Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૧૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ભંડારીને કોઈને દાન દેવાનો આદેશ આપવામાં આવે, તોપણ ભંડારી પોતાની પ્રકૃતિ અનુસાર ઉક્ત વ્યક્તિને દાન દેવામાં અંતરાયરૂપ બને છે. તેવી રીતે અંતરાય કર્મ આત્માને દાનાદિ કરવામાં વિનકારક બને છે. પ્રકૃતિ બંધઃ જ્ઞાનાવરણીય કર્મ1 णाणावरणं पंचविहं, सुयं आभिणिबोहियं ।
__ ओहिणाणं च तइयं, मणणाणं च केवलं ॥ શબ્દાર્થ - MાળવM = જ્ઞાનાવરણીય કર્મ પંવિ૬ = પાંચ પ્રકારનું છે વહિયં = આભિનિ- બોધિક(મતિ) જ્ઞાનાવરણીય સંય = શ્રુતજ્ઞાનાવરણીય ત = ત્રીજે દિy = અવધિજ્ઞાનાવરણીય માળખ = મન:પર્યવ જ્ઞાનાવરણીય જેવાં = કેવળજ્ઞાનાવરણીય. ભાવાર્થ :- જ્ઞાનાવરણીય કર્મના પાંચ પ્રકાર છે- શ્રુતજ્ઞાનાવરણીય, આભિનિબોધિક(મતિ) જ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં જ્ઞાનાવરણીય કર્મની પાંચ ઉત્તર પ્રકૃતિનું નિરૂપણ છે.
જ્ઞાનગુણ આત્માનો એક અખંડ ગુણ છે. તેમ છતાં કર્મના ક્ષયોપશમની અને ક્ષયની તીવ્રતા– મંદતાના આધારે જ્ઞાનના પાંચ ભેદ થાય છે. તેથી તેને આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મના પણ પાંચ પ્રકાર છે.
શ્રુતજ્ઞાનાવરણીય કર્મ– શાસ્ત્રો વાંચવા અને સાંભળવાથી જે અર્થજ્ઞાન થાય તેને શ્રુતજ્ઞાન કહે છે. અથવા મતિજ્ઞાન થયા પછી જેમાં શબ્દ અને અર્થની પર્યાલોચના થાય તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનને આવરણ કરનાર કર્મ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આભિનિબોધિજ્ઞાનાવરણીય- ઇન્દ્રિયો અને મન દ્વારા સન્મુખ આવેલા પદાર્થોનું જે જ્ઞાન થાય, તેને આભિનિબોધિક(મતિજ્ઞાન) કહે છે. મતિજ્ઞાનને આવરણ કરનાર કર્મને મતિજ્ઞાનાવરણીયકર્મ કહે છે. અવધિજ્ઞાનાવરણીય- ઇન્દ્રિયો અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી અમુક અવધિ કે મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનું જ્ઞાન થાય, તેને અવધિજ્ઞાન કહે છે; તેને આવરણ કરનાર કર્મ અવધિજ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. મન ૫ર્યવજ્ઞાનાવરણીય ઇન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી અઢીદ્વીપ ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી જીવોના મનોગત વિચારોને જાણી લેવા, તે મન:પર્યવજ્ઞાન છે. તેને આવરણ કરનાર કર્મ મન:પર્યવ જ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. કેવળજ્ઞાનાવરણીય-વિશ્વના ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલીન સમસ્ત પદાર્થોને એક સમયમાં જાણે, તેને કેવળજ્ઞાન કહે છે. તે જ્ઞાનને આવરણ કરનાર કર્મ કેવળ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
૬ મણિબો િ :- શ્રી ભગવતીસૂત્ર, શ્રી ઠાણાંગસૂત્ર, શ્રી અનુયોગદ્વાર સૂત્ર, શ્રી નંદીસૂત્ર આદિ આગમોમાં પાંચ જ્ઞાનના કથનમાં મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાનનું કથન છે પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં શ્રુતજ્ઞાના વરણીયનો ક્રમ પ્રથમ છે. આ કથન શ્રુતજ્ઞાનની પ્રધાનતાને પ્રગટ કરે છે. પાંચે ય જ્ઞાનનું સ્વરૂપ શ્રુતજ્ઞાન દ્વારા જ જણાય છે. જ્ઞાનની પરંપરા શ્રુતજ્ઞાનના માધ્યમથી જ અખંડ રહે છે. શ્રુતજ્ઞાન અક્ષરરૂપે પ્રગટ થાય છે, શેષ ચાર જ્ઞાન મૂક છે. આ રીતે શ્રુતજ્ઞાનની મુખ્યતા અનેક પ્રકારે પ્રતીત થાય છે.
તે ઉપરાંત શ્રી ભગવતી આદિ શાસ્ત્રો ગદ્યમય છે પરંતુ આ શાસ્ત્ર પદ્યમય છે તેથી છંદોબદ્ધતા,