Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
સૂક્ષ્મ સ્કંધ સમસ્ત લોકમાં છે અને બાદર સ્કંધ લોકના એક દેશમાં હોય છે. હવે પછી સ્કંધ અને પરમાણુનું કાલ વિભાગથી ચાર પ્રકારે નિરૂપણ કરીશ. II ૧૧–૧૨ I
૩૭૨
संतइं पप्प तेणाई, अपज्जवसिया वि य ।
| १३ ठिइं पडुच्च साइया, सपज्जवसिया वि य ॥
શબ્દાર્થ :- સંતરૂં = સંતતિની(પ્રવાહની) પદ્મ = અપેક્ષાએ તે = તે સ્કંધ અને પરમાણુ ગળાર્ફ = અનાદિ અપન્નવસિયા = અપર્યવસિત(અનંત) છે વિરૂં = સ્થિતિની પટ્ટુન્ન = પ્રતીત્ય –અપેક્ષાએ સાફ્યા = સાદિ, આદિ સહિત સપદ્મવત્તિયા = સપર્યવસિત, સાંત.
ભાવાર્થ :- તે સ્કંધ અને પરમાણુ પ્રવાહની અપેક્ષાએ અનાદિ-અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ તે
સાદિ સાંત છે.
१४
શબ્દાર્થ:- વીનં= રૂપી અનીવાળ = અજીવોની ગદ્દળયં=જઘન્ય વિદ્-સ્થિતિ જ્ઞ = એક સમય = સમય છે સવોસ = ઉત્કૃષ્ટ અસલાલૢ = અસંખ્યાતકાલ સા = આ સ્થિતિ નિયાહિયા = કહી છે. ભાવાર્થઃ– રૂપી અજીવ દ્રવ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાલની અને જઘન્ય સ્થિતિ એક સમયની કહી છે. अणंतकालमुक्कोसं, इक्कं समयं जहण्णयं । १५ अजीवाण य रूवीणं, अंतरेयं वियाहियं ॥
असंखकालमुक्कोसं, इक्कं समयं जहण्णयं । अजीवाण य रूवीणं, ठिई एसा वियाहिया ॥
ભાવાર્થ :- રૂપી અજીવ દ્રવ્યનું(સ્કંધનું) અંતર જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અનંતકાલનું કહ્યું છે. વિવેચનઃ
પત્તળ પુદત્તેળઃ–પ્રસ્તુત શબ્દ પ્રયોગ દ્વારા સૂત્રકારે પરમાણુ અને સ્કંધની ઉત્પત્તિનું કથન કર્યું છે. તદનુસાર ત્તેળ-સ્કંધની ઉત્પત્તિ પરમાણુઓના ભેગા થવાથી થાય છે. પુહત્તે- સ્કંધગત પ્રદેશો છૂટા પડી જવાથી પરમાણુ નિષ્પન્ન થાય છે. તેમ છતાં વિસ્તૃત વિચારણાની અપેક્ષાએ સ્કંધની ઉત્પત્તિ ત્રણ પ્રકારે થાય છે—
(૧) પત્તેળ- અનેક પરમાણુઓના ભેગા થવાથી સ્કંધ ઉત્પન્ન થાય છે. જેમ કે બે પરમાણુ ભેગા થવાથી દ્વિપ્રદેશી સ્કંધ બને છે, તે રીતે ત્રણ પરમાણુ ભેગા થવાથી ત્રિપ્રદેશી સ્કંધ, સંખ્યાતા પરમાણુ ભેગા થવાથી સંખ્યાતપ્રદેશી સ્કંધ, અસંખ્યાતા પરમાણુ ભેગા થવાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ, અનંત પરમાણુ ભેગા થવાથી અનંતપ્રદેશી સ્કંધ બને છે. આ રીતે બે કે બે થી અધિક પરમાણુ ભેગા થવાથી સ્કંધ બને છે. (૨) પુEત્તેળ- પૃથ. એક મોટા સ્કંધનો ભેદ થવાથી નાના-નાના બે સ્કંધ બને છે. જેમ કે દશ પ્રદેશી ધના બે ટૂકડા થાય, તો પાંચ-પાંચ પ્રદેશી બે સ્કંધ બની જાય છે. આ રીતે ભેદથી સ્કંધની ઉત્પત્તિ થાય છે. (૩) પાત્તેન પુહત્તેન- સંઘાત અને ભેદ બંને ક્રિયા સાથે થવાથી પણ સ્કંધ ઉત્પન્ન થાય છે. જેમ કે એક પંચ પ્રદેશી સ્કંધમાંથી બે પરમાણુ છૂટા પડે, તે જ સમયે અન્ય એક પરમાણુ આવીને તે સ્કંધમાં જોડાઈ જાય, તો એક ચતુષ્પદેશી સ્કંધ નિષ્પન્ન થાય છે. આ રીતે કોઈ પણ સ્કંધમાંથી અમુક ભાગનો ભેદ થાય, તે