Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
યશીય
૮૧ |
જ્ઞાતા વિનો િરિ નં = વિજયઘોષ નામનો માહો = બ્રાહ્મણનur = યજ્ઞ નક્ = કરતો હતો. ભાવાર્થ - તે જ વખતે તે શહેરમાં(બનારસમાં) વેદનો જ્ઞાતા વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો.
अह से तत्थ अणगारे, मासक्खमण पारणे ।।
विजयघोसस्स जण्णम्मि, भिक्खमट्ठा उवट्ठिए ॥ શબ્દાર્થ - દ = હવે તે = તે જયઘોષ અVIR = મુનિ માઉનખ પર = માસખમણના પારણાના દિવસે વિજયોતજ્ઞ = વિજયઘોષ બ્રાહ્મણની નાગિન = યજ્ઞશાળામાંffકૂ = ભિક્ષાને માટે ૩વકિપ = પધાર્યા. ભાવાર્થ:- તે જયઘોષ મુનિ માસખમણની તપસ્યાના પારણાના દિવસે ભિક્ષા માટે વિજયઘોષની યજ્ઞ શાળામાં પધાર્યા. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં જયઘોષ મુનિની વિહારચર્યાનું અને વિજયઘોષ બ્રાહ્મણના યજ્ઞકાંડનું તેમજ તેની યજ્ઞશાળામાં થયેલા મુનિના પદાર્પણનું પ્રતિપાદન છે.
જયઘોષનું જન્મજાત બ્રાહ્મણકુળ હતું. તેઓ વેદ-વેદાંતના પારગામી હતા. તેમ છતાં જ્યારે વેદ માન્ય યજ્ઞોથી પ્રાપ્ત થયેલી પવિત્રતા તેને ક્ષણિક લાગી, યજ્ઞોનું સલ્ફળ કેવળ બાહ્ય ક્રિયાકાંડથી પ્રાપ્ત થતું નથી તે સત્ય તેને સમજાઈ ગયું ત્યારે તેણે જૈન શ્રમણપણાની દીક્ષા અંગીકાર કરી. તેઓ સંયમનો સ્વીકાર કરીને ઇન્દ્રિયોનો નિગ્રહ, વિવિધ યમ-નિયમના પાલન રૂ૫ ભાવ યજ્ઞની આરાધના કરી રહ્યા હતા અને વિજયઘોષ પોતાના કુળ પરંપરાના સંસ્કાર અનુસાર જીવ હિંસાયુક્ત દ્રવ્ય યજ્ઞ કરી રહ્યો હતો.
જયઘોષ મુનિ સાધુ જીવનના વ્યવહાર અનુસાર ગ્રામાનુગ્રામ વિચરતાં એકદા વાણારસી નગરીની બહારના ઉદ્યાનમાં પધાર્યા. એટલું જ નહીં પૂર્વના ઋણાનુબંધથી ખેંચાઈને માસખમણના પારણે ભિક્ષાને માટે વિજયઘોષની યજ્ઞશાળામાં ગયા.
નથ૬ :- યજ્ઞ કરતા હતા. પ્રાચીન કાળમાં કર્મકાંડી મીમાંસકો “યજ્ઞ'ને બ્રાહ્મણનું શ્રેષ્ઠતમ કર્તવ્ય માનતા હતા. મોટા મોટા યજ્ઞમાં પશુઓનું બલિદાન આપવામાં આવતું હતું. ગાયા ગમગUમિ - યમ- પંચમહાવ્રત. યમયજ્ઞ એટલે પંચમહાવ્રતરૂપ યજ્ઞ, તેના યાજ્ઞિક–અર્થાત્ સંયમનું યથાર્થ પાલન કરનાર મુનિ. વિજયઘોષ દ્વારા ભિક્ષા આપવાનો નિષેધ -
समुवट्ठियं तहिं संतं, जायगो पडिसेहए । __ण हु दाहामि ते भिक्खं, भिक्खू जायाहि अण्णओ ॥ શબ્દાર્થ - તહં ત્યાં સમુદૃાં સંત = આવેલા સંતને ડિલેહણ = નિષેધ કરતો તે વિજયઘોષ કહેવા લાગ્યો કે બિલ્લુ = હે ભિક્ષુ! તે = તને બિન વાહન = હું ભિક્ષા નહીં આપું અUાઓ = બીજે જઈને નાથાદ = ભિક્ષા માંગો, યાચના કરો ગાયો = યાજ્ઞિક. ભાવાર્થ:- ત્યાં યજ્ઞશાળામાં ઉપસ્થિત થયેલા જયઘોષ મુનિને ભિક્ષા આપવાનો નિષેધ કરતા યાજ્ઞિક