Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૯૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
લેવાનો ત્યાગ કરવાથીuffખાવ એકત્વભાવને જય પ્રાપ્ત કરે છેvમાવપૂણ એકત્વભાવને પ્રાપ્ત થયેલો નીવે = આત્મા પત્ત = એકાગ્રતાની માવેના = ભાવના ભાવતો = શબ્દ રહિત અપક્ષક્ષેત્ર ગણ કે સંઘમાં ભેદ પડે એવા વચન ન બોલનાર પૂજાહેરકલહરહિત અMવસા =કષાય રહિત અખાનાને = માસ્તારું ન કરનાર સંગ-વહુને = સંયમ બહુલતા, પ્રધાન સંયમવાળો સવરવહુને = સંવરની બહુલતા, વિશિષ્ટ સંવરવાળો યાવિ = અને સમણિ = સમાધિવંત ભવ= થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સહાયના પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– બીજા મુનિઓની સહાય લેવાના પ્રત્યાખ્યાન કરનાર સાધક એકત્વભાવને પ્રાપ્ત કરે છે. એકત્વ ભાવનાને પ્રાપ્ત થયેલો સાધક એકાગ્રતાની ભાવના કરતો વિગ્રહકારી શબ્દ, વાણીનો કલહ, કષાય તથા મારા-તારાની ભાવના આદિથી સહજ મુક્ત થઈ જાય છે. તે સંયમ અને સંવરમાં વૃદ્ધિ કરતો સમાધિ સંપન્ન થઈ જાય છે. વિવેચન : -
સંયમ સાધનામાં સ્થિત સાધક સાધનાની પરાકાષ્ટાને પામવા માટે સહજ ભાવે ગુરુ આજ્ઞાપૂર્વક ગુરુ સાંનિધ્યમાં રહીને સંભોગ પ્રત્યાખ્યાન, સહાય પ્રત્યાખ્યાન આદિ વિશિષ્ટ અભિગ્રહપૂર્વકની સાધનાઓ કરે છે. ધર્મરુચિ અણગાર, ધના અણગાર, ગૌતમ સ્વામી, અર્જુનમાલી આદિ અનેક આદર્શભૂત ઉદાહરણ શાસ્ત્રમાં જોવા મળે છે.
પૂર્વના સૂત્રમાં સંભોગ પ્રત્યાખ્યાન દ્વારા આહાર સંબંધી સ્વાવલંબી જીવનના લાભ દર્શાવ્યા છે. પ્રસ્તુતમાં સહાય ત્યાગના અભિગ્રહથી સંપૂર્ણ સ્વાવલંબી જીવનના લાભનું કથન છે.
સહાય પ્રત્યાખ્યાન કરનાર જીવ એકત્વભાવને પ્રાપ્ત કરે છે. એકત્વભાવથી તે જીવ અલ્પભાષી બને છે, તેના કષાય-પ્રસંગો અલ્પ થઈ જાય છે. સમૂહમાં રહેવા છતાં પણ સહાયત્યાગ કરનાર સાધક, પરસ્પરમાં ઉત્પન્ન થનારા કેટલાય વાદ-વિવાદ હુંસાતુંશી જેવા પ્રસંગોથી સહજ રીતે મુક્ત થઈ જાય છે. તે સાધક ક્લેશાદિથી મુક્ત થઈ અને સમાધિયુક્ત થઈ શાંતિપૂર્વક વિચારે છે. ભક્ત પચ્ચકખાણ:४२ भत्त-पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ? भत्तपच्चक्खाणेण अणेगाई भवसयाई णिरुंभइ । શબ્દાર્થ – ભરપક્વEM = ભક્ત પ્રત્યાખ્યાનથી અર્થાત્ આહારનો ત્યાગ કરવાથી, આજીવન અનશન વ્રત ધારણ કરવાથી મારું અવસથારું = અનેક સેંકડો ભવોનોfપરંભ = નિરોધ કરી દે છે ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભક્ત પ્રત્યાખ્યાનથી અર્થાત્ આજીવન અનશન વ્રત ગ્રહણ કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- આજીવન અનશન વ્રત ધારણ કરવાથી જીવ અનેક સેંકડો ભવોનો વિરોધ કરી લે છે. તે અલ્પ સંસારી થઈ જાય છે. વિવેચન :
સૂત્ર ૩પમાં આહાર પ્રત્યાખ્યાનનું અને પ્રસ્તુત સૂત્રમાં ભક્ત પ્રત્યાખ્યાનનું ફળ નિર્દિષ્ટ છે.