Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચરણ વિધિ
[ ર૫૭ ]
ભાવાર્થ:- જે ભિક્ષુ ચાર વિકથાઓ, ચાર કષાયો, ચાર સંજ્ઞાઓ અને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન, તે બને ધ્યાનનો હંમેશાં ત્યાગ કરે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન:વિદા :- વિકથા. સંયમી જીવનને દુષિત કરનાર અને સંયમ વિરુદ્ધ તથા નિરર્થક વાતોને વિકથા કહે છે. સાધુને આધ્યાત્મ સાધનામાં ધ્યાન, મૌન, જપ, સ્વાધ્યાય વગેરેમાં જ રસ રાખવો જોઈએ પરંતુ પોતાના અમૂલ્ય સમય અને શક્તિને વિકથાઓમાં નિરર્થક નષ્ટ કરવો જોઈએ નહીં. વિકથાઓ મુખ્યત્વે ચાર છે– સ્ત્રીકથા - સ્ત્રીઓનાં રૂપ, લાવણ્ય, વસ્ત્રાભૂષણ વગેરે સંબંધી વાતો કરવી, ભક્તકથાભોજનની વાનગીઓ વગેરે સંબંધી ચર્ચામાં વ્યસ્ત રહેવું, રસમય ભોજનની ચર્ચા કરવી, દેશકથાદેશોની વિવિધ વેશભૂષા, શૃંગાર, ભોજન પદ્ધતિ, ગૃહ નિર્માણ કલા, રીત-રિવાજ વગેરેની નિંદા-પ્રશંસા કરવી. રાજકથા– શાસકોની સેના, રાણીઓ, યુદ્ધ– કળા, ભોગ વિલાસ વગેરેની ચર્ચા કરવી. સંયમની આરાધના માટે શ્રમણોએ ચારે ય વિસ્થાઓથી નિવૃત્ત થવું અને આક્ષેપિણી, વિક્ષેપિણી, સંવેગિની, નિર્વેદિની વગેરે વૈરાગ્ય રસયુક્ત ધર્મકથાઓમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. વસાય:- કષાય. કષ” એટલે સંસાર, “આય’ એટલે પ્રાપ્તિ, જેનાથી સંસારની પ્રાપ્તિ થાય તેને કષાય કહે છે. કષાય કર્મોત્પાદક છે અને કર્મોથી જ દુઃખ થાય છે. કષાય ચાર છે– ક્રોધ, માન, માયા અને લોભ. શ્રમણોએ આ ચાર કષાયથી દૂર રહેતાં ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષઆદિ ગુણોને ધારણ કરવા જોઈએ. સUM :- સંજ્ઞા. સંજ્ઞા પારિભાષિક શબ્દ છે. મોહનીય અને અશાતાવેદનીય કર્મના ઉદયથી ચેતનાશક્તિ વિકારયુક્ત થઈ જાય છે, તે વિકારયુક્ત આત્મપરિણતિ “સંજ્ઞા” (વિકૃત અભિલાષા) કહેવાય છે. સંજ્ઞાઓ ચાર છે– આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા. આ ચારે ય સંજ્ઞાઓ ક્રમશઃ શ્રુધાવેદનીય, ભયમોહનીય, વેદમોહનીય અને લોભમોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. સાધુએ આ ચાર સંજ્ઞાઓથી નિવૃત્ત થવાનો અભ્યાસ કરીને નિરાહાર સંકલ્પ, નિર્ભયતા, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહતાના ભાવોમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. HTTI[ ૨ ફુય – બે ધ્યાન. અહીં જે બે ધ્યાનથી નિવૃત્ત થવાનો સંકેત છે, તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે. એકાગ્ર થઈને એક જ વિષયનું ચિંતન કરવું, તે ધ્યાન છે. ધ્યાનના ચાર પ્રકાર છે– આધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન.
ઈષ્ટપ્રિય વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિનો સદા સંયોગ રહે અને વિયોગ ન થાય તથા અનિષ્ટઅપ્રિય વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિથી સદા મુક્ત રહેવાય, તે માટેનું સતત ચિંતન તે આર્તધ્યાન છે. આર્તધ્યાનના પરિણામો જ્યારે તીવ્રતમ બની જાય અને વ્યક્તિ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે ક્રૂર પરિણામથી હિંસાદિ દુષ્પવૃત્તિમાં લીન બની જાય, તે રૌદ્રધ્યાન છે. આ બન્ને ધ્યાન સંસારવર્ધક હોવાથી ત્યાગવા યોગ્ય છે. ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન કર્મ નિર્જરાના સાધન હોવાથી સ્વીકારવા યોગ્ય છે. પાંચ બોલ :७ वएसु-इंदियत्थेसु, समिईसु किरियासु य ।
__ जे भिक्खू जयइ णिच्च, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ - વડું = પાંચ મહાવ્રત નિરંતુ = પાંચ સમિતિઓના પાલનમાં તથા વિયત્વેલું =