Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સમ્યક પશw
[ ૧૯૧]
अपीहेमाणे, अपत्थेमाणे, अणभिलसमाणे दुच्चं सुहसेज्जं उवसंपज्जित्ताणं विहरइ । શબ્દાર્થ:- સંભોગ વિલાપ = સંભોગના પ્રત્યાખ્યાન કરવાથી, એક માંડલિક આહારના ત્યાગથી, સ્વતંત્ર ગોચરીથી, આત્મ ગવેષકતાનો અભિગ્રહ કરવાથી કાન વીરું = આલંબનનો, પરાવલંબનનો હવે = ક્ષય કરે છે, પરાવલંબીપણું છૂટી જાય છે રાવણસ્ત = નિરાલંબનવાળો, સ્વાવલંબી જીવ, નો'IT = યોગ, પ્રવૃત્તિ, આચરણ માફિયા મવતિ = મોક્ષના પ્રયોજન માટે જ થાય છે સાપ = પોતાના જ સામેખ = લાભથી સારૂ = સંતુષ્ટ રહે છે પરંભમ = બીજાના લાભનો નો મસાડ઼ = ઉપભોગ કરતો નથી નો તજે = કલ્પના કરતો નથી નો ઉદે = સ્પૃહા-ઇચ્છા કરતો નથી નો પત્યેઃ = પ્રાર્થના કરતો નથી નો મનસફ = અભિલાષા કરતો નથી અનg મા = ઉપભોગ ન કરતો અતમને = કલ્પના ન કરતો દેખે = ઇચ્છા ન કરતો અપન્થમાને = પ્રાર્થનાન કરતો અifમનમા = અભિલાષા ન કરતો જીવઘુવં= બીજી સુરક્ષેન્ન = સુખશધ્યાને ડેવલપmત્તા વિરક્ = અંગીકાર કરીને વિહરે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સંભોગ પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- સંભોગ પ્રત્યાખ્યાનથી, આલંબનોનો(પરાવલંબનનો) ક્ષય કરે છે, તે સ્વાવલંબી થઈ જાય છે. આવા સ્વાવલંબી સાધકની યોગની પ્રવૃત્તિ કેવળ મોક્ષ માટે જ થાય છે. તે સાધક પોતાને પ્રાપ્ત થયેલા લાભથી સંતુષ્ટ રહે છે, બીજાના લાભનો ઉપભોગ કરતો નથી, બીજાના લાભના ઉપભોગની કલ્પના પણ કરતો નથી, સ્પૃહા કરતો નથી, પ્રાર્થના(યાચના) કરતો નથી અને તેની અભિલાષા કરતો નથી. આમ બીજાના લાભનો ઉપભોગ, કલ્પના, સ્પૃહા, પ્રાર્થના અને અભિલાષા ન કરતો તે સાધક (પ્રથમ સુખશય્યા સંયમ હોવાથી) સ્વાવલંબીપણાની બીજી સુખશધ્યાને પ્રાપ્ત કરીને વિચરે છે. વિવેચન:
મો:- સમાન સમાચારીવાળા સાધુઓ સાથે બેસીને આહાર કરે તથા પરસ્પર આહારાદિની લેવડદેવડ કરે; વસ્ત્ર, પાત્ર અને અન્ય ઉપધિઓનું પરસ્પર આદાન-પ્રદાન કરે એક પાટે બેસીને વ્યાખ્યાન વાંચે, એક બીજાના શિષ્ય પરિવાર એક બીજા સાથે રહે વગેરે પરસ્પરનો વ્યવહાર, સંભોગ કહેવાય છે. સમવાયાંગ સૂત્રના ૧૨મા સમવાયમાં તેના ૧૨ પ્રકાર કહ્યા છે– તે બાર સંભોગ-વ્યવહારમાંથી આહાર સંબંધી વ્યવહારના પ્રત્યાખ્યાન કરીને સાધક આત્મગવેષણાનો અભિગ્રહ કરે, તેને સંભોગ પ્રત્યાખ્યાન કહે છે. સંભોગ પ્રત્યાખ્યાનનો આશય :- સાધુ જીવનનું લક્ષ્ય છે આત્મનિર્ભરતા. દીક્ષા પર્યાયની પ્રારંભિક અવસ્થામાં શ્રમણોને ગોચરી આદિ પ્રત્યેક પ્રવૃત્તિમાં અન્યના સહયોગની આવશ્યકતા રહે છે. સાધક સંયમી જીવનમાં સ્થિર થઈ જાય પછી તેને અન્યની સહાયની જરૂર રહેતી નથી. તે સ્વયં ગુરુની આજ્ઞાપૂર્વક વિવિધ પ્રકારના અભિગ્રહો ધારણ કરીને આત્મભાવમાં લીન બને છે.
સંભોગ પ્રત્યાખ્યાનથી, પરસ્પરમાં આહારની લેવડ-દેવડના પ્રત્યાખ્યાન કરવાથી શ્રમણોનો પરસ્પરનો વ્યવહાર છૂટી જાય છે તે સાધક સ્વાવલંબી બને છે. સ્વાવલંબી બનવાથી તેની ચિત્તવૃત્તિ સર્વ સ્થાનેથી પાછી ફરીને સ્વમાં જ કેન્દ્રિત થઈ જાય છે. તેના મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું મુખ્ય પ્રયોજન સંયમની આરાધના દ્વારા મોક્ષની પ્રાપ્તિનું જ રહે છે. તે પોતાના યથાલાભમાં સંતુષ્ટ રહે છે અને બીજાના લાભમાંથી કાંઈપણ મેળવવાની ઇચ્છા, અપેક્ષા કે લાલસા રાખતો નથી.
સંક્ષેપમાં સક્ષમ સાધુ ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરીને મર્યાદિત સમય માટે સામુહિક આહાર ત્યાગનો