Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| કર્મ પ્રકૃતિ
[ ૩૧૩]
તેત્રીસમું અધ્યયન
કર્મ પ્રકૃતિ
સંસાર પરિભ્રમણનું કારણ:। अट्ठ कम्माई वोच्छामि, आणुपुटिव जहक्कम ।
जेहिं बद्धो अयं जीवो, संसारे परिवट्टइ ॥ શબ્દાર્થ – ૬આઠ વાડું - કર્મોનું આણુપુત્રિ આનુપૂર્વીથી નદમં યથાક્રમે વોછામિ - વર્ણન કરીશ ગઢ - જેનાથી વો બંધાયેલો અર્થ = આ નવો જીવ રવ- પરિભ્રમણ કરે છે. ભાવાર્થ - સૂિત્રકાર કહે છે–] હું આઠ પ્રકારના કર્મોનું આનુપૂર્વીના ક્રમાનુસાર વર્ણન કરીશ, જેનાથી બંધાઈને આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સૂત્રકારે અનંત સંસાર પરિભ્રમણના મૂળભૂત કારણ તરીકે કર્મનું કથન કરી તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરી છે.
જીવ સ્વયં ચૈતન્ય સ્વરૂપી શુદ્ધ, બુદ્ધ અજર-અમર છે, પરંતુ સોનાની ખાણમાં સોનું અને માટી જેમ સહજ રીતે મિશ્રિત થયેલા હોય છે, તે જ રીતે જડ કર્મો અને જીવ પણ અનાદિકાલથી એકમેક રૂપે રહેલા છે. જડ કર્મના સંયોગે જીવ પોતાનો સ્વભાવ છોડીને વિકાર ભાવને પ્રાપ્ત થાય છે. તે સ્વયં વીતરાગ સ્વરૂપી શુદ્ધ હોવા છતાં કર્મ સંયોગે રાગ-દ્વેષાદિ વિકારી ભાવો કરે છે. રાગ દ્વેષથી કર્મબંધ અને કર્મબંધથી જન્મ-મરણ થાય છે. જન્મ-મરણ કરતાં-કરતાં જીવ કર્મોના ઉદયને ભોગવે, તેમાં પુનઃ રાગ-દ્વેષાદિ ભાવો કરે અને પુનઃ કર્મબંધ કરે છે. આ રીતે જીવ કર્મના કારણે જન્મ-મરણના ચક્રમાં પરિભ્રમણ કર્યા કરે છે.
જ્યાં સુધી કર્મરૂપ વિકારી તત્ત્વનો સંયોગ રહે છે ત્યાં સુધી જીવનું પરિભ્રમણ ચાલુ જ રહે છે. આ રીતે જીવના સંસાર પરિભ્રમણનું મૂળભૂત કારણ કર્મનો સંયોગ છે. એક જમાડું :- કર્મોના અનંત પ્રકાર છે. તેમ છતાં તેના સ્વરૂપ આદિની સામ્યતાની અપેક્ષાએ જ્ઞાનીઓએ તેના મુખ્ય આઠ વિભાગ કર્યા છે, તે જ કર્મોના મૂળભૂત આઠ પ્રકાર રૂપે પ્રસિદ્ધ છે. કર્મબંધ :- કષાય અને યોગના નિમિત્તથી કાશ્મણ વર્ગણાના પુલોનું વેશ્યાના સંયોગે ક્ષીર અને નીરની જેમ આત્મપ્રદેશોમાં એકમેક થઈ જવું, તેને કર્મબંધ કહે છે. આધુબિ કદમ - પૂર્વાનુપૂર્વીના ક્રમાનુસાર. આનુપૂર્વીના ત્રણ પ્રકાર છે– (૧) પૂર્વાનુપૂર્વીક્રમશઃ એક, બે, ત્રણ તે રીતે કથન કરવું (૨) પશ્ચાનુપૂર્વી- ત્રણ, બે, એક, તેમ પાછળથી પ્રારંભ કરીને કથન કરવું (૩) અનાનુપૂર્વી- આગળ કે પાછળના નિશ્ચિત ક્રમ વિના કથન કરવું. પ્રસ્તુત અધ્યયનમાં પૂર્વાનુપૂર્વીથી યથાક્રમે અર્થાત જ્ઞાનાવરણીયાદિ પ્રસિદ્ધ ક્રમથી જ કર્મનું વર્ણન કરવામાં આવ્યું છે.