Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૫૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
(૧૦) ગતિદ્વાર :
५६
=
=
શબ્દાર્થ:- ફ્યાઓ - આ તિષ્નિ વિ= ત્રણ અહમ્મતેસાઓ = અધર્મ(અપ્રશસ્ત) લેશ્યાઓ છે યાદિ - એ તિહિ વિ - ત્રણ લેશ્યાઓથી નીવો = જીવ વુારૂં - દુર્ગતિમાં વ્વન્તર્ = ઉત્પન્ન થાય છે. ભાવાર્થ :- કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અધર્મ(અપ્રશસ્ત) લેશ્યાઓ છે. એ ત્રણે ય લેશ્યાઓથી જીવ દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે.
५७
किण्हा णीला काऊ, तिण्णि वि एयाओ अहम्मलेसाओ । एयाहि तिहि वि जीवो, दुग्गइं उववज्जइ ॥
तेऊ पम्हा सुक्का, तिण्णि वि एयाओ धम्मलेसाओ । एयाहि तिहि वि जीवो, सुग्गइं उववज्जइ ॥
શબ્દાર્થ:- ધમ્મતેક્ષાઓ = ધર્મ(પ્રશસ્ત) લેશ્યાઓ.
ભાવાર્થ :- તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા એ ત્રણ ધર્મ(પ્રશસ્ત) લેશ્યાઓ છે. આ ત્રણે ય લેશ્યાઓથી જીવ સુગતિને પ્રાપ્ત કરે છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત લેશ્યાઓનું વિભાજન કરી તેની વિશિષ્ટતાનું દર્શન કરાવ્યું છે.
કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓ, સંક્લિષ્ટ અધ્યવસાયરૂપ અને અશુભ કર્મબંધનનું કારણ હોવાથી, તે અપ્રશસ્ત, અવિશુદ્ધ કે અધર્મલેશ્યાઓ છે. તે અપ્રશસ્ત લેશ્યામાં આયુષ્યનો બંધ થાય તો દુર્ગતિનો થાય છે. તેથી તેને દુર્ગતિગામિની એટલે નરક, તિર્યંચ આદિ દુર્ગતિમાં લઈ જનારી કહી છે.
તેજો, પદ્મ અને શુક્લલેશ્યાઓ અસંક્લિષ્ટ અધ્યવસાયરૂપ અને શુભકર્મબંધનું કારણ હોવાથી પ્રશસ્ત, વિશુદ્ધ કે ધર્મલેશ્યાઓ છે. તે પ્રશસ્ત લેશ્યામાં આયુષ્યનો બંધ થાય તો સુગતિનો થાય છે. તેથી તેને સુગતિગામિની એટલે મનુષ્ય, દેવ આદિ સુગતિમાં લઈ જનારી કહી છે.
(૧૧) આયુષ્યદ્વાર :
५८
लेस्साहिं सव्वाहिं, पढमे समयम्मि परिणयाहिं तु । ण हु कस्सइ उववाओ, परे भवे होइ जीवस्स ॥
=
શબ્દાર્થ:- ૧૦મે = પહેલા સમમ્મિ = સમયમાં બહિં = પરિણત થઈ સવ્વાહિં = સર્વ लेस्साहि = લેશ્યાઓથી દુ = નિશ્ચય જ #ડ્ = કોઈપણ નીવH = જીવની પરે ભવે = પરભવમાં વવાનો = ઉત્પત્તિ ન હોય્ = થતી નથી.
ભાવાર્થ:- સર્વ લેશ્યાઓના(છએ લેશ્યાઓના) પ્રથમ સમયમાં પરિણત કોઈ પણ જીવની બીજા ભવમાં ઉત્પત્તિ થતી નથી.