Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચરણ વિધિ
[ ૨૭૧ ]
નિમંત્રણ આપે (૧૭) ભિક્ષા પ્રાપ્ત આહારમાંથી ગુરુ ભગવંતોને પૂછયા વિના ઈચ્છિત-મનોજ્ઞ આહાર પોતાના પ્રિય સાધુઓને આપી દે (૧૮) ગુરુ ભગવંતોની સાથે ભોજન કરતા સમયે સરસ આહાર કરવાની ઉતાવળ કરે (૧૯) ગુરુ ભગવંત બોલાવે ત્યારે સાંભળ્યું, ન સાંભળ્યું કરી દે (૨૦) ગુરુ ભગવંત બોલાવે, ત્યારે પોતાની જગ્યાએ બેઠા બેઠા જ ઉત્તર આપે (ર૧) ગુરુ ભગવંતને અનાદરપૂર્વક “અરે !, તું જેવા શબ્દોથી બોલાવે (રર) ગુરુ ભગવંતને અનાદરભાવથી “શું કહી રહ્યા છો ?”– એમ કહે (૨૩) ગુરુ ભગવંતને કઠોર શબ્દથી સંબોધિત, આમંત્રિત કરે અથવા તેની સમક્ષ ઊંચા અવાજે બોલે (૨૪) ગુરુ. ભગવંતનો કોઈ “શબ્દ' પકડી પછી તે શબ્દનો ઉપયોગ કરી તેમની અવજ્ઞા કરે (૨૫) ગુરુ ભગવંત વ્યાખ્યાન કરી રહ્યા હોય તે સમયે વચમાં બોલી ઉઠે કે “આ એમ નથી, આમ છે” (ર૬) ગુરુ ભગવંત વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે “તમે ભૂલી ગયા છો !' એમ બોલી ઊઠે (૨૭) ગુરુ ભગવંત વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે અન્યમનસ્ક રહે. (૨૮) ગુરુ ભગવંત વ્યાખ્યાન આપી રહ્યા હોય તે સમયે અધવચ્ચે જ પરિષદને ભંગ કરી દે (૨૯) ગુરુ ભગવંત વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે વચ્ચે તથા પ્રકારનું વર્તન કરીને કથાનો વિચ્છેદ કરે (૩૦) ગુરુ ભગવંત વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે વચ્ચે જ પોતે વ્યાખ્યાન આપવાનો પ્રયત્ન કરે (૩૧) ગુરુ ભગવંતનાં ઉપકરણોને પગ લાગતાં વિનયપૂર્વક ક્ષમાયાચના ન કરે (૩૨) ગુરુ ભગવંતના પાથરણા ઉપર ઊભા રહે, બેસે અથવા સૂવે (૩૩) ગુરુ ભગવંતથી ઊંચે અથવા બરાબરના આસન ઉપર ઊભા રહે, બેસે અથવા સૂવે. આ ૩૩ આશાતનાઓથી સાધકોએ સર્વથા દૂર રહીને ગુરુજનો પ્રત્યે વિનય ભક્તિ, બહુમાન કરવું જોઈએ. આ રીતે આ તેત્રીસ, પ્રવૃત્તિની અપેક્ષાએ આશાતનાઓનું કથન છે. વ્યક્તિ આદિ અન્ય અપેક્ષાએ આસાતનાઓનું કથન આ પ્રમાણે પ્રચલિત છે–
(૧) અરિહંતોની આશાતના (૨) સિદ્ધોની આશાતના (૩) આચાર્યોની આશાતના (૪) ઉપાધ્યાયોની આશાતના (૫) સાધુઓની આશાતના (૬) સાધ્વીઓની આશાતના (૭) શ્રાવકોની આશાતના (૮) શ્રાવિકાઓની આશાતના (૯) દેવોની આશાતના (૧૦) દેવીઓની આશાતના (૧૧) ઈહલોકની આશાતના (૧૨) પરલોકની આશાતના (૧૩) સર્વજ્ઞપ્રણીત ધર્મની આશાતના (૧૪) સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્વની આશાતના (૧૫) દેવ, મનુષ્ય, અસુર સહિત સમગ્ર લોકની આશાતના (૧૬) કાલની આશાતના (૧૭) શ્રતની આશાતના (૧૮) શ્રત દેવતાની આશાતના (૧૯) વાચનાચાર્યની આશાતના (૨૦) જં વાઈદ્ધ સૂત્રના અક્ષર, પદ આઘા પાછા બોલ્યા હોય (૨૧) વસ્ત્રામેલિય- એક સૂત્રનો પાઠ બીજા સૂત્રમાં બોલ્યો હોય (૨૨) હણમ્બરં– અક્ષરો ઓછા બોલ્યા હોય (૨૩) અચ્ચમ્બરં– અક્ષરો અધિક બોલ્યા હોય (૨૪) પયહીણું– પદ ઓછા બોલ્યા હોય (૨૫) વિણહીણું– સૂત્રો વિનયરહિત બોલ્યા હોય (૨૬) જોગહરં સંયુક્તાક્ષર યોગ્ય રીતે ન ભણ્યા હોય (૨૭) ઘોષહીë– શુદ્ધ ઉચ્ચાર ન કર્યો હોય. (૨૮) સુદિનં- શ્રેષ્ઠ જ્ઞાન અવિનીત શિષ્યને આપ્યું હોય (૨૯) દુહુપડિચ્છિયં– જ્ઞાન અવિનય ભાવે માઠી રીતે ગ્રહણ કર્યું હોય (૩૦) અકાલે કઓ સઝાઓ ચાર સંધ્યાકાલ આદિ અકાલમાં સ્વાધ્યાય કર્યો હોય (૩૧) કાલે ન કઓ સઝાઓ-સ્વાધ્યાયકાલમાં સ્વાધ્યાય ન કર્યો હોય (૩ર) અસક્ઝાએ સઝાય-બત્રીસ અસ્વાધ્યાયમાં, સ્વાધ્યાય કર્યો હોય (૩૩) સક્ઝાએ ન સઝાયં– સ્વાધ્યાય કરવા યોગ્ય સમયે સ્વાધ્યાય ન કર્યો હોય.
| નાના-મોટા કોઈપણ જીવોનો તિરસ્કાર કે ઉપેક્ષા સ્વયંને હાનિકારક થાય છે. તેથી સાધકોએ ઉપકારી પુરુષો સાથે વિનયપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ.
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર અને શ્રી સમવાયાંગ સૂત્રમાં ગુરુ અને રત્નાધિકો સાથેના અનુચિત વ્યવહારની અર્થાત્ પ્રવૃત્તિની અપેક્ષાએ જ તેત્રીસ આશાતનાઓનું કથન થયું છે.