Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
દુઃખને દૂર કરવા માટે તપ્રવયં = તપ્રત્યય, વિષય સંયોગમાં જ ૩જાન = ઉદ્યમ કરે છે. ભાવાર્થ - અનેક વિચારો અને ઈચ્છાઓને પ્રાપ્ત તે વ્યક્તિને મોહરૂપી મહાસાગરમાં ડૂબાડનારા માટે અનેક પ્રયોજન ઉપસ્થિત થાય છે, ત્યારે તે સુખાભિલાષી રાગી પુરુષ દુઃખોને દૂર કરવા ત~ાયોગ્ય વિષય સંયોગમાં જ વિભિન્ન રીતે ઉદ્યમ કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સંયમી જીવન અંગીકાર કરનાર સાધકને ઈચ્છાઓના નિયંત્રણ માટેનો સચોટ ઉપદેશ આપ્યો છે. વM - રૂચ્છિા સહાય તિ :-સહાનિચ્છું = સહાયતા માટે, સહાયનો ઈચ્છુક થઈ છે = કલ્પની એટલે સાધુની, શિષ્યની, અન્ય શ્રમણની; છw = ઈચ્છા ન કરે, અભિલાષા ન કરે, અપેક્ષાઆશા ન રાખે. સંયમી સાધક પોતાના કાર્યો માટે અન્ય સાધુની સહાયતાની ઈચ્છા ન કરે. સંયમી જીવન પૂર્ણતઃ સ્વાવલંબી હોય છે. સાધક પોતાના નાના-મોટા પ્રત્યેક કાર્યો અપ્રમત્તભાવે, યતનાપૂર્વક સ્વયં કરે છે. સ્વાવલંબી જીવનના અનેક લાભો છે. અન્યની અપેક્ષા છૂટી જતાં કેટલા ય રાગ-દ્વેષના પરિણામો છૂટી જાય છે અને તેમ કરતા સાધક શાંત, સ્વસ્થ, સંતુષ્ટ, જાગૃત અને અપ્રમત્ત બને છે. તેથી પ્રત્યેક સાધકે અન્યની સહાયતાની ઈચ્છાનો ત્યાગ કરી, સ્વાવલંબી બનવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને ગુરુકુલવાસી અન્ય વૃદ્ધ, ગ્લાન, તપસ્વી કે નવદીક્ષિત સંતો હોય, તો તેની સેવા અગ્લાનભાવે, પ્રસન્નચિત્ત કરવી જોઈએ.
ઉપરોક્ત ગાથાથી સેવાધર્મનો નિષેધ થતો નથી પરંતુ પ્રત્યેક સાધકને સ્વાવલંબી બનવાની પ્રેરણા મળે છે. આગામોમાં ગૌતમસ્વામી ધર્મરુચિ અણગાર આદિ સ્વાવલંબી સંતોના દષ્ટાંતો છે, જે સૂત્રોક્ત વિષયની પુષ્ટિ કરે છે.
પછાતવે જ તવપૂબવં :- આ ચરણમાં પ્રયુક્ત ન શબ્દનો અન્વય બંને ક્રિયાપદો સાથે થાય છે. તેથી તેનો અર્થ– સંયમ સ્વીકાર કર્યા પછી મુનિ કોઈ પણ પ્રકારે દીન બનીને પશ્ચાત્તાપ કરે નહીં અને પોતાની તપસ્યાનો પ્રભાવ પણ ઈચ્છે નહીં. તેમજ પોતાની તપસ્યાનો કોઈ પણ પ્રભાવ ન થાય, લબ્ધિ આદિ પ્રગટ ન થાય, તો તેનો પશ્ચાત્તાપ કરે નહીં.
આ રીતે આ ગાથાના પ્રથમ ચરણમાં સહાયકની ઈચ્છાના અને બીજા ચરણમાં તપસંયમના પ્રભાવની ઈચ્છાના નિયંત્રણ માટે સંકેત છે.
એક ઈચ્છા અન્ય અનેક ઈચ્છાઓની પરંપરાને જન્મ આપે છે અને ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે પશ્ચાત્તાપનો પ્રસંગ આવે છે. તેથી સાધક પશ્ચાત્તાપના મૂળભૂત કારણરૂપ ઈચ્છાનો સર્વથા ત્યાગ કરે.
વંવિવારે અનિયખંથારે - પન્ન = આ રીતે વિચારે = વિચારોના, ઈચ્છાઓના નિવખરે = અમિત-અમર્યાદિત પ્રકાર છે; આ રીતે ઈચ્છાઓના અસીમ અને અનંત પ્રકાર થઈ શકે છે. આવના વિ વોરવર્તે-ગાથાના ત્રણ ચરણમાં ઈચ્છાનિયંત્રણ અને ઈચ્છાઓની અસીમતા દર્શાવીને આ ચોથા ચરણમાં શાસ્ત્રકારે તે ઈચ્છાઓની ઉત્પત્તિના મૂળભૂત કારણનું સ્પષ્ટીકરણ કર્યું છે. (૧) પંકિય વરવસે - ઇન્દ્રિયરૂપી ચોરને વશ થયેલા જીવને (૨) પંકિય વોર + અવર્સ - ઇન્દ્રિય૩પી ચોરને આધીન કે મોહાધીન વ્યક્તિને અસીમ ઈચ્છાઓ આવM૬ = ઉત્પન્ન થાય છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર અને શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ત્રણ પ્રકારના ચોરનું કથન છે. વ્રતોનું યથાર્થ