Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૧૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
અનુભવી થઈ જાય છે. પગોવાગ્નિ , વેરિયં પિ વાનંદ-પ્રદોષકાલ, વૈરાત્રિક કાલ. શ્રી ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારના સ્વાધ્યાય કાલનું કથન છે. (૧) પૂર્વાહ– દિવસનો પ્રથમ પ્રહર (૨) અપરાહ– દિવસનો ચોથો પ્રહર (૩) પ્રદોષ કાલ– રાત્રિનો પ્રથમ પ્રહર (૪) પ્રત્યુષ કાલ– રાત્રિનો અંતિમ–ચોથો પ્રહર. પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે રાત્રિના ચોથા પ્રહરરૂપ પ્રત્યુષ કાલ માટે વૈરાત્રિક કાલ શબ્દનો પ્રયોગ કર્યો છે. કારણ કે જે નક્ષત્ર જે રાત્રિની પૂર્તિ કરતું હોય, તે નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચતુર્થ ભાગમાં આવે ત્યારે રાત્રિનો ચોથો પ્રહર થાય છે. મુનિ ત્રીજા પ્રહરમાં નિદ્રાધીન બને છે. નિદ્રાથી મુક્ત થાય ત્યારે તુરંત વૈરાત્રિક કાલનું પ્રતિલેખન કરે, નક્ષત્રની ગતિના આધારે રાત્રિના ચોથા પ્રહરનો નિર્ણય કરીને સ્વાધ્યાયમાં લીન બને છે.
સાધુ જીવનમાં ચાર પ્રહરની સ્વાધ્યાયની મહત્તાની જેમ સ્વાધ્યાય કરતાં પહેલાં કાલ પ્રતિલેખન (આકાશમાં અસ્વાધ્યાયકારી તત્ત્વોનું પ્રતિલેખન) પણ તેટલું જ મહત્ત્વશીલ કર્તવ્ય છે. પ્રતિલેખનનો કાલા - । पुव्विल्लम्मि चउब्भाए, पडिलेहित्ताण भंडयं ।
गुरुं वदित्तु सज्झाय, कुज्जा दुक्खविमोक्खणं ॥ શબ્દાર્થ-= ગુરુને વંદિત્ત = વંદના કરે રુવિનોવ = બધાં દુઃખોથી મુક્ત કરાવનારી સાથે = સ્વાધ્યાયને ના = કરે. ભાવાર્થ :- [વિશેષ દિનચય દિવસના પહેલા પહોરના પહેલા ચોથા ભાગમાં(સુર્યોદયથી બેઘડી સુધીમાં) મુનિ ગુરુને વંદન કરીને, ગુરુ આજ્ઞા મેળવીને વસ્ત્રાદિ ઉપકરણોનું પ્રતિલેખન પૂર્ણ કરે, ત્યાર પછી ગુરુને વંદના કરી, દુઃખમુક્ત કરનાર સ્વાધ્યાય કરે. 0 पोरिसीए चउब्भाए, वंदित्ताण तओ गुरुं ।
अपडिक्कमित्ता कालस्स, भायणं पडिलेहए ॥ શબ્દાર્થ - વનસ = સ્વાધ્યાય કાળનું એટલે સ્વાધ્યાયનું મહિમા = પ્રતિક્રમણ કર્યા વિના મય = પાત્રાની પડિજોદ = પ્રતિલેખના કરે. ભાવાર્થ- સ્વાધ્યાય કરતાં જ્યારે પ્રથમ પોરસીનો ચોથો ભાગ શેષ રહે ત્યારે મુનિ ગુરુને વંદન કરી સ્વાધ્યાયથી નિવૃત્ત થયા વિના એટલે પ્રતિક્રમણ રૂપ કાયોત્સર્ગ કર્યા વિના જ પાત્રાની પ્રતિલેખના કરે અને અવશેષ પોરસીના સમયમાં પુનઃ સ્વાધ્યાય કરે. વિવેચન :૩મહિમા alt :- સ્વાધ્યાયનું પ્રતિક્રમણ-કાયોત્સર્ગ કર્યા વિના. મુનિ દિવસના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરી રહ્યા હોય, તે પ્રહરના ત્રણ ભાગ વ્યતીત થયા પછી ચોથા ભાગમાં પાત્ર પ્રતિલેખન કરે અને તે અવશેષ પ્રથમ પ્રહરમાં પુનઃ સ્વાધ્યાય કરે. પાત્ર પ્રતિલેખન કર્યા પછી પ્રથમ પ્રહરમાં ફરીથી સ્વાધ્યાય કરવાની હોવાથી, સ્વાધ્યાયના દોષોનું પ્રતિક્રમણ કરવા રૂપ કાયોત્સર્ગ ન કરે.
સાધુને માટે સ્વાધ્યાય, પ્રતિલેખન, ગોચરી આદિ પ્રત્યેક પ્રવૃત્તિની પરિસમાપ્તિ થાય, ત્યારે તે