Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૦૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
मुत्तीए णं अकिंचणं जणयइ । अकिंचणे य जीवे अत्थ-लोलाणं पुरिसाणं अपत्थणिज्जे भवइ । શબ્દાર્થ – મુt i = મુક્તિથી, નિર્લોભતાથી વિ = અકિંચનભાવ, પરિગ્રહ રહિતતા અલ્થતોના = અર્થલોલુપી, ધનના લોભી પુરસા = પુરુષોને પત્થને = અપ્રાર્થનીય, લક્ષ ન આપવા યોગ્ય ભવ= થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિર્લોભતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર–નિર્લોભતાથી જીવને અકિંચનભાવ એટલે નિષ્પરિગ્રહની પ્રાપ્તિ થાય છે.નિષ્પરિગ્રહી સાધક ધનલોભી પુરુષોને અપ્રાર્થનીય બને છે અર્થાતુ ધન લોભી પુરુષ તેની પાછળ પડતા નથી. વિવેચન :
મુક્તિનો અર્થ નિર્લોભતા છે. નિર્લોભતાનું પરિણામ છે અકિંચનતા, પરિગ્રહ શૂન્યતા. જે પુરુષ નિર્લોભી હોય છે તે અકિંચન એટલે પરિગ્રહ રહિત બની જાય છે. તેથી ધનના લોભી ચોરાદિ દ્વારા તેને કોઈ પ્રકારનું કષ્ટ સહન કરવું પડતું નથી. ધનલોભી પુરુષને ધનના રક્ષણની ચિંતા સતાવે છે. નિષ્પરિગ્રહી વ્યક્તિ દ્રવ્ય શૂન્ય હોવાથી તેને કોઈ પ્રકારની ચિંતા રહેતી નથી. સરળતાઃ५० अज्जवयाए णं भंते ! जीवे किं जणयइ ?
अज्जवयाए णं काउज्जुययं भावुज्जुययं भासुज्जुययं अविसंवायणं जणयइ । अविसंवायण- संपण्णयाए णं जीवे धम्मस्स आराहए भवइ । શબ્દાર્થ - Mવયાણ જે = આર્જવતા, ઋજુતા, સરળતાથી વ8qય = કાયાની સરળતા भावुज्जु = ભાવની સરળતા માસુઝુર્થ= ભાષાની સરળતા વિવાથM = અવિસંવાદ ભાવની
વિષય-સંપUખથાપ = અવિસંવાદ ભાવને પ્રાપ્ત થયેલો જીવ (કોઈને ન છેતરનારો) અમાસ = ધર્મનો આરાધક મવદ્ = થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સરળતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- સરળતાથી જીવ કાયાની સરળતા, ભાવો(મન)ની સરળતા, ભાષાની સરળતા અને અવિસંવાદિતા પ્રાપ્ત કરે છે. અવિસંવાદને પ્રાપ્ત થયેલો જીવ શુદ્ધ ધર્મનો આરાધક થાય છે. વિવેચન :
- આર્જવતા-સરળતા ધારણ કરનાર જીવ મન, વચન અને કાયાથી સરળ બની જાય છે. સરળ વ્યક્તિમાં કોઈપણ પ્રકારનો વિસંવાદ કે કપટભાવ રહેતો નથી. તે અવિસંવાદભાવને પ્રાપ્ત થયેલો જીવ ધર્મનો આરાધક બને છે. તેને ધર્મની પ્રાપ્તિ થાય છે. ધર્મ, શુદ્ધ અને સરળ હૃદયમાં વસે છે. તેવા સાધકના અધ્યવસાયો શુદ્ધ રહેતા હોવાથી તેને જન્માત્તરમાં પણ ધર્મની પ્રાપ્તિ થાય છે. વિસંવાય –ત્રણે યોગની વક્રતાને વિસંવાદ કહે છે. વિસંવાદ ન હોય અર્થાત્ ત્રણે યોગની સરળ