Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૯૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
સાધકને સહજ રીતે આહારની મૂર્છા પણ છૂટી જાય છે, તેથી તે વિગયરહિત આહાર ગ્રહણ કરે છે. તે જીવ એકાંત સાધના કરતો પોતાની લક્ષ સિદ્ધિમાં આગળ વધે છે. વિવિહાર:- વિગય રહિત આહાર. જે પદાર્થ ચિત્તમાં વિકાર ઉત્પન્ન કરે, ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે, તેવા પદાર્થોને વિગયયુક્ત સરસ આહાર કહે છે. શાસ્ત્રકારોએ દૂધ, દહીં, માખણ, ઘી આદિ આહારને વિગય યુક્ત, સરસ આહાર કહ્યો છે. તેનાથી વિપરીત રૂક્ષ, નીરસ આહારને અહીં વિવિક્તાહાર કહ્યો છે. એકાંત સ્થાનસેવી, એકાંતપ્રિય સાધક નિરસાહારી બને ત્યારે જ તેની સાધનામાં વેગ આવે છે. બીજા શબ્દોમાં એકાંતપ્રિય સાધકને તેની તથા પ્રકારની સાધના માટે વિગય રહિત નીરસ આહાર કરવો જ યોગ્ય છે. વિનિવર્તના - |३४ विणियट्टणयाए णं भंते ! जीवे किं जणयइ ?
विणियट्टणयाए णं पावकम्माणं अकरणयाए अब्भुढेइ, पुव्वबद्धाण य णिज्जरणयाए तं णियत्तेइ, तओ पच्छा चाउरत-संसार-कतारं वीइवयइ । શબ્દાર્થ - વિળિયક્ધયાણ = વિનિવર્તના(વિષયોના ત્યાગ)થી પીવાનું = પાપકર્મ અરયાણ = નહીં કરવા માટે અમુકેડ઼ = ઉધત થાય છે, ધર્મકાર્ય કરવા માટે ઉદ્યત થાય છે પુષ્યબદ્ધ = પહેલા બાંધેલા ત = તે પાપકર્મોની રિયા = નિર્જરા કરવા માટે ચિત્તે = સ્થાપિત કરે છે, ઉદીરણાકરણથી નિર્જરા સન્મુખ કરે છે તો = ત્યાર પછી = પછી વરસાર = ચતુર્ગતિવાળા સંસાર રૂપી તY = અટવીને વીવય = પાર કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિનિવર્તના-વિષયોથી પરાંડમુખ થવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– વિષયોથી પરાવમુખ થવાથી જીવ નવા પાપકર્મો ન કરવા માટે ઉધત બને છે; પૂર્વે બાંધેલા તે કર્મોની નિર્જરા કરે છે. ત્યાર પછી ચાર ગતિરૂપ મહાન અટવીને પાર કરી લે છે. વિવેચન - વિળિયકથા:- શબ્દાદિ વિષયોથી પોતાની જાતને પરાંડમુખ કરવી, તેનું નામ વિનિવર્તના છે. આ લોકમાં શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ રૂપ વિષયો ચારે બાજુ ભરેલા જ છે. પોતાની જાતને વિષયોની આસક્તિથી પાછી ફેરવી લેવી, અનાસક્ત ભાવ કેળવવો, તે વિષયોથી પરાડમુખતા છે.વિષયોની આસક્તિ તે જ સંસાર છે અને તે જ કર્મબંધનું મુખ્ય કારણ છે. જે વ્યક્તિ વિષયોથી પરાક્રમુખ બની જાય તેનો સંસાર ભાવ છૂટી જાય છે, તે સાધના માર્ગમાં ઉદ્યમવંત બની જાય છે. તેનો કર્મબંધ અટકી જવાથી સહજ રીતે આવતા કર્મોનો સંવર અને પૂર્વકૃત કર્મોની નિર્જરા થાય છે અને અંતે તે સંસારનો અંત કરે છે. સંભોગ પચ્ચકખાણ:३५ संभोग पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ?
संभोग-पच्चक्खाणेणं आलंबणाई खवेइ । णिरालंबणस्स य आययट्ठिया जोगा भवंति। सएणं लाभेणं संतुस्सइ, परलाभं णो आसादेइ, णो तक्केइ, णो पीहेइ, णो पत्थेइ, णो अभिलसइ । परलाभं अणासाएमाणे, अतक्केमाणे,