Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સમ્યક્ પરાક્રમ
| ૨૦૩ |
તા હોય તો તે અવિસંવાદ અવસ્થા છે. વિદૂષક બની લોકોને હસાવવા વગેરે, કાયાની વક્રતા છે. ઉપહાસ્ય માટે અન્ય દેશની ભાષાનો પ્રયોગ કરવો, કટાક્ષ વચનો બોલવા, મહેણાં-ટોણાં મારવા, તે ભાષાની વક્રતા છે. મનમાં કાંઈ હોય અને વાણીમાં કાંઈ બોલે અને આચરણ વળી જુદું જ કરે, તે ભાવની વક્રતા છે. આ પ્રકારે અન્ય લોકોને ઠગવા માટે ત્રણે યોગોથી વિલક્ષણ ચેષ્ટા કરવી, તે વિસંવાદભાવ છે. પ્રસ્તુત સરળતા ગુણથી જીવ વિસંવાદ રહિત અવસ્થાને પ્રાપ્ત કરે છે. મૃદુતા :५१ मद्दवयाए णं भंते ! जीवे किं जणयइ ?
मद्दवयाए णं अणुस्सियत्तं जणयइ । अणुस्सियत्ते णं जीवे मिउ-मद्दव-संपण्णे अट्ठ मयट्ठाणाइ णिट्ठावेइ । શબ્દાર્થ - નિર્વાણ = = મૃદુતાથી–સ્વભાવની કોમળતાથી સમજુત્તિ = અનુશ્રુંખલતા, નિરભિમાનતા, અનુદ્ધત અસ્તિત્તે = નિરાભિમાની નિયમવાળે = મૃદુતા-નમ્રતા સંપન્ન થઈને, નમ્ર અને કોમળ સ્વભાવયુક્ત થઈને અકુ = આઠ વિઠ્ઠાણારું = મદ-સ્થાનોનો પિાવે = પરિત્યાગ કરી દે છે. નષ્ટ કરી દે છે, ધ્વસ્ત કરી દે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મૃદુતાથી એટલે સ્વભાવની કોમળતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર-મદુતાથી જીવનિરભિમાનતાને પ્રાપ્ત કરે છે. નિરભિમાની જીવ નમ્ર અને કોમળ સ્વભાવ યુક્ત થઈને આઠ મદસ્થાનોનો નાશ કરે છે અર્થાત્ તે આઠમાંથી કોઈ પણ પ્રકારનો મદ કરતો નથી. વિવેચન :
માનકષાયના અભાવમાં થતી આત્મ પરિણતિને મૂર્તા કહે છે. મૂતાથી આત્મ સ્વભાવમાં અત્યંત કોમળતા પ્રગટ થાય છે. તેથી તેની ઉદ્ધતાઈનો ભાવ નાશ પામે છે. દ્રવ્ય અને ભાવથી તે નમ્ર બની જાય છે. તે જીવ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, લાભ, શ્રુત અને ઐશ્વર્યનો મદ, આ આઠ પ્રકારના મદસ્થાન સંબંધી અભિમાનથી રહિત બની જાય છે. ભાવ સત્ય :५२ भावसच्चेणं भंते ! जीवे किं जणयइ ?
भावसच्चेणं भावविसोहिं जणयइ । भावविसोहीए वट्टमाणे जीवे अरहतपण्णत्तस्स धम्मस्स आराहणयाए अब्भुढेइ । अरहतपण्णत्तस्स धम्मस्स आराहणयाए अब्भुट्टित्ता परलोग- धम्मस्स आराहए भवइ । શબ્દાર્થ - મવસગ્ને" = ભાવ સત્યથી, અંતઃકરણની શુદ્ધિથી ભાવવિદિં = ભાવ વિશુદ્ધિને ભાવવિદિપ= ભાવવિશુદ્ધિમાં વમળ = વર્તતો નીવે = જીવ અરહંત-પારસ = અરિહંત દેવ દ્વારા પ્રરૂપિત = ધર્મની દયા = આરાધના કરવા માટે અમુકેડું = ઉદ્યત થાય છે, પ્રવૃત્ત થાય છે અમુક્િત્તા = ઉધત થઈને પરલોધમ્મક્ષ= પરલોકમાં ધર્મનો મરદ = આરાધક