Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સમ્યક્ પરાક્રમ
| ૨૦૧ ]
સરિત-રિવધેલુ = શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ, તે વિષયોથી વિરકન = વિરક્ત થાય છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વીતરાગતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર-વીતરાગતાથી જીવ પારિવારિક જનોના સ્નેહ-બંધનો અને પદાર્થો સંબંધી તૃષ્ણાના બંધનોનો નાશ કરે છે, તે સર્વના રાગ ભાવનો વિચ્છેદ થઈ જાય છે. મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધથી વિરક્ત થાય છે અર્થાતુ મનોજ્ઞની આસક્તિ તથા અમોનજ્ઞના સંક્લેશથી મુક્ત થઈ જાય છે. વિવેચન -
વીતરાગતાનો અર્થ છે રાગદ્વેષ રહિતતા. પ્રસ્તુત સૂત્રમાં તેના ત્રણ પરિણામ દર્શાવ્યા છે– (૧) સ્નેહ બંધનોનો વિચ્છેદ (૨) તૃષ્ણાજનિત બંધનોનો વિચ્છેદ અને (૩) મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દાદિ વિષયો પ્રતિ વિરક્તિ.
પુત્ર આદિ પ્રત્યે જે મોહ-મમતા કે પ્રીતિ હોય છે તેને સ્નેહાનુબંધન કહે છે. ધન આદિ પુદ્ગલો પ્રત્યેની જે આશા-લાલસા હોય છે તેને તૃષ્ણાનુબંધન કહે છે.
વીતરાગતાથી પુત્રપરિવાર આદિ વિષયક રાગ જતો રહે છે તેમજ સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યાદિ વિષયક તૃષ્ણાનો ક્ષય થાય છે. તેથી જીવને કોઈ પદાર્થ પ્રિય કે અપ્રિય રહેતો નથી, તેથી તેમાં આસક્તિ રહેતી નથી. જો કે વીતરાગતાનું કથન આ પહેલાંના બોલોમાં આવી ગયું છે, છતાં રાગની પ્રધાનતા દર્શાવવા આ પ્રશ્ન કરવામાં આવ્યો છે. કારણ એ છે કે સંસારમાં સર્વ પ્રકારના અનર્થોનું મૂળ રાગ છે. તેને દૂર કરવો તે જ વીતરાગતા છે. રાગ દૂર થાય તે પહેલા દ્વેષનો નાશ થઈ જ ગયો હોય છે. વીતરાગતા, પરમ પુરુષાર્થરૂપે મોક્ષતત્વનો સાધક ભાવ છે. ક્ષમા :
४८ खंतीए णं भंते ! जीवे किं जणयइ ? खंतीए णं परीसहे जिणेइ । શબ્દાર્થ -રતી f = ક્ષમા કરવાથી પરદે = પરીષહોને નિદ્ = જીતી લે છે ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! ક્ષમા ધારણ કરવાથી જીવને શું લાભ થાય છે? ઉત્તર– ક્ષમા ધારણ કરવાથી જીવ પરીષહો પર વિજય મેળવે છે. વિવેચનઃ
ક્ષમાના બે પાસા છે. (૧) ક્ષમા- પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં બીજાના અપરાધોને માફ કરવા તે ક્ષમા. (૨) સહિષ્ણુતા– તિતિક્ષા અથવા સહનશીલતા. પરીષહ અને ઉપસર્ગોને પ્રસન્નતાપૂર્વક સમભાવથી સહન કરી લેવા, તેમાં ક્ષમાના ભાવ રાખવા તે પણ ક્ષમા છે.
આ રીતે ક્ષમા અને સહિષ્ણુતા બંને દ્વારા સાધકની માનસિક ક્ષમતા વધતી જાય છે. ક્ષમા દ્વારા સર્વ અનર્થોનું મૂળભૂત કારણ ક્રોધ પણ જીતાઈ જાય છે, તેથી તે અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહોને જીતી શકે છે. સંક્ષેપમાં તે ક્ષમાધારક સાધક પરીષહવિજેતા બની જાય છે. નિર્લોભતા:४९ मुत्तीए णं भंते ! जीवे किं जणयइ ?