Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૪૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમની છે.
जा पम्हाए ठिई खलु, उक्कोसा सा उ समयमब्भहिया । ५५
| जहण्णेणं सुक्काए, तेत्तीस मुहुत्तमब्भहिया ॥ શબ્દાર્થ – સુ = શુક્લલેશ્યાની મુદુત્તમ મહિલા = એક મુહૂર્ત અધિક ભાવાર્થ:- પાલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેનાથી એક સમય અધિક શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમની છે. વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં દેવોની લેશ્યાની સ્થિતિનું નિરૂપણ છે.
દેવોમાં ભવનપતિ અને વ્યંતર દેવોને પ્રથમ ચાર લેશ્યા; જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોકમાં એક તેજોલેશ્યાઃ ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં પાલેશ્યા; છઠ્ઠા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીમાં એક શુક્લલેશ્યા છે.
કુમ્બલેશ્યાની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની છે, તે ભવનપતિ અને વ્યંતર દેવોની જઘન્ય સ્થિતિની અપેક્ષાએ છે, કારણ કે જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ૧૦,000 વર્ષની સ્થિતિ અને કૃષ્ણલેશ્યા નથી. ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે તે પણ ભવનપતિ અને વ્યંતર દેવોના મધ્યમ આયુષ્યની અપેક્ષાએ છે. ત્યાર પછીના આયુષ્યવાળા દેવોને આ વેશ્યા હોતી નથી.
નીલયાની જઘન્ય સ્થિતિ કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક હોય છે અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ છે અર્થાતુ નીલલેશ્યાની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે પરંતુ તે બંને કૃષ્ણલેશ્યાના પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અધિક હોય છે.
કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ નીલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક હોય છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્ય ગુણી અધિક હોય છે. આ ત્રણેય વેશ્યા ભવનપતિ અને વ્યંતર દેવોમાં જ હોય છે.
તેજલેશ્યાની સમુચ્ચય જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે, તે ભવનપતિ અને વ્યંતર દેવોની જઘન્ય સ્થિતિની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમ છે. તે બીજા ઈશાન દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે. બીજા દેવલોક સુધી જ તેજોલેશ્યા હોય છે.
વૈમાનિક દેવોમાં તેજલેશ્યાની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમની છે. તે બંને સ્થિતિ ક્રમશઃ પહેલા સૌધર્મ દેવલોકની જઘન્ય અને બીજા ઈશાન દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે. અહીં ગાથામય સંક્ષિપ્તતાના કારણે ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવોની તેજો વેશ્યાની સ્થિતિની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે તેઓની ભવસ્થિતિ પ્રમાણે સમજવી.
પાલેશ્યાની જઘન્ય સ્થિતિ તેજલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક છે; તે અંતર્મુહૂર્ત અધિક બે સાગરોપમની છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિકાદશ સાગરોપમની છે. તેમાં દશ સાગરોપમ પાંચમા બ્રહ્મલોક દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે અને અંતમુહૂર્ત અધિક પૂર્વ-પશ્ચાત્ ભવની અપેક્ષાએ છે.