Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચરણ વિધિ
૨૫ ]
ચાલે (૨) પીંજ્યા વિના ચાલે (૩) વિધિપૂર્વકન પોજે(૪) પાટ-પાટલા, શય્યા-આસન વગેરે અમર્યાદિત રાખે (૫) ગુર્નાદિકોનું અપમાન કરે (૬) સ્થવિર, વૃદ્ધ, આચાર્યાદિની અવહેલના-તિરસ્કાર કરે (૭) એકેન્દ્રિય જીવોની વિરાધના કરે. (૮) વારંવાર ક્રોધ કરે (૯) લાંબો સમય ક્રોધને ટકાવી રાખે (૧૦) નિંદા કરે (૧૧) નિશ્ચયકારી ભાષા બોલે (૧૨) નવો ક્લેશ ઉત્પન્ન કરે (૧૩) ઉપશાંત થયેલા ક્લેશની ઉદીરણા કરે (૧૪) અકાલમાં સ્વાધ્યાય કરે (૧૫) સચેત રજથી ખરડાયેલા હાથ-પગ હોય, તો પણ ભિક્ષા ગ્રહણ કરે (૧૬) લાગણી શૂન્ય બની પરસ્પર જીભાજોડી કરે(૧૭) પરસ્પર તપીને બોલે (૧૮) પરસ્પરમાં
ક્લેશ કરે (૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અર્થાત્ આખો દિવસ ખા ખા કરે (૨૦) અસૂઝતા–દસ એષણા દોષયુક્ત આહાર-પાણી ગ્રહણ કરે. અસમાધિસ્થાનનું વિસ્તૃત વર્ણન શ્રીદશાશ્રુતસ્કંધ સૂત્રમાં છે.
આ અસમાધિ સ્થાનરૂપ દૂષિત આચરણ સંયમ જીવનમાં પ્રવેશ ન પામે, તેનું મુનિએ સતત ધ્યાન રાખવું જોઈએ. એકવીસમો અને બાવીસમો બોલ :
પ્રવીણ બને, વાવલાપ કરી દે
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ - વસા = એકવીસ વ = શબલ દોષ અને વ્યાવસા = બાવીસ વરસ = પરીષહોના વિષયમાં. ભાવાર્થ- એકવીસ શબલ દોષો અંગે અને બાવીસ પરીષહોના વિષયમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચનઃ
વાપસક- સ + બલ = બલવાન, સશક્ત, ભારે. સંયમાચરણમાં મોટા દોષોને અહીં શબલ દોષ કહ્યા છે. તે એકવીસ શબલ દોષ આ પ્રમાણે છે- (૧) હસ્તકર્મ કરે (૨) મૈથુન સેવન કરે (૩) રાત્રિભોજન કરે (૪) આધાકર્મ દોષયુક્ત આહાર લે. (૫) શય્યાતરનો આહાર લે (૬) સાધુના નિમિત્તે બનાવેલો, ખરીદેલો તેમજ સામે લાવેલો આહાર ગ્રહણ કરે (૭) પ્રત્યાખ્યાન ભંગ કરે. (૮) છ-છ મહીને ગણ પરિવર્તન કરે. (૯) મહિનામાં ત્રણ વખત જાંઘ સુધીના પાણીવાળી નદી પાર કરે (૧૦) એક માસમાં ત્રણ વાર માયાસ્થાનોનું સેવન કરે (૧૧) રાજપિંડ ભોગવે (૧૨) જાણી જોઈને હિંસા કરે (૧૩) ઇરાદાપૂર્વક અસત્ય બોલે (૧૪) ઇરાદાપૂર્વક અદત્ત ગ્રહણ કરે (૧૫) ઈરાદાપૂર્વક સચિત્ત પૃથ્વીની નજીકમાં આસન, શયન ગ્રહણ કરે (૧૬) ઈરાદાપૂર્વક પાણીથી ભીના તથા સચિત્ત રજયુક્ત સ્થાનમાં સૂવે-બેસે તેમજ(૧૭) સચિત્ત પૃથ્વી, શિલા તથા કીડી, મંકોડા, તેના ઇડા ઉધઈવગેરે ત્રસ જીવો સહિતના લાકડા પર કે સ્થાનો ઉપર સૂવે-બેસે (૧૮) ઈરાદાપૂર્વક કંદમૂળ, પત્ર, પુષ્પાદિનું સેવન કરે (૧૯) વર્ષમાં દસ વાર નદી ઉતરે (૨૦) વર્ષમાં દસ વાર માયાસ્થાનનું સેવન કરે (ર૧) સચિત્ત જળવાળા હાથ, કડછી વગેરેથી અપાતો આહાર ગ્રહણ કરે આ શબલદોષોનું સેવન કરવાથી ચારિત્ર મલિન થઈ જાય છે, તેથી મુનિએ લક્ષપૂર્વક આ દોષોનો ત્યાગ કરવો જોઈએ. બાવીસ પરીષહ - આ સૂત્રના બીજા અધ્યયનમાં બાવીસ પરીષહોના નામ તથા સ્વરૂપનો ઉલ્લેખ કર્યો છે, સાધુઓએ આ પરીષહોને સમભાવથી સહન કરવા જોઈએ.