Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શ્રુત ચારિત્રરૂપ ધર્મની અટલ આસ્થા અને તેનું આચરણ કરવાની અભિલાષા અથવા તીવ્ર ધર્મેચ્છાને ધર્મશ્રદ્ધા કહે છે. સાવાનો ઉત્તમને વિશ્વ - શાતા વેદનીયજન્ય સુખથી વિરક્ત થાય છે. શારીરિક, માનસિક, સાંયોગિક સર્વ પ્રકારની અનુકુળતા, વિષયસુખની પ્રાપ્તિ વગેરે સર્વ સુખ શાતાવેદનીય કર્મજન્ય છે. સામાન્ય રીતે સંસારી જીવોને તે સુખની ઈચ્છા હોય જ છે. પરંતુ જ્યારે જીવને ધર્મશ્રદ્ધા થાય છે ત્યારે તેને સ્વ-પરનું ભેદ વિજ્ઞાન થઈ જાય છે; તે જીવ ધર્મ-કર્મનું અને ભોગ-ત્યાગનું સ્વરૂપ સ્પષ્ટતાથી સમજે છે. ભોગમાર્ગની ભયાનકતા અને તેની અશુભ પરંપરાને જાણીને તે વિષયોની આસક્તિથી વિરામ પામે છે. કર્મજન્ય શુભ કે અશુભ કોઈપણ ભાવો પ્રતિ તેને આકર્ષણ રહેતું નથી; અવ્યાબાધ સુખ પ્રાપ્તિ જ તેનું લક્ષ્ય બની જાય છે અને અંતે તે મોક્ષ સુખોને પ્રાપ્ત કરે છે. છે -મેલ-સંગોTIg :- તલવાર આદિથી ટકડા કરવા, કાપી નાખવા તે છેદન; ભાલા આદિથી. વિંધી નાખવા તે ભેદન કહેવાય છે. અણગમતી વસ્તુઓ કે પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય તે અનિષ્ટ સંયોગ છે અને મન ઈચ્છિત પદાર્થો ન મળવા કે મળેલાનો વિચ્છેદ થઈ જવો તે ઈષ્ટ વિયોગ છે. ગુરુ સાધર્મિકની શુશ્રુષા:|६ गुरुसाहम्मिय सुस्सूसणयाए णं भंते ! जीवे किं जणयइ ?
गुरुसाहम्मिय सुस्सूसणयाए णं विणयपडिवत्तिं जणयइ, विणयपडिवण्णे य णं जीवे अणच्चासायणसीले रइयतिरिक्खजोणियमणुस्सदेव-दुग्गईओ णिरुभइ, वण्णसंजलण-भत्तिबहुमाणयाए मणुस्सदेवसुग्गईओ णिबंधइ, सिद्धिसोग्गइंच विसोहेइ, पसत्थाईचणं विणयमूलाइंसव्वकज्जाइसाहेइ, अण्णे य बहवे जीवा विणइत्ता भवइ। શબ્દાર્થ:- મુસામિય સુસૂલાયા = ગુરુજનો અને સાધર્મિકોની સેવા શુશ્રુષા કરવાથી નિયહિવત્ત નાય= વિનય પ્રતિપત્તિ અર્થાત્ વિનયની પ્રાપ્તિ થાય છેવિકાપડિવો = વિનયને પ્રાપ્ત થયેલો જીવે = જીવ ગાશ્વાતાયાતીને = સમ્યક્ત્વાદિનો નાશ કરનારી આશાતનાનો પરિત્યાગ કરે છે નેર-રિવરફળથમપુલવ-કુશ = નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી દુર્ગતિઓનો ઉછામ = નિરોધ કરે છે વM = પ્રશંસા, ગુણર્કીતન નનન = ગુણ પ્રકાશન મત્તિ = ભક્તિ નાપા = બહુમાન કરવાથી નપુસ વેવસુધા = મનુષ્ય અને દેવોમાં ઉત્તમ ઐશ્ચર્ય આદિ સંપન્ન શુભગતિનો વિંધક્ = બંધ કરે છે સિદ્ધિોવું = સિદ્ધિ-સુગતિની, મોક્ષના કારણભૂત જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગની વિનોદેફ = વિશુદ્ધિ કરે છેવિડ મૂનારૂં = વિનય-મૂલકપસારું = પ્રશસ્ત સમ્બનાવું = સર્વ ઉત્તમ કાર્યો માટે = સિદ્ધ કરી લે છે અને = બીજા વર = ઘણા નવા = જીવોને વિત્ત મવ= વિનયવાન બનાવે છે અર્થાત્ તેને જોઈને ઘણા જીવ વિનયવાન બને છે. ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવાન! ગુરુજનો અને સાધર્મિકોની સેવા શુશ્રુષા કરવાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– ગુરુજનો અને સાધર્મિકોની સેવા-સુશ્રુષા કરવાથી જીવ વિનયવાન બને છે. વિનયવાન વ્યક્તિ ગુરુજનો, વડિલો અને સાધર્મિકોની આશાતના કરતો નથી. આશાતના નહીં કરનાર તે જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ ગતિ સંબંધી દુર્ગતિનો બંધ કરતો નથી. વિનયવાન વ્યક્તિ ગુરુજનોની પ્રશંસા, ગુણ-કીર્તન, આદરભાવ રૂ૫ ભક્તિ અને હૃદયમાં તેમના પ્રત્યે પ્રીતિરૂપ બહુમાન વગેરે દ્વારા વિશિષ્ટ