Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૫૭ ]
શબ્દાર્થ - પોળ = જ્ઞાનથી ભાવે = પદાર્થોને, તત્ત્વોને = જાણે છે લોખ = દર્શનથી સ = શ્રદ્ધા કરે છે વરિન = ચારિત્રથી જિલ્ફા = આશ્રવ નિરોધરૂપ સંવર કરે છે તવેગ = તપથી પરિફ = પૂર્વકૃત કર્મોનો ક્ષય કરી પરિશુદ્ધ થાય છે. ભાવાર્થ- આત્મા જ્ઞાનથી જીવાદિ તત્ત્વોને જાણે છે, દર્શનથી તેના પર શ્રદ્ધા કરે છે, ચારિત્રથી આશ્રવ નિરોધરૂપ સંવર કરે છે અને તપથી પૂર્વકૃત કર્મોનો ક્ષય કરી પરિશુદ્ધ થાય છે. । खवित्ता पुव्वकम्माइं, संजमेण तवेण य ।
सव्वदुक्खपहीणट्ठा, पक्कमति महेसिणो ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ - મળિો = મહર્ષિ સંકળ = સંયમથી તવેગ = તપથી પુવમ્મા = પૂર્વકૃત કર્મોનો વિત્તા = ક્ષય કરીને સબકુલ-હીંગg = બધા દુઃખોથી રહિત થવા માટે પ તિ = જ્ઞાન દર્શન ચારિત્રમાં પરાક્રમ કરે છે. ભાવાર્થ- સંયમ અને તપથી પૂર્વકૃત કર્મોનો ક્ષય કરીને સર્વ દુઃખોનો ક્ષય કરવા મહર્ષિઓ જ્ઞાન, દર્શન ચારિત્રમાં પરાક્રમ કરે છે, તેના ફલ સ્વરૂપ તેઓ સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે મોક્ષમાર્ગના ચારે સાધનોની ઉપયોગિતા કે ફળશ્રુતિ નિદર્શિત કરી છે.
જે રીતે રોગથી મુક્ત થવાની ઇચ્છા રાખનાર વ્યક્તિને ડૉક્ટર દ્વારા રોગની જાણકારી કરવી, ડૉક્ટર અને તેના નિર્ણય તથા દવા પર વિશ્વાસ કરવો; ઔષધ સેવન અને પથ્ય-પરેજની સાવધાનીઓ રાખવી; આ સર્વ ઉપચારના અંગોને સ્વીકારવા આવશ્યક થાય છે. તે જ રીતે અનાદિકાલીન આત્મરોગરૂપ કર્મોથી મુક્ત થવા માટે પણ આ અધ્યયનમાં વર્ણિત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, તે ચારે અંગો-સાધનોને ભાવપૂર્વક આદરવા આવશ્યક છે. જ્ઞાનથી વસ્તુતત્ત્વનો બોધ થાય, દર્શનથી તેના પર વિશ્વાસ–શ્રદ્ધા થાય, ચારિત્રથી આવતા કર્મો રોકાય જાય અને તપથી પૂર્વકૃત કર્મોનો નાશ થાય છે.
સંક્ષેપમાં મોક્ષ પ્રાપ્તિ માટે મુમુક્ષુએ નિરંતર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચારેયની સુમેળ પૂર્વક આરાધના કરવી જોઈએ. તે આરાધનાની સફળતા માટે આ અધ્યયન સદા મનનીય, સ્મરણીય અને આદરણીય છે.
છે અઠ્ઠાવીસમું અધ્યયન સંપૂર્ણ