Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
તપોમાર્ગ ગતિ
ર૩૯ ]
સત્તેવ પસંબT -ખાદ્ય પદાર્થો સંબંધી અભિગ્રહો. તેને સાત પિંડેષણા(પડિમાઓ) કહે છે. પિંડેષણાના સાત પ્રકાર શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યા છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે
1 અષા- દાતાના હાથ અને પાત્ર ભોજનની સામગ્રીથી લેપાયેલા હોય તો ભિક્ષા લેવી. (૨) અ ષ્ટા – દાતાના હાથ અને પાત્ર કોઈ પણ લેપથી રહિત હોય તો ભિક્ષા લેવી. (૩) ૩ પળ- રસોડામાંથી બહાર લાવીને બીજા વાસણોમાં ખાદ્ય પદાર્થ રાખેલા હોય, તેમાંથી ભિક્ષા લેવી. (૪) અન્ય વિવI Sષા- નિર્લેપ-દાળિયા-મમરા વગેરે પદાર્થો જ લેવા. (૫) ૩સ્પૃહીના - ભોજન કરતી વેળાએ, ભોજન કરનાર વ્યક્તિને પીરસવા માટે લઈ જવાતી ખાદ્ય સામગ્રીમાંથી ભિક્ષા લેવી. (૬) Jહતા અષા :- ગૃહસ્થ પોતાના જમવા માટે ગ્રહણ કરેલી ભોજન સામગ્રીમાંથી ભિક્ષા લેવી. (૭) ત થ ાષા - કોઈ યાચક પણ જે પદાર્થને ગ્રહણ કરવા ન ઈચ્છે, તેવા નિસ્સાર, ફેંકી દેવા યોગ્ય આહારમાંથી ભિક્ષા લેવી.
આ રીતે ક્ષેત્રાપેક્ષયા આઠ પ્રકારના અભિગ્રહો અને ખાદ્ય પદાર્થોપેક્ષયા સાત પ્રકારના અભિગ્રહપૂર્વક નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવી તેમજ આગમ સમ્મત અન્ય કોઈ અભિગ્રહ ધારણ કરી ભિક્ષા ગ્રહણ કરવી, તે ભિક્ષાચરી તપ છે.
સંક્ષેપમાં અભિગ્રહ સહિત ગોચરી કરવી તે ભિક્ષાચારી તપ છે અને કોઈ પણ અભિગ્રહ વિના સંયમ નિર્વાહાથે ગોચરી કરવી તે પ્રથમ મહાવ્રત અને એષણા સમિતિના પાલન રૂપ સંયમ વિધિ છે. આ રીતે સંયમ અને તપના આચારમાં વિશેષતા સમજવી જોઈએ.
શ્રી સમવાયાંગસુત્રમાં ભિક્ષાચર્યા તપના સ્થાને સિક્ષેપ નામનો ઉલ્લેખ છે. સામાન્ય રીતે સંયમી જીવનના નિર્વાહાથે કરાતી ગોચરીની વિધિમાં દ્રવ્યથી, ક્ષેત્રથી કાલથી કે ભાવથી કોઈ પણ અભિગ્રહ ધારણ કરીને આહારવૃત્તિને સંક્ષિપ્ત કરવી, તે વૃત્તિસંક્ષેપ તપ છે. આ રીતે ભિક્ષાચર્યાતપ અને વૃત્તિસંક્ષેપ તપનો ભાવ એક સમાન છે. (૪) બાહ્ય તપઃ રસ પરિત્યાગ તપઃसे खीर दहि सप्पिमाई, पणीयं पाणभोयणं ।
। परिवज्जणं रसाणं तु, भणियं रस विवज्जणं ॥ શબ્દાર્થ - વીર = ક્ષીર, દૂધ દિ= દહીં સfu= ઘી આ= આદિ, તેલ અને ગોળ, સાકર ત = અને પર્વ = ગરિષ્ઠ–ઘી, તેલ આદિથી તરબોળ પદાર્થો માલપુવા વગેરે પાપમય = પેય પદાર્થોનું આહાર, રસાળ = રસોનો, અન્ય સ્વાદિષ્ટ પદાર્થોનો, સરસ પદાર્થોનો પરિવઝન = ત્યાગ કરવો રવિવM = રસપરિત્યાગ નામનું તપ મ = કહ્યું છે. ભાવાર્થ :- દુધ, દહીં, ઘી વગેરે વિગયો તેમજ ઘી, તેલાદિથી તરબોળ ખાદ્ય પદાર્થો તેમજ રસવંતા(સ્વાદિષ્ટ) પદાર્થોનો ત્યાગ કરવો, તેને “રસપરિત્યાગ’ તપ કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં “રસપરિત્યાગ” તપનું સ્વરૂપ સમજાવ્યું છે. હીર-દિમ્બા – દૂધ, દહીં, ઘી આદિના કથનથી તેલ, ગોળ, સાકર વગેરે વિગયોનું અને
२६