક તાણ = નીલલેશ્યાની ફરિયમiઉં = પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક.