Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૯૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
અભિગ્રહ કરીને વિચરણ કરે છે. સંભોગ પ્રત્યાખ્યાનથી તેને સ્વાલંબી જીવન, ગવેષણા શુદ્ધિ અને સંયમની પરાકાષ્ટા વગેરે પ્રયોજનોની સિદ્ધિ થાય છે. કુવં સુદM - ઠાણાંગ સૂત્રના ચોથા ઠાણાના ત્રીજા ઉદ્દેશકમાં ચાર પ્રકારની સુખશય્યાનું વર્ણન છે. તેમાંથી પ્રસ્તુત બે સુખશધ્યા આ પ્રમાણે છે– (૧) સાધક ધર્મની દઢશ્રદ્ધા સાથે સંયમમાં સ્થિર રહે, તે આત્મા માટે પહેલી સુખશપ્યા છે. (૨) આહાર ઉપધિ આદિ સંબંધી પોતાના લાભમાં જ સંતુષ્ટ રહે, તે બીજી સુખશય્યા છે. ઉપધિ પચ્ચખાણ - |३६ उवहि-पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ?
उवहि-पच्चक्खाणेणं अपलिमंथं जणयइ । णिरुवहिए णं जीवे णिक्कंखी उवहिमंतरेण य ण संकिलिस्सइ । શબ્દાર્થ – ૩વકિપૂqGv = ઉપધિ પ્રત્યાખ્યાનથી, રજોહરણ અને મુખવસ્ત્રિકા સિવાયના વસ્ત્ર પાત્રાદિ ઉપધિના પ્રત્યાખ્યાન, ત્યાગ કરવાથી અપરિપથ ગણાય = સ્વાધ્યાય આદિમાં નિર્વિનતા થાય છે, સંયમમાં પણ નિર્દોષતા થાય છેfપરવહિપ =નિરુપધિક, ઉપધિ રહિત ના = જીવવિહી = નિષ્કાંક્ષી-વસ્ત્રાદિની અભિલાષા રાખતો નથી ૩હિત = ઉપધિ ન રહેવાથી જ છિત્તિસ્ત્રફ = શારીરિક કે માનસિક કોઈ ક્લેશ-દુઃખ થતું નથી. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઉપધિના પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- ઉપધિના(ઉપકરણના) પ્રત્યાખ્યાન કરવાથી સ્વાધ્યાય-ધ્યાન નિર્વિધનપણે થાય છે તેમજ સંયમમાં પણ નિર્દોષતા થાય છે. ઉપધિથી રહિત સાધક આકાંક્ષાઓથી રહિત થઈને ઉપધિના અભાવમાં તે સંબંધી ક્લેશ કે દુઃખ પામતો નથી અર્થાત્ તે સંબંધી સંકલ્પ-વિકલ્પોથી મુક્ત બને છે. વિવેચન :૩ :- ઉપધિ. સંયમ નિર્વાહના આવશ્યક સાધનોને ઉપધિ કહે છે. વસ્ત્ર, પાત્ર, રજોહરણ, મુહપત્તિ વગેરે સાધનો સાધુ જીવનની ઉપધિ કહેવાય છે. શાસ્ત્રમાં આપેલી આજ્ઞાનુસાર સાધુઓ મર્યાદિત ઉપધિથી સંયમનો નિર્વાહ કરે છે. ઉપધિ ત્યાગ :- રજોહરણ અને મુખવસ્ત્રિકા સિવાય અન્ય ઉપકરણો જેવા કે વસ્ત્રપાત્રાદિનો ઉપધિ પ્રત્યાખ્યાનમાં સમાવેશ થાય છે. રજોહરણ અને મુખવસ્ત્રિકા, તે સાધુની ઓળખ છે. તેથી તેનો ત્યાગ થતો નથી. સ્થવિરકલ્પી સાધુના વિકાસ ક્રમની દષ્ટિથી વસ્ત્ર-પાત્ર આદિ ઉપધિનું અને તેના ત્યાગનું મહત્ત્વ છે. સાધુને ઉપધિ રાખવામાં બે પ્રકારના દોષ(પ્રમાદરૂપ દોષ)ની સંભાવના છે– (૧) પલિમન્થવિજ્ઞ. ઉપધિ રાખવાથી તેની સાર સંભાળ લેવામાં સ્વાધ્યાય ધ્યાન આદિ આવશ્યક ક્રિયાઓમાં વિજ્ઞ ઉપસ્થિત થાય છે. (૨) સંક્લેશ- ઉપધિ તૂટી, જાય કે ચોરાય જાય, તો મનમાં સંક્લેશ થાય છે. બીજા પાસે સુંદર, મનોજ્ઞ વસ્તુ જોઈને ઈર્ષા, દ્વેષ આદિ વિકાર ઉત્પન્ન થાય છે.
ઉપધિના પ્રત્યાખ્યાનથી આ બંને દોષો અને પરિગ્રહ સંબંધી દોષોની સંભાવના રહેતી નથી, તેમજ ઉપધિના પ્રતિલેખન, પ્રમાર્જનમાં સમય વ્યતીત ન થતાં તે સમયમાં સ્વાધ્યાય, ધ્યાનમાં વૃદ્ધિ થાય છે.