Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૬૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
હોય, તોપણ તેમણે સ્વયં પોતાના તરફથી આ કથન ન કરતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો ઉલ્લેખ કર્યો છે. “હે જંબુ! આ ભાવો હું સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામીએ પ્રરૂપ્યા છે તે પ્રમાણે કહું છું.’ આ પ્રકારનું કથન શાસન સ્થાપક તીર્થકરનો મહિમા પ્રદર્શિત કરવા માટે અને આ ભાવો પરંપરાએ સર્વજ્ઞ તીર્થકર કથિત હોવાથી સંપૂર્ણ સત્ય છે, તેવી શ્રદ્ધા પ્રગટ કરવા માટે છે.
સૂત્રોક્ત કથન પ્રત્યેક સાધકો માટે પ્રેરણા આપે છે કે આધ્યાત્મની કોઈ પણ ઉચ્ચતમ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી પણ ગુરુનું માહાભ્ય અવિસ્મરણીય હોય છે. સમર પરજીને - સમ્યક પરાક્રમ. આગમોમાં સન્મત્ત શબ્દ ત્રણ અર્થોમાં પ્રયુક્ત થાય છે(૧) સમર સંસી = સમ્યગુ દષ્ટિ.આચારાંગમાં] (૨) સન્મત્ત બનાળા = સમત્ત્વની સાધનામાં સ્થિર રહે. [આચારાંગમાં (૩) સન્મત્ત વિનોદ = સમ્યક્તની વિશુદ્ધિ કરે. [આ જ અધ્યયનમાં]. પ્રસ્તુતમાં સન્મત્ત શબ્દ પરાક્રમનો વિશેષણ છે. અસમ્યક પરાક્રમથી સંસાર વૃદ્ધિ થાય છે અને સમ્યક પરાક્રમથી મોક્ષની સાધના થાય છે. જીવની વીર્યશક્તિના વપરાશને પરાક્રમ કહે છે. તે પરાક્રમ બે પ્રકારે થાય છે– સમ્યક અને અસમ્યક. જે પરાક્રમ બહિંમુખી હોય, ભૌતિક સિદ્ધિ માટે હોય, તો તે પરાક્રમ સમ્યક નથી. જે પરાક્રમ અંતરમુખી હોય, આત્મશુદ્ધિ માટે હોય, તે પરાક્રમ સમ્યક કહેવાય છે. બીજા શબ્દોમાં આત્મવિકાસને અનુરૂપ જિનાજ્ઞા અનુસારની સર્વ પ્રવૃત્તિઓ સમ્યફ પરાક્રમ છે. અધ્યયનન મહાભ્ય અને ફળ - સમ્યક પરાક્રમ દ્વારા જીવ મોક્ષરૂપે ફળ પ્રાપ્ત કરી લે છે. તે સાધનાની પરાકાષ્ઠા પર પહોંચવાનો ક્રમ આ પ્રમાણે છે(૨) સદિત્તા :- આ અધ્યયનના ભાવોની સમ્યક રૂપથી શ્રદ્ધા કરીને. (૨) પવિત્ત :- ત્યાર પછી શબ્દ, અર્થ અને ઉભયરૂપથી સામાન્યતઃ પ્રતીતિ કરીને, આ કથન આ પ્રકારે જ છે. અન્ય પ્રકારે નથી', એમ વિશેષતઃ નિશ્ચય કરીને અથવા સંવેગાદિના ફળનો વિશ્વાસ કરીને. (૨) રવા :- રુચિ કરીને. ઉક્ત અધ્યયનમાં વર્ણવેલા અનુષ્ઠાન વિષયક રુચિ એટલે અભિલાષા ઉત્પન્ન કરીને, ભગવાનના વચનો હું જીવનમાં ઉતારું તેવી, અભિલાષા કરીને. કોઈ વસ્તુ ગુણકારી હોય પરંતુ કઠોર અથવા કષ્ટ સાધ્ય હોય તો કટુ-ઔષધની જેમ તેના તરફ અરુચિ થાય છે, તેથી તવિષયક રુચિ થવી જરૂરી છે. જે વિષયની રુચિ થાય છે તેનો જ સ્વીકાર શક્ય થાય છે. (૪) સિત્તા :- મન, વચન અને કાયાથી અનુષ્ઠાનનો સ્વીકાર કરવો. અનુષ્ઠાન ગ્રહણ કરવા માટેના પ્રત્યાખ્યાન લેવા. () પાલક્તા :- અનુષ્ઠાનોનું પાલન કરવું, આચરણ કરવું. અનુષ્ઠાનોમાં અતિચાર અને અનાચારના દોષ ન લાગી જાય તેવી કાળજીપૂર્વક પાલન કરવું. (૬) તીરિત્ત -અનુષ્ઠાનના નક્કી કરેલા સમય સુધી અથવા જીવન પર્યત પાલન કરતાં તેમાં પાર ઉતરવું.
જિત્તા :- તે અનુષ્ઠાનની મહત્તા સ્વીકારીને તેના પ્રતિ આદર અને બહુમાનના ભાવો પ્રગટ કરવા, તેના ગુણાનુવાદ, પ્રશંસા અને કીર્તન કરવા. (૮) સોદત્તા :- અનુષ્ઠાનોમાં લાગેલા દોષોની, અતિચારોની શુદ્ધિ કરીને, તે ગુણસ્થાનોને પ્રાપ્ત કરી તેનું ઉત્તરોત્તર શુદ્ધ પાલન કરવું. (૧) આદિત્તા :- સૂત્રોક્ત વિધિ અનુસાર આરાધના કરીને. તે અનુષ્ઠાનોમાં ઉત્સર્ગ અને અપવાદ માર્ગ અંગે કુશળતા પ્રાપ્ત કરીને આજીવન સમ્યગુભાવોથી આરાધન કરવું.